________________
પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭
પ્રવચન ક્રમાંક - ૪૬
ગાથા ક્રમાંક - પ૦. છ દ્રવ્યોનું સ્વરૂપ ને તેમની સ્વતંત્રતા
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) ટીકા કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે
તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈપણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૭)
જૈનદર્શનના મૂળભૂત ને રહસ્યભૂત તત્ત્વો જે છે તેને સમ્યફ પ્રકારે સમજી લઈએ. સાધના શબ્દ જ્યારે બોલીએ છીએ, તે વખતે આપણને કર્મકાંડ યાદ આવે. મંદિરમાં જવું, પૂજા કરવી, મંત્રજાપ કરવા, ત્યાગ કરવો, એકાંતમાં રહેવું કે વનમાં જવું, મૌન રહેવું વિગેરે સમજીએ છીએ. પરંતુ આ સાધના જે પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે કરવાની છે એને સાધક ન જાણે ત્યાં સુધી તેની સમ્યફ પ્રકારે શુદ્ધિ થતી નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે પરમાર્થની સાધનામાં બાધક તત્ત્વ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ માટે અલગ અલગ શબ્દો વપરાય છે. મિથ્યાત્વ એટલે દર્શનમોહ, ભ્રાંતિ, ભ્રમણા, વિપર્યાય, વિપરીત માન્યતા અને જરા નબળી ભાષામાં કહેવું હોય તો ઊંધું સમજવું. એ વિપરીત સમજણ છે, તેને કારણે તત્ત્વ નિર્ણય થઈ શકતો નથી.
જે તત્ત્વનો નિર્ણય કરવાનો છે તે આત્મા તમે પોતે છો. એ અંદર બિરાજમાન છે અને પ્રગટ છે. પરંતુ આત્મામાં મિથ્યાત્વનો વિકૃત રસ ઉત્પન્ન થાય છે, તેના કારણે આત્મા પોતાને જાણવાનો ઈન્કાર કરે છે, અસ્વીકાર કરે છે, ના પાડે છે, અસ્તિત્વનો વિરોધ કરે છે. પરંતુ ઈન્કાર કરવાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઈન્કાર કરવાથી સાધકની સાધના ચાલુ થઈ શકતી નથી. ઘણી વખત આપણને એમ થાય કે આ બધી સૂક્ષ્મ ચર્ચાની, વાતની ક્યાં જરૂર છે ? આ વાત સૂક્ષ્મ છે જ નહિ. આ વાત વાસ્તવિક અને પ્રાસંગિક છે, પ્રારંભિક છે અને તેના વગર આપણે આગળ વધી નહિ શકીએ.
જૈન દર્શનને ચાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે. ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. સાધકોએ પોતાના જીવનમાં કેવી કેવી સાધનાઓ કરી છે, એમાં કેવી તન્મયતા થઈ અને કયા અવરોધો આવ્યા, કેવા અંતરાયો થયા, કેવી ભૂલો કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org