________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પડે તે નહિ ચાલે. જગતના ભોગો ઓછા ભોગવાશે તો ચાલશે, પણ સંયમની પાળ તૂટે તે ન ચાલે, આવા માનસિક નિર્ણયો સાથે સાધક પોતાની યાત્રા શરૂ કરશે.
સૌભાગ્યભાઈ આત્માર્થી હતા. તેમની ભૂમિકા ઊંચી હતી, શ્રેષ્ઠ હતી, છતાં પ્રારબ્ધના યોગે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી, અને આ મુશ્કેલી તેઓ પાર કરી ગયા, તેમાં એક કારણ એ હતું કે પોતે પોતાના દિલની, પોતાના હૃદયની મૂંઝવણને, પોતાની સમસ્યાને ખુલ્લા દિલે સરળતાથી, ગોપવ્યા સિવાય પરમકૃપાળુદેવ પાસે રજૂ કરતા હતા. બીજી વાત એ હતી કે ત્યાંથી જે આદેશ મળે તેનું પ્રાણના ભોગે પણ પાલન કરતા હતા. આ મોટું પરિબળ છે. આવી અવસ્થામાં જીવતા હોવાથી એમને જે માર્ગ પ્રાપ્ત થવો જોઈએ તે માર્ગ એમને મળ્યો.
મહાપુરુષોએ કહ્યું છે કે અનુકરણ ન કરશો પરંતુ અનુસરણ કરજો. “માંગીને ગુજરાન ચલાવીશું, પણ અન્યાય કરીને કદી પણ ગુજરાન ચલાવીશું નહિ, આ વચનને અમારા વારંવાર નમસ્કાર હો'. આ પરમકૃપાળુદેવનું સૌભાગ્યભાઈ પ્રત્યેનું વચન છે. આ સામર્થ્ય છે, આ હિંમત, આ તાકાત અને આ શુદ્ધિ છે. આવી શુદ્ધિ રાખીને જીવન જીવવાનો પ્રારંભ સૌભાગ્યભાઈએ કર્યો. એમની વ્યવહાર શુદ્ધિ હતી, તેના પરિણામે આત્મશુદ્ધિ થઈ અને પરમકૃપાળુદેવનો જોગ ફળ્યો. એમનામાં જે ઘટના ઘટવી જોઈતી હતી તે ઘટી. આપણને આત્મસિદ્ધિ મળી છે તે મારા તમારા માટે નહિ પરંતુ સૌભાગ્યભાઈ માટે છે. આત્માનાં ષપદનો પત્ર એમને મોકલવામાં આવ્યો. એમણે વાંચ્યો અને પછી કહ્યું કે આ ગદ્ય યાદ રહેતું નથી, આપ પદ્યરૂપે આપો. તો કંઠસ્થ થઈ શકે અને યાદ રહી શકે. સૌભાગ્યભાઈ ઉપર ઉપકાર થાય તે અર્થે આ પદ્યની રચના કરી.
આત્મસિદ્ધિનો પ્રારંભ આ ૪૩મી ગાથાથી થાય છે. શબ્દ છે આત્માની સિદ્ધિ. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રથમ મોટામાં મોટું કામ આત્માને સિદ્ધ કરવાનું છે. જ્યાં સુધી આત્મા સિદ્ધ થતો નથી ત્યાં સુધી કોઈ પણ સાધનાની શરૂઆત થઈ છે, તેમ કહી શકાતું નથી. કારણ કે આત્મા એ પાયો છે, આત્મા જેવો છે તેવો અમારે વર્ણવવો છે. આત્મા જેવો છે તેવો વર્ણવીને સાંભળનાર તેનો સ્વીકાર કરે એ અવસ્થામાં તેને મૂકવો છે. | પહેલી વાત - આ આત્માનું વર્ણન અને આત્માની સિદ્ધિ અને જ્યારે કરીશું ત્યારે તર્કનો ઉપયોગ પણ થશે. ઘણા બુદ્ધિશાળી માણસો અહીંયા છે, અમે તેમને કહીએ ત્યારે કહેશે કે એમ તો મનાતું હશે? અમે બુદ્ધિ ગીરવે મૂકી નથી. તમે પ્રુફ કરી આપો તો માનીએ. પરમકૃપાળુદેવ કહે છે અને પહેલા તર્કથી વાત કરીશું. તમે પણ તર્ક કરજો. તમારો તર્ક પોઝીટીવ નહિ હોય, અમારો તર્ક પોઝીટીવ હશે. આ નેગેટીવ પોઝીટીવની વાત છે. તમે કહેશો કે આત્મા નથી, તર્ક છે. “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ', અમે કહીશું કે આત્મા છે અને તેનો અનુભવ થઈ શકે છે. લડાઈ તર્કની છે, પણ એક વાત એ નક્કી છે કે તર્કથી સત્ય સિદ્ધ નહિ થાય. આ જગતમાં શંકરાચાર્યજી એક મોટા તાર્કિક થયા. તેમના જેવા બીજા તાર્કિક મળવા મુશ્કેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org