________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૩
પૂરતી જે અવસ્થા-તેનું હોવાપણું એને કહેવાય છે પર્યાય. તમે જ્યારે જુઓ છો ત્યારે તેમાં ઘણું બધું ચાલ્યું ગયું હોય છે. પુદ્ગલની અનંત પર્યાયો થાય પણ તે બધી પર્યાયો જડ હશે પણ એની કોઈ પણ પર્યાય ચેતન નહિ હોય. એવી ભૂલ કોઈ દ્રવ્યમાં થતી નથી. એક પાટા ઉપરથી ગાડી બીજા પાટા ઉપર જાય, એક રસ્તો ભૂલીને તમે બીજા રસ્તે ચાલ્યા જાવ, અને રૂપિયા ગણતાં ગણતાં તમે પાંચને બદલે સાત ગણી લો એ ભૂલ થાય પણ જડમાંથી ચેતનની પર્યાય થાય તેવું ત્રણકાળમાં ન બને. અને ચેતનમાંથી જે પર્યાય થાય તે ચેતનની જ હશે તેમાં જડ પર્યાય ક્યારેય ન થાય. આ ૩૮ મી ગાથા અક્ષાંશ રેખા છે, વ્યવસ્થા છે અને દરેક દ્રવ્યનો સ્વભાવ છે. અને એ પણ યાદ રાખજો કે વસ્તુમાં અનંતગુણો છે પણ છ ગુણો પાયાના છે. (૧) અસ્તિત્વ એટલે સતપણું - હોવાપણું. (૨) વસ્તુત્વ એટલે જાતિ અને વ્યક્તિ રૂપતા (૩) દ્રવ્યત્વ એટલે ગુણ પર્યાયના આધારપણું (૪) પ્રદેશત્વ એટલે પ્રદેશોનું હોવાપણું (૫) પ્રમેયત્વ એટલે જ્ઞાનનો વિષય બનવાપણું. અને (૬) અગુરુલઘુત્વ એટલે જડને જડ અને ચેતનને ચેતન તરીકે રાખવાપણું.
આ અગુરુલઘુત્વ ગુણ જડમાં પણ છે અને ચેતનમાં પણ છે. જે જડને જડ તરીકે જ રાખે એટલે તેને ચેતન થવા ન દે અને ચેતનને ચેતન તરીકે જ રાખે એટલે તેને જડ થવા ન દે. જડ ચેતન નહિ થાય અને ચેતન જડ નહિ થાય તેવી વસ્તુની મર્યાદા આ ગુણને લઈને છે. આ મર્યાદા જાળવવાનું કામ જે કરે છે તેને અગુરુલઘુ ગુણ કહે છે. ભગવાને, જ્ઞાની પુરુષોએ આ બધા ખજાનાઓ આપણા માટે રાખ્યા છે પણ આપણને સમજવાનો ટાઈમ જ ક્યાં છે ? ગમે તેટલા લેબોરેટરીમાં પ્રયોગો કરવામાં આવે પણ આ ઘટના ક્યારેય બનતી નથી કે જડ ચૈતન્ય બને. કારણ કે દ્રવ્યનો પોતાનો અગુરુલઘુ નામનો સ્વભાવ છે.
સાથે સાથે એ વાત પણ સમજવા જેવી છે કે આત્માના અનંત ગુણો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, વીર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, પ્રેમ, કરુણા, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે આત્માના અનંતગુણો છે પણ ખૂબી એવી છે કે જ્ઞાનગુણનું કાર્ય શ્રદ્ધા ગુણ ન કરે અને શ્રદ્ધા ગુણનું કાર્ય ચારિત્ર્ય ગુણ ન કરે અને ચારિત્ર્ય ગુણનું કાર્ય વીર્ય ગુણ ન કરે. જ્ઞાન શ્રદ્ધા ન થાય અને શ્રદ્ધા ચારિત્ર્ય ન થાય. દરેક ગુણ અલગ અલગ છે, દરેક ગુણ સ્વતંત્ર છે અને દરેક ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે. એવી સ્વતંત્રતા જાળવી રાખવાનું કામ એ દ્રવ્યમાં પોતામાં છે, તેને કહેવાય છે અગુરુલઘુગુણ. સામાન્ય વ્યાખ્યા એવી કરે છે કે બહુ ભારે નહિ, બહુ હલકો નહિ એનું નામ અગુરુલઘુ ગુણ. પણ એ વ્યાખ્યા અહીં નથી. પણ વસ્તુનું વસ્તુત્વ સદા માટે જાળવી રાખે એવું સામર્થ્ય જે ગુણમાં છે તેને કહેવાય છે અગુરુલઘુ ગુણ. હવે એમ કહેવું છે કે આત્મામાં અનંત ગુણો છે, પણ જે ગુણથી, તેને બીજા દ્રવ્યથી જુદો પાડી શકાય, ઓળખી શકાય તે ગુણ જ્ઞાન અને આનંદ છે.
પુદ્ગલ નિત્ય છે અને ચેતન પણ નિત્ય છે. પુદ્ગલની પર્યાય અનિત્ય છે અને ચેતનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org