________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૯ અમે એમ કહીએ છીએ કે આત્મા કર્મનો ભોક્તા નથી. શિષ્યની આ વાત સાચી લાગે તેવી છે. કર્મ જડ છે અને જડનાં અનેક લક્ષણો છે, તેમાં મુખ્ય એક લક્ષણ છે કે તેનામાં જ્ઞાન નથી. જ્ઞાન તેનો સ્વભાવ નથી. જડ કંઈ જાણતું નથી, અને જ્યાં જાણવાપણું ન હોય ત્યાં હેતુ ન હોય, ત્યાં પ્રવૃત્તિ ન હોય, ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ ન હોય, માટે આત્મા કર્મનો ભોક્તા નથી.
શિષ્યની આ વાત મહત્ત્વની છે, પરંતુ શિષ્ય એક મુદ્દો ભૂલી જાય છે કે જડ એવા પુગલમાં જ્ઞાનની ક્ષમતા નથી, પરંતુ પુદ્ગલમાં અનંતરૂપે પરિણમવાની ક્ષમતા છે. પુદ્ગલ દ્રવ્યની સ્વાભાવિક રીતે પરિણમવાની ક્ષમતાનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે તે સમજવા પ્રયત્ન કરીએ તો આપણને ચિત્ર સ્પષ્ટ થાય. પુદ્ગલ દ્રવ્યને સમજવા બે શબ્દો જાણવા પડશે. (૧) જડ અને (૨) ચેતન અથવા (૧) જીવ અને (૨) અજીવ. આ અજીવ-જડ શબ્દ જ્યારે બોલીએ ત્યારે એ અજીવ શબ્દને બે વિભાગમાં સમજવો પડે. (૧) અરૂપી અને (૨) રૂપી. જેને આકૃતિ છે, જેનું કદ છે, જે દેખાય છે, ઈદ્રિયોના સંપર્કમાં આવી શકે છે, જેને જોઈ શકાય, જાણી શકાય, વાપરી શકાય, જેનો ભોગ ઉપભોગ કરી શકાય એ રૂપી (જડ-અજીવ) પદાર્થને પુદ્ગલ દ્રવ્ય કહે છે. તેના (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ એમ ચાર ભેદો છે. પુદ્ગલ દ્રવ્યમાં મૂળ એકમ પરમાણુ છે. પરમાણુઓનું સંગઠન થાય છે અર્થાત્ તેઓ ભેગા થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓ ભેગા થાય તેને સ્કંધ કહે છે. સ્કંધ સાથે જોડાયેલો એક ભાગ તેને દેશ કહે છે. સ્કંધ સાથે રહેલા અવિભાજ્ય (જેના બે ભાગ ન થઈ શકે તેવા) સૂક્ષ્મ અંશને (વિભાગને) પ્રદેશ કહે છે. અને સ્કંધથી છૂટો પડેલો તે અવિભાજ્ય અંશ તેને પરમાણુ કહે છે. તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરે ગુણો છે.
પુદ્ગલ દ્રવ્ય સમગ્રપણે કામ કરે છે. તેનામાં રૂપ છે એટલે તમે આંખો ખોલીને જુઓ અને જે દેખાય તે પુદ્ગલ અથવા જડ. કાનથી તમે જે સાંભળો તે પુદ્ગલ, જીભથી જેનો સ્વાદ લો તે પુગલ. શરીરથી તમે જેનો સ્પર્શ કરો તે પુદ્ગલ. નાકથી સુંઘો તે પુદ્ગલ, વજન ઊંચકી શકો તે પુદ્ગલ. આ સમગ્ર વસ્તુ તે પુગલ છે.
જડનો બીજો ભાગ જે અરૂપી છે, તેનામાં જ્ઞાન નથી, ચેતના નથી, તેનામાં જડપણું અને અરૂપીપણું હોવા છતાં તેઓ છે. આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ મહત્ત્વનાં દ્રવ્યો છે, જેઓ અરૂપી અને જડ છે. હાજર હોવા છતાં આપણને તેની ખબર પડતી નથી. પુગલની આપણને ખબર પડે છે. પથ્થરની ખબર પડે, પગમાં કાંકરી ખૂંચે તેની ખબર પડે પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચારે અનંતકાળથી હાજર છે, પરંતુ આપણને તેનું ડીસ્ટરબન્સ કંઈ જ નથી, એટલે ખબર પડતી નથી. જ્યારે જીવ દ્રવ્યને ગતિ કરવી હોય ત્યારે ગતિ કરવામાં સહાયરૂપ ધર્માસ્તિકાય થાય છે. ગતિ ન કરવી હોય તો પરાણે ગતિ કરાવે તેવી વાત નથી. પરંતુ ગતિ કરવી હોય તો જરૂરથી મદદરૂપ થાય છે. જગતમાં બે અવસ્થાઓ છે, કાં તો ગતિ કરો અથવા સ્થિર રહો. જ્યારે બેઠાં છો ત્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org