________________
૨૦૮
પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ છે, પરમાત્મા જેવો છે, તેને કર્મ ચોર્યાશી લાખ જીવાયોનિમાં કેમ ફેરવે છે? અહીં તો આપણી હાલત ઘણી સારી છે. આપણે મનુષ્યભવમાં તો ઘણી સારી રીતે જીવીએ છીએ, પરંતુ બળદ બનીએ, ગાય બનીએ, શેરીનાં કૂતરાં બનીએ તો શું હાલત થાય? આ આત્મા પરમાત્મા અને સિદ્ધ જેવો છે, જે અનંત જ્ઞાન અને આનંદ તથા વીર્યથી ભરેલો છે, તેની આવી હાલત થાય ! અને આવી હાલત કરવામાં કર્યતંત્ર આટલો મહત્ત્વનો ભાગ ભજવે ? તેની કંઈક ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ.
આ ૮૨મી ગાથા તમામ કર્મતંત્રનો પાયો છે, માટે અત્યંત મહત્ત્વની છે. આપણને લાગે છે કે આપણે કર્મવાદી છીએ. જૈનદર્શનમાં કર્મવિજ્ઞાન છે, કર્મની ફીલોસોફી છે. પણ આપણી સામે ચિત્ર સ્પષ્ટ નથી. સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. માની લેવું તે જુદી વાત છે અને હોવું તે પણ જુદી વાત છે. આપણને ખબર છે કે આ કર્મો હેરાન કરે છે, પણ કર્મો જડ છે. તમે કર્મો સાથે લડ્યા નથી, તમારે કંઈ વહેંચવું નથી. તમારે તેની સાથે કોઈ ભાગીદારી નથી, સંબંધ નથી અને છતાં કર્મો તમને હેરાન કરે છે. આ કર્મો પાછળ કોઈ વિજ્ઞાન કામ કરે છે, માટે ધીરજથી આ વાતને સમજીએ.
કર્મના ત્રણ પ્રકાર છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. નોકર્મ એટલે કર્મ નહિ એમ નહીં પણ કર્મનું કારણ. જેમ આ ઘઉં ક્યાં પાકશે? અનાજ ક્યાં ઊગશે? આનો વિકાસ ક્યાં થશે? આ પ્રોસેસ ક્યાં થશે? ગ્રેનાઈટ પથ્થર ઉપર કે તમારા મકાનમાં? ના, ખેતર વગર નહિ થાય. ખેતર કારણ છે તેમ કર્મનું કારણ નોકર્મ છે. એક અર્થમાં આખો સંસાર નોકર્મ છે. એ પોતે કર્મ નથી પણ કર્મનું કારણ છે. જગતમાં કોઈક પ્રત્યે રાગ થયો, આસક્તિ થઈ, દ્વેષ થયો, ધૃણા થઈ, કોઈકના પ્રત્યે અણબનાવ થયો, આ બધાં જ ફેક્ટર કર્મબંધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, છતાં પોતે કર્મ નથી. પોતે કર્મ નથી છતાં તેના વગર કર્મો થતાં નથી, એવું જે કર્મ તેને કહેવાય છે નોકર્મ. મુખ્યત્વે શરીરને નોકર્મ કહેવાય છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, હિંદુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ કાશ્મીરમાં થયું, તેમ આત્મા અને કર્મનું યુદ્ધ શરીર પર થાય છે. શરીર યુદ્ધ માટે મોટું મેદાન છે.
આપણી સૌથી મોટી મૂડી તે શરીર. ડૉક્ટર તમને કહે કે તમને ફલાણી બિમારી છે, તેની દવા કરવી પડશે. ઓપરેશન કરવું પડશે અને રૂા.પાંચ લાખ થશે. પૈસા ભેગા કરતાં નાકે દમ આવી ગયો છતાં તમે પૈસા આપવા તૈયાર થશો, કારણ કે શરીર વધારે વહાલું છે. નવે નવું ઘર બનાવ્યું હોય, વિધિ વિધાન કર્યા હોય, પૂજા કરી હોય, ગણેશજી, ધરણેન્દ્રદેવ, પદ્માવતીજી, મણિભદ્રજી, ઘંટાકર્ણજી વિગેરને બોલાવ્યાં હોય-આવે છે કે નહિ તે ખબર નથી પણ બોલાવીએ છીએ જરૂર. ગણેશજીને ચોકી પહેરો કરવા ઘરની બહાર બેસાડીએ છીએ અને વાસ્તુ પૂજા કર્યા પછી સિદ્ધિ વિનાયક મંદિરમાં પાછા પધરાવીએ છીએ. આ બધું કરીને મકાનમાં રહેવા જઈએ છીએ. અચાનક રાતના આગ લાગે અને આખું મકાન ભડકે બળે તો તમે બહાર નીકળી જાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org