________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૫
સમજવા માટે પ્રશ્નો થાય છે. ગમે તેમ થાય પણ આપણે તો આપણો આગ્રહ છોડવા તૈયાર નથી. આપણી માન્યતા અને આપણો મત છોડવા આપણે તૈયાર નથી. આપણે જે માનીએ છીએ તે મૂકવા આપણે તૈયાર નથી. મત અને માન એ બન્ને છોડવા ઘણાં કઠિન છે. લાખો રૂપિયા છોડી શકાય પરંતુ મત અને માન છોડી શકાતા નથી.
શિષ્યે જે જે સૂત્રો આપ્યાં છે તે એક પછી એક સૂત્રો લઈને સદ્ગુરુદેવ તેને સમજાવશે. પદ-૩ હું આત્મા કર્તા છે તે સમાધાન સદ્ગુરુ કરાવે છે.
હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ?
ન
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪)
ચેતન આત્માની પ્રેરણા જો ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે ? શું કહેવું છે ગુરુદેવને ? સમજાય છે ? ચેતન એટલે આત્મા અથવા જીવ કહો અથવા માંહ્યલો કહો અથવા તમે પોતે. તમને જે શબ્દ ઠીક પડે તે વાપરી શકો છો, આ વાત તમારી કરીએ છીએ. આ પાંચ ફૂટવાળા તમે નથી, તમે આ પાંચ ફૂટથી બહાર છો, જુદા છો. તમે ચૈતન્ય છો, આત્મા છો. જો આ આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરશે ? કેમ ? કર્મ તો જડ છે, પુદ્ગલ જડ છે. જડમાં જ્ઞાન નથી અને જડમાં પ્રેરણા આપવાનો સ્વભાવ પણ નથી. જેને જ્ઞાન નથી તે પ્રેરણા આપી ન શકે. જેનામાં જ્ઞાન છે તે જ પ્રેરણા આપી શકશે. જડમાં જ્ઞાન ન હોવાથી તે પ્રેરણા આપી શકતું નથી. અને પ્રેરણા જો ન આપે તો કર્મ બંધાય નહિ. ચૈતન્યની પ્રેરણા જો ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરશે ?
બીજું કર્મ અનાયાસે થાય છે તેમ પણ નથી. અને કર્મ જ કર્મ કરે છે, તેમ પણ નથી. કર્મ જીવનો સ્વભાવ છે તેમ પણ નથી. પરંતુ એક પાયાની વાત એ છે કે ચેતન જો પ્રેરણા ન આપે તો કર્મ ગ્રહણ કોણ કરશે ? તો અંતે એ વાત આવી કે જે કંઈ કર્મો ગ્રહણ થાય છે તે આત્માની પ્રેરણાથી ગ્રહણ થાય છે. અને આત્મા પ્રેરણા આપે છે તે તેનો અપરાધ છે, ગુનો છે. પ્રેરણા જો ન આપે તો કર્મ રચના ન થાય. પ્રેરણા આપીએ છીએ પછી જ કર્મ રચના થાય છે. કર્મ રચના થાય છે પછી આપણે કહીએ છીએ કે કર્મો અમને પજવે છે, લમણે હાથ મૂકીએ છીએ. જ્ઞાની પુરુષો કહે છે કે લમણે હાથ મૂકવાની જરૂર નથી, બબડાટ કરવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. તમે પ્રેરણા આપી માટે કર્મ રચના થઈ અને તમે બંધાઈ ગયા. બંધાયા એટલે તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. કોણે કર્યું ? પ્રેરણા કોણે આપી ? ભાવ કોણે કર્યો ? આમંત્રણ કોણે આપ્યું ? ટેલીફોન કોણે કર્યો ? વેલકમ કોણે કહ્યું ? આપણે. તો આપણે ત્યાં મહેમાનો આવે. કંકોત્રી લખીએ તો મહેમાનો હાજર. હાજર થાય અને આપણે પૂછીએ કે તમે કેમ આવ્યા ? તો કહેશે કે આ આમંત્રણ તમે આપેલું. અત્યારે જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં પ્રવેશ માટેના પાસ આપે છે. પાસ આપીએ પછી જ ભોજનશાળામાં પ્રવેશ મળે. તો પ્રેરણા આપવી તે કર્મોને પાસ આપવા બરાબર છે. સમજાય છે ? આગળ એક ગાથા આવવાની છે. ‘ભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org