________________
શંકાઓ શિષ્યની અને સમાધાન સદ્ગુરુ પાસેથી
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ભાગ-૨ માં ૫.પૂ. ગુરુજીએ ગાથા ક્રમાંક ૪૩ થી ૯૧ ઉપર અત્યંત ગંભીર પ્રવચનો આપ્યાં છે. આ પ્રવચનોમાં શિષ્ય મારફત ષટ્કદ ઉપર થતી શંકાઓ અને તેના સમાધાન સ્વરૂપ સમ્યક્ સમજણ સદ્ગુરુ મારફત સંવાદરૂપે આપેલ છે. આત્મજિજ્ઞાસુ સાધકને આત્મદર્શનની સમસ્યાઓના સમાધાન અર્થે આ ગ્રંથ અત્યંત ઉપયોગી નિવડશે. શિષ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નો નીચે મુજબ છે.
પ્રથમ પદ ‘આત્મા છે' વિશે પ્રશ્નો
આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાક મતની પ્રચલિત દલીલો, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની શંકારૂપે - જિજ્ઞાસારૂપે જણાવે છે.
પ્રશ્ન - ૧
હે ગુરુદેવ નેત્રો દ્વારા આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્શદિ ઈન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી. આમ આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં.
પ્રશ્ન - ૨
દેહ, ઈન્દ્રિયો અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ, કોઈ જુદું ચિહ્ન દેખાતું નથી.
પ્રશ્ન - ૩
ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી ?
પ્રશ્ન - ૪
આમ જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોને થાય અને મોક્ષ કોનો થાય ? એટલે મોક્ષના ઉપાય કરવા તે ફોકટ છે.
Jain Education International
For Personal & Private Use Only
25
www.jainelibrary.org