________________
૧૭૪
પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ યોનિઓ છે. તમને બળદના અને બિલાડીના અવતારમાં કોણ લઈ જાય છે ? આપણે જ પ્રેરણા કરી સામેથી આમંત્રણ આપીએ છીએ. આત્મા પ્રેરણા આપે છે તો જ કર્મ થાય છે. આત્મા પ્રેરણા ન આપે તો કર્મ થતાં નથી, એક વાત થઈ. અને બીજી વાત એ કે કર્મ કરવાં તે આત્માનો સહજ સ્વભાવ નથી. શિષ્ય કહ્યું હતું કે કર્મ થવાં તે આત્માનો સહજ સ્વભાવ છે, પણ ગુરુદેવ કહે છે કે કર્મ કરવા તે સહજ સ્વભાવ નથી. પ્રેરણા આપે તો જ કર્મ થાય. પાયાની વાત એ છે કે કર્મ બાંધવા એ જીવનો સ્વભાવ નથી. જો જીવનો સ્વભાવ કર્મ બાંધવાનો હોત તો તે સતત કર્મ બાંધ્યા જ કરત અને મોક્ષનો અવસર પ્રાપ્ત થાત નહિ અને જીવનો મોક્ષ કદી ન થાત.
કર્મ બાંધવાં તે જીવનો સ્વભાવ નથી કેમકે રાગદ્વેષ કર્યા પછી જ કર્મ બંધાય છે. રાગદ્વેષ ન કરે તો કર્મ ન થાય. જો જીવ ધારે, નિર્ણય કરે, જાગૃત થઈ જાય, જો સમજણમાં આવી જાય, તો જીવ રાગદ્વેષને રોકી શકે છે. આ તમારી સત્તા છે, ક્ષમતા છે અને તમારો અધિકાર છે. રાગદ્વેષ કરવાં કે ન કરવાં તે તારી મરજી.
કોઈ છોકરો કોઈમાં ફસાઈ ગયો હોય અને તે બરાબર ન હોય, તો મા બાપ કહે કે બેટા ! આ તું સારું નથી કરતો, તું દુઃખી થઈશ, છોકરો કહે કે ના મારે તો એ જ કરવું છે. તો મા બાપ કહે કે તારી મરજી. છ મહિને તે રોતો રોતો મા બાપ પાસે આવે ને કહે કે તમે કહેતા હતા તે સાચું હતું. હું ફસાઈ ગયો છું. હવે મને બહાર કાઢો. કાઢવા બધી ઉપાધિ કરવી પડે ને? જ્ઞાની કહે છે કે રાગદ્વેષ ન કરવા હોય તો તું ન કરી શકે અને રાગદ્વેષને રોકવા જો હોય તો રોકી પણ શકે છે. અને રાગદ્વેષને સર્વથા કાયમ માટે છોડી પણ શકે છે. કેટલી બધી તમને સ્વતંત્રતા છે. કર્મનું જેટલું બળ છે, તેના કરતાં વધારે બળ જો આત્મા વાપરે અને પુરુષાર્થ કરે તો કર્મબંધ થતો નથી, એવી આત્માની પોતાની શક્તિ છે. આ કર્મો અમને હેરાન કરે છે, દુઃખી કરે છે, અને અમને રખડાવે છે તેમ તમે કહેતા હો છો. પરંતુ હવે ભાષા બદલી નાખો. અમારે રખડવું છે માટે અમે રખડીએ છીએ. અમે રાગદ્વેષ કરીએ છીએ માટે અમને કર્મબંધન થાય છે. રાગદ્વેષ કર્યા પછી બોલશો નહિ કે કર્મો અમને દુઃખી કરે છે. તમારું પ્રેરણા આપવાનું કાર્ય ન થાય તો કાર્મણ વર્ગણા એમ ને એમ પડી રહે છે. અને તે કંઈ પણ કરી શકે નહિ. તમે જેવા રાગદ્વેષ કરો એટલે કાશ્મણ વર્ગણામાં કાર્યની શરૂઆત થઈ જાય છે. આ નિયમને સમજો.
વળી કર્મ કરવા એ જીવનો સહજ સ્વભાવ નથી, ધર્મ નથી. જેમ જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે, દર્શન આત્માનો સહજ સ્વભાવ છે, ગુણ છે, તેમ કર્મ કરવા તે આત્માનો ગુણ નથી, સ્વભાવ નથી, ધર્મ નથી. જો આત્માનો કર્મ કરવાનો સહજ સ્વભાવ હોય તો આત્મા હંમેશા કર્મનો કર્તા ઠરે, અને કર્મ કર્યા જ કરે. પછી કદાચ જીવ મોક્ષમાં ગયો હોય તો ત્યાં પણ કર્મ કરે. પણ એવું બનતું નથી. પરમાં એટલે જડ કે પુગલમાં પરિણમવાથી, રાગદ્વેષ કરવાથી, પ્રેરણા આપવાથી, કષાયો કરવાથી, વૃત્તિઓને ઉત્પન્ન કરવાથી, વાસનાઓ કરવાથી કાર્પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org