________________
૨૬૪
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ હજુ એક ઇચ્છા છે કે બહારગામ પણ મોટી પેઢી ચાલુ થાય તે માટે આશીર્વાદ માગીએ છીએ. જો એક પેઢી અમેરિકા ચાલુ થઈ જાય તો હે શંખેશ્વરદાદા ! હું દર પુનમે દર્શન કરવા આવીશ’. આવી બહારના પદાર્થોની જેને ઝૂરણા છે તે મોક્ષથી છેટો છે. સમ્યગ્દર્શનથી છેટો છે. આત્મજ્ઞાનની ગમે તેટલી વાતો કરે પણ હજુ છેટો છે.
:
આઠમું સૂત્ર ઃ અહીં રોકડી કિંમત ચૂકવવાની છે. ઉધાર માલ નહિ મળે. માલની કિંમત રોકડી ચૂકવવી પડશે. એનાં મૂલ્ય ચૂકવવા પડશે, આ સોદો મફતમાં થતો નથી, જીવન આપવું પડે છે. સંસારમાં તો પદાર્થોની ઝૂરણા થયા જ કરે છે, આ મળે તો સારું, આ મળે તો સારું. ઉત્તરાધ્યયન સૂત્રનાં ચૌદમાં અધ્યયનમાં કહ્યું છે કે,
इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिच्चं । तं अवमेवं लालप्पमाणं, हराहरंति त्ति कहं पमाओ ?
આ અદ્ભુત ગાથા છે. ભૃગુ પુરોહિતના પુત્રો નાના છે. તેમને વૈરાગ્ય થયો છે, અને તેમનાં માતા પિતા ના પાડી રહ્યાં છે. એ માતા પિતાને આ નાની ઉંમરના બન્ને બાળકો કહી રહ્યાં છે કે ‘પિતાજી ! આખી જિંદગી લોલુપતામાં, સપનાં જોવામાં, આસક્તિમાં પસાર થાય છે. કેવી રીતે ? ‘મં ચ મેં અસ્થિ’ આટલું મારી પાસે છે પણ આ મારી પાસે નથી, આ મને મળ્યું, આટલું મેળવવાનું બાકી છે, આ કર્યું અને આ કરવાનું બાકી છે, આ લોલુપતામાં લોકો કિંમતી જીવન હારી જાય છે.’ (૧) જેને પદાર્થોની સૂરણાં છે, (૨) ઈન્દ્રિયોના વિષયોશબ્દમાં, રૂપમાં, રસમાં, ગંધમાં અને સ્પર્શમાં જેને પ્રગાઢ પ્રીતિ છે, તેવો મનુષ્ય કિંમતી જીવન હારી જાય છે. કાળ તેને હરી લે છે. સૂર્ય વિકાસી કમળ ઉપર ભ્રમર બેઠો હોય અને સુગંધ લેવામાં મશગૂલ હોય પરંતુ સૂર્ય આથમે એટલે કમળ બિડાઈ જાય. કવિ એમ કહે છે કે ભ્રમરના મુખ આગળ બે કાંટા હોય છે. એનામાં એટલી તાકાત છે કે બે કાંટાથી તે લાકડું પણ કોરી શકે. કમળ તો ઘણું કોમળ છે છતાં કોરી શકતો નથી, કારણ કે તેને કમળની સુગંધની આસક્તિ છે. ભ્રમર આખી રાત કમળમાં બિડાઈને રહે છે. સવારે હાથી આવી કમળને ઉખેડી નાખે છે ને ભ્રમરના પ્રાણ નીકળી જાય છે, જીવન ખતમ થાય છે, તેમ વિષયોની આસક્તિમાં આપણે જીવન ખોઈએ છીએ. આપણો વૈરાગ્ય કેવો છે તે જમવા બેસીએ ત્યારે ખબર પડે. સબડકા મારતા હોઈએ અને સબડકે સબડકે વાહ વાહ કરતા રહીએ, એમ મોક્ષ ન મળે. ઈન્દ્રિયોના વિષયોમાં પ્રગાઢ આસક્તિ હોય તો મોક્ષ ક્યારેય મળે નહિ.
જેને દેહ પ્રત્યે પ્રગાઢ આસક્તિ છે અને તેના કારણે વ્યાધિ અને મૃત્યુનો ડર છે, તે આત્મ અનુભૂતિની સાધના કરી શકતો નથી.
તમે જ્યારે જન્મ્યા, ત્યારે પ્રકૃતિએ કૃપા કરી અને તમને શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, પાંચ ઈન્દ્રિયો આપી, આંખ આપી, કાન આપ્યા વગેરે. આ બધું એટલા માટે આપ્યું કે આ બધાં દ્વારા તમે પરમ તત્ત્વને પ્રાપ્ત કરી શકો. આસક્તિ પોષવા આ બધાંનો ઉપયોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org