________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫ જે છ પદો અમે કહેવાના છીએ તેની વિચારણા કરવી.
આ છ પદોની એકાંતમાં રહીને, મૌનપણે, સર્વાગીણ રીતે, સાપેક્ષપણે ગંભીરતાથી જો સતત વિચારણા થાય, તેના ચિંતનની ધારા જો સતત ચાલે તો અંદર એક પ્રક્રિયા થાય છે, ઘટના ઘટે છે. જેમ ઘંટી ફરતી જાય છે ને અંદર અનાજ દળાતું જાય છે, ઘંટી ફરતી દેખાય પણ અનાજ દળાતું દેખાતું નથી પણ લોટ બહાર આવે તો દેખાય છે, તેમ આ ચિંતનની ધારામાં મિથ્યાત્વ મોહનીયના-દર્શન મોહનીય કર્મના દલિકો દળાતા જાય છે.
તમે શાંતિથી બેઠા હો ને છોકરો ટી.વી. ચાલુ કરે ને તમે ડીસ્ટર્બ થાવ છો ને કહો છો કે અલ્યા તું મને ડીસ્ટર્બ કેમ કરે છે ? ટી.વી. છોકરાએ ચાલુ કર્યું ને તમે ડીસ્ટર્બ થયા તેમ આ દર્શનમોહ કર્મના ઉદયમાં આવતા દલિકો સત્યને જોવામાં ડસ્ટર્બન્સ કરે છે, વિક્ષેપ ઉત્પન્ન કરે છે, બાધા ઊભી કરે છે. તત્ત્વ જે રીતે જોવું જોઈએ, જેમ જોવું જોઈએ તેમ જોવામાં અવરોધ કરે છે.
આ વિક્ષેપ ઉત્પન્ન કરનાર દર્શન મોહનીય કર્મનો જથ્થો ચિંતનની ઘંટીમાં પીલાતો જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં અંદર યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ થાય છે અને પછી અંતર્મુહૂર્ત માટે આ દર્શન મોહનીયકર્મના દલિકો સક્રિય થઈ શકતા નથી. ઉદયમાં આવી શકતા નથી, તે વખતે જે ઘટના ઘટે તેને કહેવાય સમ્યગુદર્શન. તેમાં આત્માનો સાક્ષાત્કાર થાય છે, આત્માનો અનુભવ થાય છે. તમે પૂછો છો ને કે સમ્યગદર્શન કેવી રીતે થાય છે? ક્યાં થાય? આ એની પ્રોસેસ છે.
સમક્તિ એક ઘટના છે. શ્રદ્ધા તમારો ગુણ છે. આત્માના અનંત ગુણો છે. તેમાં શ્રદ્ધા નામનો જે આત્માનો ગુણ છે તેનો શુદ્ધ પર્યાય એનું નામ સમ્યગદર્શન. આ સમ્યગદર્શન આત્માને જોવે છે, જાણે છે અર્થાત્ આત્માનો સાક્ષાત્કાર કરે છે. આત્મામાં રમે છે, ઠરે છે, આત્મામાં સ્થિર થાય છે. એ સમ્યગ્દર્શનનું સામર્થ્ય છે. અહીં દર્શન મોહનીયના દલિકો દબાઈ ગયા છે, અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવી શકે તેમ નથી, તેથી જે ગુણ પ્રગટ થયો તેને કહેવાય છે સમ્યગ્દર્શન.
તત્ત્વનો ઉપરછલ્લો વિચાર નહિ, થોડોક વિચાર નહિ પણ એ વિચારની ધારા ચાલુ થાય ને કલાકો સુધી તેમાં ખોવાઈ જાય. એક મુનિ ધ્યાનમાં ઊભા છે, તંદુરસ્ત શરીર છે, યુવાન વય છે. સંસારનો પરિત્યાગ કર્યો છે અને શરીર સુકાતું જાય છે. તેમના સ્વજનો દર્શન કરવા આવે છે. જોયું કે શરીર સૂકાઈ ગયું છે. તેઓ ગુરુદેવને પૂછે છે કે આ ગામમાં શ્રાવકોનાં ઘર છે કે નહિ? આહાર પાણી મળે છે કે નથી મળતાં? આચાર્ય પણ કુશળ હતા. તેમનું શું કહેવું છે તે સમજી ગયા. સ્વજનોએ કહ્યું કે અમારો આ પુત્ર દીક્ષા લીધી ત્યારે તંદુરસ્ત હતો. તે કેમ સૂકાઈ ગયો? ગુરુદેવ કહે છે કે આહાર તો મળે છે પણ મુનિ એકાંતમાં, મૌનમાં, સતત તત્ત્વચિંતનમાં ડૂબેલાં જ હોય છે. અને તત્ત્વચિંતનમાં ડૂબેલા હોવાના કારણે દેહ તરફ તેમનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org