________________
૨૫૨
પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. કેવી રીતે મોક્ષ સ્વભાવ પ્રગટ થાય તેના આ સૂત્રો છે. સમ્યગદર્શન વિના કોઈ પોતાનું સ્વરૂપ જાણી શકે નહિ. સમ્યગદર્શન વિના આત્મા અનુભવી ન શકાય. આશ્ચર્યની વાત તો
એ છે કે...
आप आपसे भूल गया, इनसे क्या अंधेर;
समर समर अब हसत है, नहि भूलेंगे फेर. પોતે પોતાને ભૂલી ગયો, આથી મોટું અંધારું કર્યું હોઈ શકે? બીજું બધું ભૂલો તો ઠીક, પણ પોતાને જ ભૂલ્યા ! શુભ પ્રવૃત્તિઓ કરે છે. કરોડો રૂપિયા ખર્ચ છે. હોસ્પિટલો અને હાઈસ્કૂલો ચાલુ કરે છે, આશ્રમો, વૃદ્ધાશ્રમો પણ ચલાવે છે, લોકોની સેવા કરે છે. શુભ પ્રવૃત્તિ પણ કરે છે છતાં તેના હાથમાં આત્મા હજુ આવ્યો નથી. આ શુભ પ્રવૃત્તિઓની ના નથી. શુભ પ્રવૃત્તિ કરવાનો એકાંતે નિષેધ શાસ્ત્રોએ કર્યો જ નથી, પણ એટલું તો જરૂર કહે કે તમે જે કરો તે સમજીને કરો. આત્માને જાણ્યો નથી, સ્વરૂપ જાણ્યું નથી એ અજ્ઞાનતા છે. શુભ પ્રવૃત્તિ કરે છે પણ અજ્ઞાનતા છે. સેવા કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, સ્વાધ્યાય કરે છે, મંદિરમાં જાય છે, આ બધું કરે છે પણ અજ્ઞાનતા છે. સાધુ બન્યો તો પણ અજ્ઞાનતા અને નવપૂર્વ ભણ્યો તો પણ અજ્ઞાનતા? હા, અજ્ઞાનતા છે.
સમ્યગ્દર્શનમાં આત્મા જોયો. સમ્યગુદર્શન સિવાય આત્મા ન મળે. આત્મા આપણી ડીક્ષનેરીમાં છે જ નહિ. પૈસા, સત્તા, અધિકાર, સ્ત્રી, પતિ, પુત્ર, દાદા, દાદી, છોકરાના છોકરા, મકાન આ બધું આપણા લીસ્ટમાં છે. પરંતુ આત્મા નથી. સમ્યગ્દર્શન જ્યારે થાય ત્યારે આ બધું ગૌણ થાય, અને આત્મા મુખ્ય થાય. સમ્યગદર્શન થવાથી આત્મા સિવાય બધાની કિંમત ઘટી જાય. કૃપાળુદેવે માત્ર સોળ વર્ષની ઉંમરે કહ્યું કે..
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નવ ગ્રહો, વિધવાપણું સંસારનું, નર દેહને હારી જવો,
તેનો વિચાર નહિ અહો હો, એક પળ તમને હવો. ૮૬ વર્ષની ઉંમરે પણ જે ભાન ન થાય તે તેમણે સોળ વર્ષની ઉંમરે થયું અને કહ્યું. આ બાબતનો તમને ક્ષણભર પણ વિચાર નથી આવતો? આ જેવો તેવો ઘા નથી કર્યો. જાગો, જાગો ! પરંતુ સમ્યગ્દર્શન વગર આત્મા તમારી ડીક્ષનેરીમાં નહિ આવે. આત્મા, આત્મા, આત્મા, અમે પાછળ પડ્યા છીએ. લોકો તો કહે છે કે જ્યારે જુઓ ત્યારે આત્મા આત્મા કરો છો, તો બીજું કહીએ શું? અમને આત્મા સિવાય બીજું કંઈ કહેવા જેવું લાગતું નથી. સાંભળવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org