________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૩૦
ગાથા ક્રમાંક - ૪૩
ષપદ નામ કથન
આત્મા છે, તે નિત્ય છે”, “છે કર્તા નિજ કર્મ
છે ભોક્તા વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) ટીકાઃ “આત્મા છે, તે આત્માનિત્ય છે', તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા
છે', ‘તેથી મોક્ષ થાય છે', અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે.”
આજથી આપણે ગંભીર સાગરમાં ઊતરી રહ્યા છીએ. અતલ ઊંડાણમાં જવાનું છે. સાગર ગંભીર છે પણ શાસ્ત્ર પરમ ગંભીર છે, અને આત્મ અનુભવ તેના કરતાં પણ પરમ ગંભીર છે; જ્યારે આપણે શાસ્ત્રોના અતલ ઊંડાણમાં ડૂબકી મારીએ છીએ ત્યારે અહંકાર લઈને બહાર આવીએ છીએ, પરંતુ અનુભવમાં જ્યારે ડૂબકી મારીએ ત્યારે એ અહંકાર ઓગળી જાય છે. અનુભવ થયા પહેલાં ક્રોધ, અહંકાર, ઈર્ષા, કામવાસના, મોહ, આસક્તિ તેમ જ બધા વિભાવરૂપ જે કંઈ મૂડી હતી તે બધી અનુભવ થયા પછી ખોઈ બેસીએ છીએ. આવી એક અદ્ભુત અવસ્થા અનુભવ કરનારને પ્રાપ્ત થાય છે.
અનુભવ કરનારમાં એક ઘટના મહત્ત્વની એ બને છે કે તેના જીવનમાંથી દુઃખ કાયમ માટે ચાલ્યું જાય છે. દુઃખ બહારમાં હોય છે, પરંતુ તે દુઃખી થતો નથી. “TIfપ સુદન ના વિવાર્યતે'. આપણી પાસે ઉપમા બહુ ઓછી છે. પરંતુ હિમાલય અથવા તો મેરૂ પર્વત જેવાં દુઃખો તૂટી પડે તો પણ દુઃખથી આ ચલાયમાન થતો નથી. આત્મ અનુભવ કરનાર ભય પામતો નથી, વ્યગ્ર બનતો નથી, આર્તધ્યાન કરતો નથી, મૂંઝવણમાં મૂકાતો નથી, વિહ્વળ બનતો નથી, ભાર તળે આવતો નથી અને તેના મનમાં કલેશ થતો નથી. કયું બળ મળ્યું એને? કયું સામર્થ્ય મળ્યું એને? આ પાંચ ફૂટના શરીરમાં રહેલ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા એવો કેમ બળવાન થયો? એવો કેમ સામર્થ્યવાન થયો? કેમ આટલા દુઃખો સામે ટકી શકે છે? એને આત્માનો અનુભવ થયો છે.
જ્ઞાનીઓ ગુલાબ જેવા છે. ગુલાબનું ફૂલ એમ કહે છે કે અમારી સામે જુઓ. અમારી પરિસ્થિતિ ઘણી જ વિકટ છે. જુઓ અમારી પાંખડીઓને, તે રેશમ કરતાં મુલાયમ છે, સૂર્ય સામે તમે એક મિનિટ તો આંખો ખોલીને જુઓ કે કેમ જોવાય છે? એવા સૂર્યના પ્રખર તાપમાં અમારે ઉછરવાનું છે. અમારા પડોશીઓ કાંટા છે, અને ઉપરથી સૂર્યની ગરમી વરસે છે, છતાં એની વચ્ચે અમે ખીલીએ છીએ. એ અમારી ખૂબી છે, ગુલાબની ઉપમા પણ જ્ઞાની માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org