________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૫ વર્ગણા કર્મ બની તમને ચોટે છે. પરંતુ તમે જો સ્વમાં પરિણમો, સ્વભાવમાં પરિણમી તો કર્મ ન આવે. કર્મને ના કહેવાની જરૂર નથી. તમે તમારામાં રહો. તમારો મૂળ ધર્મ તો તમારા સ્વભાવમાં રહેવાનો છે.
જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી, સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણો કી દાસી,
ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. તમે જો પરમાં, પુગલમાં પરિણમશો, પ્રેરણા આપશો, રાગદ્વેષ કરશો, તો કર્મો આવશે. પણ જો સ્વમાં પરિણમશો, સ્વભાવમાં રહેશો તો કર્મો નહિ આવે. કર્મો આવે છે અને જાય છે એ વાત ખરી પરંતુ રાગદ્વેષ ન થાય તો કર્મો આવે નહિ. રાગ દ્વેષ કરો તો કર્મો આવે અને તે ન કરો તો કર્મો જાય. કર્મનો ઉદય હોય, અને કર્મો બળિયાં હોય પણ તે બળ કરતાં તમે તમારું બળ વધારે વાપરો તો કર્મોનો નિકાલ થઈ જાય, એ વાત પણ ખરી. પણ કર્મ કરવાં તે આત્માનો મૂળ ધર્મ કે સહજ સ્વભાવ નથી.
શિષ્યની છેલ્લી શંકા છે કે આત્મા અસંગ છે અને પ્રકૃતિ કર્મબંધ કરે છે, તેના જવાબમાં ગુરુદેવ કહે છે કે “કેવળ હોત અસંગ તો, ભાસત તને ન કેમ?' જો આત્મા એકલો અસંગ હોત તો તને અનુભવ ન થાત ? તને અનુભવ થતો નથી પરંતુ તેને સંગનો અનુભવ થાય છે. રાગદ્વેષનો અનુભવ થાય છે, માટે “અસંગ છે પરમાર્થથી, પરંતુ જ્યારે આત્માને-પોતાને સદ્દગુરુની કૃપાથી કે શાસ્ત્રોના અવલોકનથી, અવગાહનથી, સિદ્ધાંતોની સમજણથી ભાન થાય, જ્ઞાન થાય, સમજણ પ્રાપ્ત થાય કે “તું ચૈતન્યમૂર્તિ આત્મા છો, તને વિભાવોનો સંગ ન હોય, પરનો સંગ ન હોય', એવું તારું ભાન તને જો પ્રગટ થાય, તને પ્રાપ્ત થાય તો તે વખતે તું પરમાર્થથી અસંગ છો. અત્યારે તું રાગદ્વેષના સંગમાં છો. જો આત્મા હંમેશા કર્મ રહિત હોત તો બે કામ થાત. એક તો તારામાં કષાયો રાગદ્વેષ વિભાવો ઉત્પન્ન ન થાત અને રાગ-દ્વેષકષાયો ન થાત તો જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ ન થાત અને બંધ જો ન થાત તો તને અનુભવ થાત કે તારા ઉપર કર્મનું આવરણ નથી. પરંતુ એક વાત જરૂર છે કે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અસંગ છે, કર્મ રહિત છે, પણ અસંગદશાનો અનુભવ અત્યારે નથી.
પરમાર્થ શબ્દ માટે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં શબ્દ છે નિશ્ચયનય. નિશ્ચયનયથી કે પરમાર્થથી આત્મા અસંગ છે. પરંતુ આત્મા અસંગ હોય તો તને કેમ ન ભાસત ? તને અનુભવાતો કેમ નથી? “પણ નિજ ભાને તેમ” તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. અનુભવ એટલે નિજનું ભાન થવું. સમ્યગદર્શન એટલે નિજભાન. તેની વ્યાખ્યા નાનકડી લીટીમાં આપી છે. સમ્યગ્રદર્શન કોને કહેવાય? સમ્યગ્દર્શનનો અર્થ નિજભાન જ્ઞાની પુરુષો શું કહે છે? તારા ઉપર કૃપા કરે છે કે તને તારી દશાનું ભાન થઈ જાય. એનો અર્થ એ કે અત્યારે આપણે બેભાન છીએ. અભાન દશામાં છીએ. નિગોદના જીવો અભાન દશામાં છે, આપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org