________________
૧૩૬
પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૩ થી ૬૭ એમને સિદ્ધ કરવું છે. આત્મા છે અને તે નિત્ય છે, તે વાત તેઓ જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી અપેક્ષાથી કરે છે. જો ભાઈ ! આ જડમાંથી ચેતન ઉત્પન્ન થાય અને ચેતનમાંથી જડ ઉત્પન્ન થાય એવી ઘટના જગતમાં ક્યારેય બનતી નથી. જડમાંથી બને એ જડ જ હોય, અને ચેતનમાં જે પરિણામ થાય તે ચેતન જ હોય. પરંતુ એવો ગોટાળો થતો નથી કે જડમાંથી ચેતન થાય અને ચેતનમાંથી જડ બને. પુદ્ગલમાં પણ ગોટાળો થતો નથી. આંબો વાવ્યો હોય અને તેમાંથી રાયણ ઊગી જાય. અને રાયણ વાવી હોય તો તેમાંથી જામફળ કે સફરજન ઊગી જાય. આંબામાંથી કેરી જ આવે અને જામફળના ઝાડમાંથી જામફળ જ આવે. તેમ જડમાંથી જડ જ આવે. જડમાંથી ચેતન આવે તેવું ન બને. અને ચેતનમાંથી જડ આવે તેવું ન બને. આ બહુ મોટો પાયાનો સિદ્ધાંત છે. બંને દ્રવ્યો બંને વસ્તુઓ તદ્દન સ્વતંત્ર છે. ક્યારે પણ બંને એક થાય એવું ભૂતકાળમાં પણ થયું નથી, વર્તમાનમાં પણ થતું નથી અને ભવિષ્યમાં પણ થશે નહિ. કારણ કે વ્યવસ્થા જ આ પ્રકારની છે. કોઈને, અજ્ઞાનીને પણ આવો અનુભવ ન થાય માટે આ જડ અને ચૈતન્ય બને તત્ત્વો સ્વતંત્ર છે, છેલ્લે આનો અર્થ એ થયો કે,
કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; આ પહેલી વાત, માટે નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય.”
જરા શાંતિથી સમજીએ, જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગમાંથી થાય નહિ, તેનો નાશ કદી પણ થાય નહીં. માટે આત્મા નિત્ય છે. અવિનાશી છે.
હવે બીજી વાત જ્ઞાની પુરુષો કરે છે. જગતમાં તમે જુદા જુદા પ્રાણીઓને, જુદા જુદા મનુષ્યોને, જુદી જુદી સ્ત્રીઓ અને જુદા જુદા પુરુષોને જુઓ છો, તે દરેકનો સ્વભાવ અને પ્રકૃતિ પણ જુદી જુદી છે. કોઈને જરાક વાત કરો તો ભડકો થઈ જાય અને કોઈને ગમે તેટલી વાત કરો, તેને ખબર બધી પડે છતાં ભડકો થતો નથી. કોઈને વાત કરો તો ખબર જ પડતી નથી. કોઈ માણસ પાસે સંપત્તિ હોય તો સન્માર્ગે વાપરે. કોઈ કહેશે રૂપિયા ભાર ચામડી લઈ જા, એ આપવા તૈયાર છું પણ રૂપિયા નહિ આપું. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે' તો કોઈ વ્યક્તિ એવી છે કે લાખો રૂપિયા પ્રેમથી દાનમાં આપી શકે છે. કોઈને ખૂબ જ ગુસ્સો આવતો હોય, બોલાવો ત્યાં છંછેડાઈ જાય, કોઈની પ્રકૃતિ શાંત હોય, તેમ જુદી જુદી પ્રકૃતિનાં માણસો હોય છે. સંયોગો પણ જુદા જુદા છે. સ્વભાવ પણ જુદા જુદા હોય છે. કબૂતરો શાંત છે, ફૂંફાડા મારતો નાગ શાંત નથી. આ બધી તારતમ્યતા, ઓછા વધતાપણું આપણને દેખાય છે. કોઈનામાં અહંકાર ઓછો, કોઈનામાં અહંકાર વધારે, કોઈનામાં ઈર્ષ્યા ઓછી, કોઈનામાં ઈષ્ય વધારે. કોઈનામાં કામવાસના વધારે તો કોઈનામાં ઓછી હોય. એક જ કારખાનામાં માલ થતો હોય તો બધો એક સરખો હોવો જોઈએ. કારખાનું સમજાય છે ? આ ફોર્ડના કારખાનામાં મોટરકાર હજારો બને છે, પણ બધી એકસરખી. મોડલ જુદું હોય તો વાત જુદી છે પણ એક મોડલની જેટલી કાર બને તે બધી જ એક સરખી બને છે. પરંતુ આ જગતમાં જેટલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org