________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૨૯
ઉત્કૃષ્ટ હોય છે, તેમ તેનાં પરિણામ પણ જુદાં જુદાં હોય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય હોય તો તેના પરિણામે ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય, શુભ ગતિ મળે. દેવગતિ એ શુભ ગતિ છે. મોક્ષ શુભ ગતિ નથી પણ શુદ્ધ ગતિ છે. કોઈનું મરણ થયું હોય ત્યારે આપણે લખીએ છીએ કે દેવગતિ પામ્યાં છે. ઉત્તમ ગતિમાં અથવા શ્રેષ્ઠ ગતિમાં એ ગયા છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય થાય તો શુભ ગતિ થાય એટલે દેવગતિ મળે. જો ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય થાય તો અશુભ ગતિ એટલે નરકગતિ મળે. આ બધા સ્થળે આપણે અનેક વાર જઈ આવ્યા છીએ, કંઈ નવું નથી. નરકમાં પણ અસંખ્ય વખત અને દેવગતિમાં પણ અસંખ્ય વખત જઈ આવ્યા છીએ. આપણે ભાવ કર્યા વગર રહેતા નથી, અને ભાવ પણ એકધારાસરખાં રહેતાં નથી. ક્યારેક શુભ તો ક્યારેક અશુભ, પણ ભાવની ધારા તૂટતી નથી. થયા જ કરે છે, થયા જ કરે છે.
એક ત્રીજી પણ અવસ્થા છે મિશ્રિત. થોડુંક શુભ અને થોડુંક અશુભ. શુભભાવ થયો. ૫૦૧ રૂ।. દાનમાં લખાવ્યા, પરંતુ તુરત જ મનમાં થયું કે ૩૦૧ રૂા. લખાવ્યા હોત તો પણ ચાલત, ઉતાવળ થઈ ગઈ. આ અશુભ ભાવ થયા. આમ બે ભાવ ભેગા થયા, શુભ અને અશુભ. મમ્મણ શેઠના જીવનમાં પણ આવું બન્યું હતું. એક મુનિ વહોરવા તેને ત્યાં આવ્યા. તેણે બહુ પ્રેમથી મોદક વહોરાવ્યા. મુનિ પાછા ગયા, પાડોશીના કહેવાથી વધેલો ભૂકો મોંમાં નાખ્યો, બહુ સ્વાદ આવ્યો, એટલે મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું, એમ વિચારી મુનિ પાછળ દોડ્યા અને કહે કે મેં મોદક આપ્યો તે પાછો આપો, મોદક વહોરાવ્યા તે શુભ ભાવ અને આપ્યા પછી અરેરે ! મેં ક્યાં વહોરાવી દીધા ! પાછા લેવાનો ભાવ થયો તે અશુભભાવ. આવા કંઈક નાટકો આપણે રોજના જીવનમાં કરીએ છીએ. ક્યારેક ગુસ્સો આવે છે, એ અશુભ ભાવ થાય છે, અને તુરત જ માફી માંગીએ છીએ કે મારી ભૂલ થઈ ગઈ, તે શુભભાવ થયો. વળી ક્યારેક એમ પણ વિચાર આવે કે એમાં મેં શું ખોટું કર્યું ? બરાબર કહેવા જેવું જ હતું, એણે સમજવું ન જોઈએ ? શેરબજારના ભાવો તો બહુ ઝડપથી બદલાતા નથી, તેના કરતાં કઈ ગણા ભાવો આત્માના બદલાયા કરે છે. અહીં એમ કહેવું છે કે મધ્યમ શુભ અને મધ્યમ અશુભ અધ્યવસાય હોય તો તે તે ભાવ પ્રમાણે મનુષ્યગતિ કે પશુગતિ મળે.
આ વિભાવોનું પરિણામ જુઓ. દેવગતિ તે શુભગતિ અને તેનું કારણ શુભ અધ્યવસાય. નરકગતિ તે અશુભ ગતિ અને તેનું કારણ તીવ્ર અશુભ અધ્યવસાય. તે તે પ્રમાણના શુભ અશુભ અધ્યવસાયનું પરિણામ તે મનુષ્યગતિ અથવા પશુગતિ છે.
પૂ. વીરવિજયજી મહારાજ કહે છે કે,
Jain Education International
મદ મત્સર લોભી અતિ વિષયી, જીવતણો હણનાર; મહારંભી મિથ્યાત્વી ને રૌદ્રી, ચોરીનો કરનાર; ઘાતક જિન અણગાર, વ્રતનો ભંજણહાર;
For Personal & Private Use Only
www.jainelibrary.org