________________
૧૬૦
પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ આ જુદી જુદી વેરાયટી થાય છે. તમારી પાસે શું છે ? શરીર એક, ઈન્દ્રિયો બે, મન ત્રણ, શ્વાસોચ્છવાસ ચાર, આયુષ્ય પાંચ ભાષા છે, અને સાતમી વાત બહુ મહત્ત્વની છે તે કાર્પણ વર્ગણાના પરમાણુઓમાંથી બનેલાં કર્મો છે. આ કર્મ એમને એમ બનતાં હોય? કર્યા વગર બનતા હોય? સ્વાભાવિક બનતાં હોય? કર્મ કરે કોઈ અને વળગે કોઈને? આવું થતું હોય તો મોટી અવ્યવસ્થા થઈ જાય. પરંતુ શિષ્ય આ બધું કંઈ વિચારતો નથી. તેને તો જ આત્મા કર્મનો કર્તા નથી તેમ નક્કી થઈ જાય તો આ બધી વાતમાંથી છૂટ્યા. ધર્મમાંથી છુટકારો, ધ્યાનમાંથી છુટકારો, સાધનામાંથી અને દર્શનશાસ્ત્રમાંથી છુટકારો. પછી ક્યાંય જવાની જરૂર જ નથી. મંદિરમાં કે ઉપાશ્રયે, ગુરુઓ કે સદ્ગુરુ પાસે, કશે જવાની જરૂર નથી. | પહેલી વાત શિષ્યને કરવી છે કે ગુરુદેવ, આત્મા છે તે વાત સ્વીકારી, આત્મા નિત્ય છે તે વાત પણ સ્વીકારી અને સંતોષ થયો, પણ અમને એમ થાય છે કે આત્મા કર્મનો કર્તા નથી પરંતુ કર્મ જ કર્મનો કર્તા છે. કર્મ જ કર્મને કરે છે, આત્માને વચ્ચે ન લાવો. આના સંબંધમાં આગળ ગાથા આવવાની છે, તેનું પહેલું વાક્ય છે ‘ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ.' એ આવશે ત્યારે ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ, એમ કર્મ ત્રણ પ્રકારનાં છે, તેની ચર્ચા થશે. આજે પણ ધરતી ઉપર જૈનદર્શનમાં કર્મશાસ્ત્ર છે અને તેના ઓછામાં ઓછા એક કરોડ શ્લોક છે. કર્મભૈરવી, લોકપ્રકાશ, ગોમ્મદસાર, ક્ષપણાસાર, લબ્ધિસાર છ કર્મગ્રંથ, આ બધા કર્મ તંત્રના શાસ્ત્રો છે. તમને આ બધી વાતો વાંચવી કઠિન લાગશે. આ જીવને તત્ત્વજ્ઞાન તરફ વલણ, ઢલણ ઓછું છે. એ કરોડ શ્લોકમાં કર્યતંત્રની વ્યવસ્થા સમજાવેલ છે, કર્મનો બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વિગેરે. કર્મ કેવી રીતે બંધાય છે ? ક્યારે ઉદયમાં આવે છે? કેવી રીતે ભોગવવા પડે છે? ભોગવતી વખતે શું વ્યવસ્થા થાય છે? કયું દ્રવ્ય? કયું ક્ષેત્ર? કયો કાળ ? ક્યો ભાવ? ક્યો ભવ? કઈ યોનિ? ક્યાં? ક્યારે? કેવી રીતે? કેટલાં ટાઈમ માટે સ્થિતિ? અને શક્તિ કેટલી? અનુભાગ-રસ કેટલો? દળ કેટલું? અને સમયે સમયે તેમાં શું થાય છે? હું આ બધું એકી સાથે બોલી ગયો-આ બધી વ્યવસ્થા કર્મ વિષયક શાસ્ત્રોમાં વર્ણવી છે.
કર્મનો ઉલ્લેખ કરીએ ત્યારે ત્રણ શબ્દો આવશે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. તેમાંથી આપણે અહીં એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, દ્રવ્યકર્મ'. જુઓ પહેલાં કર્મ બંધાય. એ કર્મો એના ટાઈમે ફળ આપવા તત્પર થાય છે. જે કર્મ બંધાય છે તે કેવું ફળ આપશે તે પણ કર્મબંધ વખતે નક્કી થાય છે. કેટલી શક્તિથી આપશે તે પણ નક્કી થાય છે. કેવી રીતે આપશે? તે વખતે સાથે કોણ હશે તે પણ નક્કી થાય છે. તમે બધું ગોઠવીને આવ્યા છો. આ જે પતિ મળ્યો, આ પત્ની મળી, પુત્ર મળ્યો, સ્વજનો મળ્યા, મુંબઈ શહેર મળ્યું, ફલેટ મળ્યો આ બધું કેવી રીતે મળ્યું? આમાનું તમે શું ગોઠવીને આવો છો? તમને ક્યાં ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે ? પછી ખબર પડે છે કે આ તો બધી માયા છે. જમ્યા પછી આ વિસ્તાર થયો, પત્ની, પુત્ર, ભાઈ, મારી બહેન, મારું ઘર, મારો ધંધો, આ ધંધાની આવક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org