________________
પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ નાની પડે, ઓછી પડે, એવું કંઈક બન્યું એમનામાં, એવું કંઈક તેઓએ અનુભવ્યું કે જેથી અસહ્ય દુઃખો પડવા છતાં પણ તેઓ ચલાયમાન થતા નથી.
આવી અનુભવની ભૂમિકામાં જવા માટે સાધકને અનિવાર્યપણે જે તત્ત્વની વિચારધારા જોઈએ, તેનાં વર્ણનનો પ્રારંભ આ ગાથાઓથી થાય છે. ૪૨મી ગાથાની ટીકામાં કહ્યું કે “જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય.” શેના ઉપર વિચાર કરશો? વિચાર કઈ ભૂમિકા ઉપર કરવો? વિચાર માટે સામગ્રી જોઈએ.
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા. કોનો વિચાર ? શંકરાચાર્યજીએ કહ્યું છે કે સાધક પ્રાત:કાલના બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? હું ક્યાંથી આવ્યો છું? શું મારી અવસ્થા છે? આ દૃશ્ય જગત દેખાય છે તે શું છે? અને મારે એનું શું કામ છે?' આવા વિચારો કરે. આ તત્ત્વવિચાર છે. આ પ્રમાણે તત્ત્વ વિચાર માટેની એક મૌલિક સામગ્રીનો પ્રારંભ આત્મસિદ્ધિની આ ૪૨ ગાથાઓ પછી થાય છે.
સાધકને પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. આ યોગ્યતાનાં ચાર લક્ષણો આગળ વર્ણવ્યાં છે તેથી એને આપણે યાદ કરતા નથી. પરંતુ વ્યવહારના બીજા ચાર લક્ષણો નીતિ, સંતોષ, સદાચાર અને સંયમ” જે પાયામાં અનિવાર્ય છે તે સહિત સાધકનો તમામ વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. જેની પાસે વ્યવહાર શુદ્ધિ નથી એવો સાધક “કષાયની ઉપશાંતતા' આદિ ચાર લક્ષણો પ્રાપ્ત કરી શકતો નથી. સાધક ધન મેળવે, ધન ઉપાર્જન કરે પણ બંધારણમાં નીતિ જોઈએ અને એ સંતોષયુક્ત જીવન જીવે. તેના જીવનમાં સદાચાર અને સંયમ જોઈએ. નીતિ અને સંતોષ, સદાચાર અને સંયમ વ્યવહાર શુદ્ધિનાં મુખ્ય પરિબળો છે. જે વ્યક્તિ અન્યાય કરે, છેતરપીંડી કરે, ગમે તેવો ખોટો વ્યવહાર કરે, બીજાઓની સાથે બનાવટ કરે, બીજાનો દ્રોહ કરે અને ભ્રષ્ટાચાર કરે તેને યોગ્યતા પ્રાપ્ત ન થાય. પરંતુ જ્યાં અનીતિ નથી, જ્યાં અન્યાય અને અનાચાર નથી, જ્યાં અત્યંત આરંભ પરિગ્રહની વૃત્તિ નથી, એવું જેનું સાદું સરળ, શુદ્ધ વ્યવહારિક જીવન છે, તેને યોગ્યતા પ્રાપ્ત થાય.
પરમકૃપાળુદેવે કહ્યું કે “વ્યવહાર શુદ્ધિ વગર આંતરિક શુદ્ધિ નહિ થાય.” આંતરિક શુદ્ધિ વગર અંતઃકરણ શુદ્ધ નહિ થાય. અંતઃકરણ શુદ્ધ થયા વિના તત્ત્વવિચાર જાગૃત નહિ થાય, તત્ત્વવિચાર વગર જ્ઞાન પ્રાપ્ત નહિ થાય, જ્ઞાન વગર મોહ નહિ જાય અને મોહ ગયા વગર મોક્ષ મળે નહિ.” યાત્રા આ લીંકથી શરૂ કરવી પડશે, માટે કહ્યું કે જીવનભર કોઈપણ હાલત કે પરિસ્થિતિમાં વ્યવહાર શુદ્ધિ પૂરેપૂરી જરૂરી છે. સાધક પોતાના જીવનમાં બાહ્ય પદાર્થને મૂલ્ય ઓછું આપશે અને આંતરિક અવસ્થાને મૂલ્ય વધારે આપશે. ધન ઓછું મળશે તો ચાલશે, પણ નીતિ જાય તે નહિ ચાલે. જગતનાં પદાર્થો ઓછાં મળશે તે ચાલશે, પણ પ્રામાણિકતા ખોવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org