________________
૧૩૪
પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ સંયોગો તે દશ્ય છે અને તેનો દેખનારો કોઈ દ્રષ્ટા છે. દશ્ય એટલે જે દેખાય છે, જેને જોઈ શકાય છે અને જેનામાં જોવાની નહિ પણ જણાઈ જવાની ક્ષમતા છે, તેને કહેવાય છે દશ્ય. જો દૃશ્ય હોય તો તેનો દ્રષ્ટા દેખનારો હોવો જોઈએ. દશ્ય હોય અને તેનો દેખનારો પણ હોય તો બન્ને જુદા હોવા જોઈએ.
જોનારો જેને જોઈ રહ્યો છે તે બન્ને જુદા છે. એ જોનાર આત્મા જોઈ રહ્યો છે કે જગતમાં એવો કોઈ સંયોગ નથી કે જે સંયોગમાંથી આત્મા ઉત્પન્ન થાય. એમ કહેવું છે કે કપડું ઉત્પન્ન થયું રૂમાંથી. રૂના તાંતણા બન્યા. વણવામાં આવ્યા અને કપડું બન્યું. ઘડો બન્યો માટીમાંથી. મકાન બન્યું કારીગરોના હાથેથી, ઇંટ, ચૂનો, સીમેંટ વગેરે લાવ્યા અને મકાન બન્યું. પરંતુ જગતમાં એવો કોઈ સંયોગ જોવામાં આવતો નથી કે જેનાથી આત્મા બન્યો હોય. સમજી લ્યો આ વાત કે એવો કોઈ જ સંયોગ જણાતો નથી કે જેનાથી આત્મા નામની ચીજ બને.
લોકોને એમ લાગે છે કે પંચમહાભૂતમાંથી આત્મા બને છે. પંચમહાભૂતમાં કોઈપણ તત્ત્વ એવું નથી કે જેમાં જોવાની કે અનુભવ કરવાની ક્ષમતા હોય. એક રેતીના કણમાં જો તેલ નથી તો હજારો રેતીના કણ ભેગા કરો તો તેમાંથી તેલ નીકળી શકશે નહિ. ભર્તૃહરિએ કહ્યું કે રેતીને પીલીને કોઈ માણસ તેલ કાઢવાની ચેષ્ટા જો કરે તો તેને કદી પણ સફળતા મળવાની નથી. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ એ પૃથક્ કરો કે સાથે રાખો પરંતુ તેનામાં જાણવાની ક્ષમતા નથી. થોડી થોડી જો ક્ષમતા હોય તો પાંચ ભેગા થાય તો વધારે જાણી શકે, પણ ક્ષમતા જ નથી તો જાણશે કઈ રીતે ? તમને કંટાળો આવે, પરંતુ આ વાત સ્પષ્ટ થવી બહુ જરૂરી છે કે જેનાથી આત્મા ઉત્પન્ન થાય તેવું કોઈ રસાયણ કે કોઈ કિમિયો જગતમાં નથી.
હજારો ચીજો જગતમાં બનતી જોવાય છે. જુદા જુદા સંયોગોમાંથી એ વસ્તુ બને છે. રોટલી બને તો લોટ પાણી બે તો ખરાં, પછી વણનારા ભળે તે ત્રીજા, વેલણ પાટલો સાધન જોઈએ તે ચોથા. પરંતુ આ બધાનો સંયોગ છે તો રોટલી બને છે. તો જગતમાં જેટલા સંયોગો છે તેમાંથી જુદી જુદી વસ્તુ બને છે, પણ હે શિષ્ય ! જગતમાં એવો કોઈ સંયોગ અમને દેખાતો નથી જેમાંથી આત્મા નામની ચીજ બને, આત્મા નામનું તત્ત્વ બને, માટે આત્મા તે સંયોગોથી પર છે, સંયોગોમાંથી ન બને તેવું અસંયોગી તત્ત્વ છે.
ફરી પુનરાવૃત્તિ કરીને..આપણા શરીરમાં જે કંઈ બન્યું તે સંયોગોથી બન્યું. અન્ય વસ્તુઓ બની તે સંયોગોથી બની. પરંતુ આત્મા એવો છે કે જે અસંયોગી છે. અને બીજો શબ્દ એ સ્વાભાવિક પદાર્થ છે. તેના હોવા માટે બનાવવાની જરૂર નથી. આ જગતમાં બધી વસ્તુઓ ઉત્પન્ન થતી જણાય છે કારણ કે તે બને છે, બનાવવી પડે છે, અને જે કંઈપણ આપણને દેખાય છે તે કશાકમાંથી બને છે, અને બને છે તે સંયોગોમાંથી બને છે. પણ આત્મા સ્વાભાવિક છે, સ્વાભાવિકનો અર્થ જે બનતો નથી, બનાવવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી એવો આત્મા નિત્ય અને પ્રત્યક્ષ છે. ‘જે સંયોગો દેખીએ તે તે અનુભવ દશ્ય’ જેટલા સંયોગો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org