________________
૧૩૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા દેખાય તે સંયોગો દેખનાર આત્મા છે, તેના અનુભવમાં એ પ્રગટ થાય છે, એટલા માટે નક્કી થાય છે “ઉપજે નહિ સંયોગથી', આત્મા સંયોગથી ઉત્પન્ન ન થાય. એ માટે આત્મા નિત્ય છે.
આત્મા પ્રત્યક્ષ પણ છે, કારણ કે અનુભવ કરનારો તો તે છે. તમને ભલે આત્મા દેખાતો ન હોય પણ પગમાં દુઃખાવો થાય છે તેની ખબર તો પડે છે ને? એ પગને ક્યાં ખબર પડે છે કે મને દુઃખાવો થાય છે. પગને કોઈ અડે તો અરે બાપ રે ! મરી ગયો. એ ખબર કોને પડી? પગને કે તમને ? પગમાં થાય છે પણ પગને ખબર પડતી નથી, તમને ખબર પડે છે. ગમે તેવો દુઃખાવો થતો હોય અને બૂમ પાડતો હોય અને આંખ મિંચાઈ જાય પછી તેને પૂછો કે શું થાય છે? જવાબ નહિ મળે. એ અનુભવ કરનાર તો જુદો હતો અને તે ગયો.
અનુભવ કરનાર આ શરીરના પહેલાં પણ હતો, અને પછી પણ હશે. માટે એ અનુભવ કરનાર આત્મા ઉત્પન્ન થયો નથી, તેને બનાવી શકાય તેવો કાચો માલ પણ આ જગતમાં જોવામાં આવતો નથી કે જેમાંથી આત્મા બનાવી શકાય. પ્રદર્શનમાં તમે જાવ તો હજારો ચીજો તમને જોવા મળશે. મોટરકાર અથવા પ્લેન તમે જુઓ તો કેટલાય સ્પેર પાર્ટસની મદદથી તે બને છે. પરંતુ આત્મા તૈયાર થાય તેવો કાચો માલ જગતમાં છે નહિ. કારણ આત્મા બનતો નથી, આત્મા છે અને સ્વાભાવિક છે.
સ્વાભાવિક પદાર્થ જે હોય તે નિત્ય હોય અને સાંયોગિક હોય તે નાશવંત હોય. આ વ્યાખ્યા બરાબર સમજી લો તમારા કામમાં આવશે. આ જન્મમાં ઉપયોગ ન થાય, પરંતુ મનમાં બેઠું હશે તો આવતા જન્મમાં પણ કામમાં આવશે. આ સમજણ તમારી સાથે આવી શકશે. સંયોગથી જે બને છે તે નાશવંત હોય અને કદી પણ બનતું નથી તે અસંયોગિક હોય. તે નાશવંત ન હોય, જે અસંયોગિક હોય તે સ્વાભાવિક હોય. જે સ્વાભાવિક પદાર્થ હોય તેનો અનુભવ થાય. પરમકૃપાળુદેવ કહે છે કે આત્મા પ્રત્યક્ષ છે અને નિત્ય છે. આ પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે તેનો અર્થ એ કે આત્માનું જ્ઞાન થઈ શકે છે, અનુભવ થઈ શકે છે. આપણે આત્મા હોવા છતાં અત્યારે આપણને આત્માનો અનુભવ નથી. આપણે છીએ તો આત્મા જ. કોઈ હાલતમાં આપણે શરીર નથી, ઈન્દ્રિયો નથી, પ્રાણ નથી, મન નથી, છીએ તો આત્મા જ, પણ આત્મા છીએ તેવો અનુભવ નથી, પ્રતીતિ નથી. અહીં એમ કહ્યું કે દેહમાં રહેલ હોવા છતાં એ શરીર સાથે કદી એકમેક થતો નથી. અને એકમેક થવાની ક્ષમતા પણ નથી. માટે હે શિષ્ય ! આ બધો વિચાર કરતાં આત્મા દેહથી ભિન્ન ને નિત્ય છે, અવિનાશી છે.
એક બીજી વાત, જગતમાં બે વસ્તુઓ છે. દેખાય તે જડ પદાર્થ પુદ્ગલ અને બીજો ચૈતન્ય છે.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય;
એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. (૫) એક પછી એક સમજાવટ શ્રી સદ્ગુરુ કરી રહ્યા છે. કોઈપણ રીતે આ આત્મા છે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org