________________
૧૦
પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો, સતકર્મ કે દુષ્કર્મ કરવા માટે અને કંઈપણ ન કરવા માટે પણ સ્વતંત્ર છો ને કર્મ રહિત અવસ્થા પણ પ્રાપ્ત કરી શકો છો.
ત્રીજું પદ છે “આત્મા કર્તા છે”. “આત્મા છે', તે “આત્મા નિત્ય છે અને તે આત્મા પોતાના કર્મનો કર્તા છે. બહુ મોટી વાત શાસ્ત્રોને કરવી છે કે તમે કોઈ ઉપર દોષારોપણ ન કરશો, કોઈને દોષિત ન ઠરાવશો, કોઈ ઉપર દાવો ન કરશો. આપણી પાસે તો સરળ રસ્તો છે કે અમે જે દુઃખી થયા છીએ તે તમારા કારણે થયા છીએ. તમે ન હોત તો લીલા લહેર કરત. અરે ! એ કારણ નથી. એ દોષિત નથી. એટલા માટે ભારતીય દર્શનો આત્માની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે. જૈનદર્શન વિશેષ મહત્ત્વ આપે છે. ટોટલ ફ્રીડમ તમે પ્રાપ્ત કરી શકો છો. તમે જ તમારા કર્મના કર્તા છો.
ચોથી વાત – જે તમે કર્મ કર્યું તેનું પરિણામ કોણ ભોગવશે? કરે છગન અને ભોગવે મગન? ન બને. જે કરે તે જ ભોગવે. કરનાર જુદો અને ભોગવનાર જુદો એવી અવ્યવસ્થા નથી. પરમકૃપાળુદેવ કહેતા હતા, અમે જે કર્મો કર્યા છે તે અમે ભોગવીએ છીએ. કોને દોષ દેવો? આ સ્વીકાર થાય તો જીવનમાં બહુ આનંદ આવશે. બળાપા તો ઓછા થશે. જિંદગીનો મોટો ભાગ બળાપામાં અને ફેરફાર કરવામાં જાય છે. જે ચૈતન્ય કર્મ કરે છે તેને કર્મ કરવાની સ્વતંત્રતા છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મની વાત આગળ આવશે. આ સંપૂર્ણ શાસ્ત્ર છે. તમને ખોલતાં અને સમજતાં આવડવું જોઈએ. પ્રત્યેક શબ્દમાં ગહન અર્થ ભર્યા છે. “છે કર્તા નિજકર્મનો, છે ભોક્તા પણ તેહ' તે કર્મના પરિણામને ભોગવનાર પણ પોતે છે. કોણ ભોગવે? આપણે ભોગવીએ છીએ. આત્મા છે, તે સદાકાળ છે. તે આત્મા કર્મનો કર્તા પણ છે અને ભોક્તા પણ પોતે જ છે, વચ્ચે કોઈને ન લાવશો. જે કરશે તે ભોગવશે.
વાલિયો કોળી ઋષિને લૂંટવા ગયો. હાથમાં શસ્ત્ર હતું. તેમણે કહ્યું “ઉતાવળ ન કર. હું કંઈ ભાગી જવાનો નથી. હું શાંતિથી બેઠો છું, તું મને મારજે પણ શા માટે મારે છે તે મને કહે.” તો વાલિયો કહે, “કુટુંબવાળો છું, બાલબચ્યાં છે. તેમનું ભરણ પોષણ કરવાનું છે માટે બધાને મારું છું અને લૂટું છું. મને સીધી રીતે લૂંટવા દે તો ભલે, નહિ તો મારી રીતે રસ્તો કરું છું. એ માટે મેં શસ્ત્ર રાખ્યું છે. તેમણે કહ્યું કે “તું ઘેર જઈને પૂછી આવ. પરંતુ પૂછતાં પહેલા તારા પગ ઉપર કુહાડાનો થોડો ઘા કરજે અને પછી પૂછજે કે મારા પગને બહુ પીડા થાય છે તો તમે થોડું થોડું લ્યો. અને પછી બીજી વાત કરજે કે હું બધાને લૂંટવા માટે પાપ કરું છું, દુષ્કર્મો કરું છું તેમાં તમે ભાગ પડાવશો ને?” ઘેર જઈ તેણે તેમના કહેવા પ્રમાણે કર્યું અને ઘરવાળાંને પૂછ્યું કે તમે આ લૂંટવાના પાપમાં ભાગ પડાવશો ને? બધા કહે, “ના બાપ ! અમારે કોઈને પાપ ભોગવવું નથી.” આ એવી કંપની છે કે નફો લેવા તૈયાર, ખોટમાં ભાગ પડાવવો નથી.” આ શેર હોલ્ડરો એવા છે કે નફો લે પણ ખોટમાં ભાગીદારી નહિ. ઓછું આપે તો કોર્ટમાં લઈ જશે, પણ પાપમાં ભાગીદારી નહિ. ઘરનાએ ના પાડી કે જે માલ લાવશો તેમાં ભાગીદાર પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org