________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૧૩ ખબર પડતી નથી. પણ મનમાં ભાવ ઊઠે કે આણે મને હેરાન કર્યો છે એટલે તેને ઠેકાણે તો પાડવો જોઈએ. તમે બહાર કશું બતાવતા નથી પણ અંદર ઘણું કરો છો. ઈફેક્ટ પડવાની જ છે. અને કદાચ પરિણામ એવું આવે કે તમે ઠેકાણે પડી જાવ. તમે ઈફેક્ટ આપી હતી માટે આ બન્યું. ઈફેક્ટ આપવી તેનું નામ ભાવકર્મ. અને ઈફેક્ટ પ્રમાણે રચના થવી તેનું નામ દ્રવ્યકર્મ. કર્મનું પરિણામ ભોગવવા માટે ફેર જે ત્રીજું તત્ત્વ જોઈએ તેનું નામ શરીર, તમે ચિંતા કરશો નહિ કે ૮૦ વર્ષ કે ૯૦ વર્ષ થયાં, હવે કર્મ ક્યારે ભોગવીશું? અરે ! નવું ખોળિયું, નવું ઘોડિયું અને હાલરડાં ગાનાર તૈયાર જ છે. ત્યાં કર્મ ભોગવાશે. આવા તો અનંત શરીર મળ્યાં.
યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા,
ઉસકી ચિંતા કબહુ ન કરના, હુઈ અપન ધર્મવીરા. આત્મા તો અવિનાશી છે. આત્મા અહીંથી નીકળશે ત્યારે કર્મનું પોટલું સાથે બાંધી લેશે; શરીર, ડાયનીંગ ટેબલ, ફ્રીઝ, ગેસનો બાટલો કે બીજા કોઈપણ પદાર્થો નહિ. ઉદયરત્નવિજય મહારાજે ગાયું કે છેલ્લા વરઘોડામાં સ્વજનો શું આપે ?
કાચી કુલેર ને ખોખરી હાંડલી, કાષ્ટના ભારા સાથે .”
“સાવ સોનાના સાંકળા, પહેરણ નવ નવા વાઘા,
ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા.” આપણે તો માત્ર કર્મનું પોટલું સાથે લઈને જઈએ છીએ, એ દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ સાથે આવે છે. નોકર્મ સાથે આવતું નથી. અને ભાવકર્મ તો ચોવીસ કલાક આપણી સાથે જ હોય છે. આ જે ભાવકર્મ છે તે અસરકારક છે, એ અસર આપે છે. એ અસર કોના ઉપર પડે છે? તે અસર કાર્મણ પરમાણુઓ ઉપર પડે છે. એવો જ એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાર્પણ વર્ગણા ઉપર ભાવકર્મની અસર પડે અને એ કર્મ બને, તેનું નામ દ્રવ્યકર્મ. અને પાછી તેની વ્યવસ્થા પણ નક્કી થાય. ક્યારે ? કેમ ? કેવી રીતે ? તે બધી વાતો આગળ આવશે, ત્યારે આપણે ચર્ચા કરીશું કે આ કર્મ કેટલો ટાઈમ ફળ આપશે? ક્યા સંજોગોમાં? કેવી તાકાતથી? કયું સ્થળ અને કઈ વ્યક્તિ હશે અને કેવું વાતાવરણ હશે? એ બધું નક્કી થાય તે દ્રવ્યકર્મમાં ફાઈલ ક્લીયર થઈ. આખું પાક્યર ઊતરી જાય. અને એ ફાઈલ-કર્મ લઈને નવા શરીરમાં આપણે જઈએ છીએ. જૈનદર્શનનું કહેવું છે કે આ કર્યતંત્રની વ્યવસ્થા છે. શિષ્યને એમ કહેવું છે કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય? એના જવાબમાં ગુરુદેવે કહ્યું કે કર્મ એકલું જડ નથી પરંતુ ચેતન પણ છે. આ પ્રસ્તાવના કરી. હવે ગાથા જોઈએ.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ. જેટલું ઊંડાણમાં જઈ શકાય તેટલું ઊંડાણમાં જવાની કોશિશ કરો. મારી સાથે આવો. આપણે પરમકૃપાળુ દેવ સાથે જઈએ. જેટલા ઊંડા જવાય તેટલું જવું. આ ગાથા બોલાશે ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org