________________
૨ ૨૮
પ્રવચન ક્રમાંક - ૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ શક્તિ છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્પષ્ટ કરે છે. મુંબઈમાં બેઠાં બેઠાં તમે અમેરિકા કે કોઈપણ જગ્યાએ મોબાઈલ ફોનથી વાત કરી શકો છો. હજારો માઈલ દૂર હોવા છતાં વાતો થઈ શકે છે. આના ઉપરથી સાબિત થાય છે કે પુગલમાં પણ અચિંત્ય શક્તિ પડી છે. પુદ્ગલનો પોતાનો સ્વભાવ છે, અને મઝા તો એ છે કે પુદ્ગલની અચિંત્ય શક્તિને પ્રગટ થવામાં આત્માના ભાવો નિમિત્ત કારણ બને છે, એટલે કમરચના થવામાં આત્માના ભાવો નિમિત્ત કારણ છે અને કર્મનો ઉદય આત્માના ભાવમાં નિમિત્ત બને છે. જડ પુદ્ગલ પરમાણુઓમાં પોતાની આગવી અનંત શક્તિઓ પડી છે. કાશ્મણ વર્ગણા બહુ સૂક્ષ્મ છે અને તે સૂક્ષ્મ હોવાના કારણે તેની શક્તિ પણ અત્યંત સૂક્ષ્મ છે. એવી સૂક્ષ્મ શક્તિ હોવાના કારણે કર્મ સ્વભાવે પરિણમે છે. એક વખત આત્માએ ભાવ કર્યો, રાગદ્વેષ કર્યા, કાર્મણ વર્ગણા ઉપર તેની અસર થઈ, એમાંથી દ્રવ્યકર્મ બન્યું અને તે દ્રવ્યકર્મ આત્માને નિયત ટાઈમે ફળ આપે છે. આ કર્મનું ફળ આપવા માટે વચમાં કોઈપણ એજન્સીની, સાધનની, ઈશ્વરની, પરમાત્માની કે કોઈ દેવદેવીઓની કે અન્ય કોઈની પણ જરૂર નથી. કર્મ જ નિયામક બને છે. એ કર્મમાં જે શક્તિ નિર્માણ થાય છે તે આત્મામાં થતા ભાવના કારણે થાય છે. હવે ૮૬મી ગાથામાં થોડી ગંભીર વાત કરે છે.
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) પરમકૃપાળુ દેવ કહે છે, હે શિષ્ય ! આ બહુ ગહન વાત છે. અમે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ એ વાત અમારે તને કરવી છે પણ વાત કરતાં એમ થાય છે કે આ વાત ગહન, ગંભીર, પારમાર્થિક છે. અત્યંત સાત્ત્વિક, અત્યંત રહસ્યમય છે. આવી ગંભીર હોવા છતાં, સંક્ષેપથી અમે આ ઠેકાણે તને કહીએ છીએ.
સિતારના તાર ઉપર આંગળી અડે તો તેમાં કંપન થાય છે, તેમાંથી ઝંકાર ઊઠે છે, ધ્વનિ ઊઠે છે, તેમ આત્મપ્રદેશોમાં પણ કંપન થાય છે, સ્પંદન થાય છે, ઝંકાર ઊઠે છે, તેને કહેવાય અધ્યવસાય. અધ્યવસાય કહો, ભાવ કહો કે પરિણામ કહો, આ પર્યાયવાચી શબ્દો છે. અધ્યવસાય એટલે આત્મામાં ઊઠતાં કંપનો, સ્પંદનો, શુભ, અશુભભાવો અથવા રાગદ્વેષના ભાવો. આ ભાવો, ઝંકારો ઘણા પ્રકારનાં હોય છે, જેમકે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, ઈર્ષ્યા, અદેખાઈ, ક્લેશ, કંકાશ વગેરે. આ બધાનું લીસ્ટ બહુ મોટું છે. પરંતુ આપણે રોજના જીવનમાં આ બધું અનુભવીએ છીએ.
આ અધ્યવસાયના બે પ્રકારો છે. શુભ અધ્યવસાય અને અશુભ અધ્યવસાય. આ બંને શુભાશુભની ધારા આત્મામાંથી પ્રગટે છે. શુભાશુભમાં પણ ત્રણ પ્રકાર છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આની પણ એક રેઈન્જ એટલે ગતિ છે. આ બધું રોજ જીવનમાં ઘટી રહ્યું છે, છતાં આપણે સમજવા તૈયાર નથી, સમજી શકતા નથી. જેમ અધ્યવસાય જઘન્ય, મધ્યમ અને
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org