________________
૧૦૬
પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ વળી છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય,
પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. હે ગુરુદેવ! આપે આ બધા પ્રકાર કહ્યાં, અને તેનાથી સમજાયું કે આત્માનું અસ્તિત્વ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અસ્તિત્વનો સ્વીકાર થયો આ સૌથી પહેલી ઘટના છે.
પહેલાં અસ્તિત્વનો સ્વીકાર. તમારે સંખ્યા શીખવી હોય તો પહેલાં એકડો લખવો પડે, પછી મીંડુ આવે તો દશ થાય. બે મીંડાં આવે તો સો થાય. પરંતુ એકડા વગર સો મીંડાં કરો, તો સરવાળો પણ ન થાય, ગુણાકાર પણ ન થાય. સો મીંડાને સો મીંડાંથી ગુણો અથવા ભાગો અથવા સો મીંડાંમાંથી સો મીંડાં કાઢી નાખો તો શું આવે? કાંઈ જ ન આવે. શૂન્ય. એકડો હોય તો સંખ્યા થાય. એ જ રીતે આત્મા છે તે પ્રારંભ છે અને એકડો છે તે આત્માના અસ્તિત્વના સ્વીકાર માટે, તે એકડો ઘૂંટવા ઘણું સાહસ અને સામર્થ્ય જોઈએ.
અહીં બહુ મોટી ઘટના ઘટી છે. આ માત્ર સંવાદ નથી, આ સંવાદની સાથે શિષ્યના અંદરમાં એક આધ્યાત્મિક ઘટના પણ ઘટતી જાય છે. આત્મસિદ્ધિ એ માત્ર શાસ્ત્ર નથી, એ તત્ત્વ જ્ઞાનનો માત્ર ગ્રંથ નથી પરંતુ ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થાય છે, તે વખતે ગુરુના હૃદયમાં ભાવો ઊઠે છે અને શિષ્યના હૃદયમાં કંઈક ઘટના ઘટે છે. તે જે અસ્તિત્વનો ઈન્કાર કરતો હતો, વિરોધ કરતો હતો, જે અસ્તિત્વની ના પાડતો હતો હવે તે અસ્તિત્વનો સ્વીકાર કરે છે.
એક ભાઈને પૈસાનું દેવું વધી ગયું તેથી તે વકીલની સલાહ લેવા ગયો. વકીલે કહ્યું કે એક કામ કર. તારી સાથે કંઈ લખાણ તો થયું નથી ને? કોઈ તારી પાસે પૈસા માંગવા આવે તો તારે કહેવું કે મેં તમારા પૈસા લીધા જ નથી. વ્યાજ તો પછીની વાત થઈ, પરંતુ મૂળ મૂડીની જ ના પાડ. પછી વ્યાજની તારા માથે કંઈ ચિંતા જ નહિ. થોડા દિવસ પછી વકીલે ફી માગી. તો પેલો કહે કે મૂડી છે જ ક્યાં? વકીલે કહ્યું કે મેરી બિલ્લી મુઝે મ્યાંઉં? પેલો કહે કે તમે જ શીખવાડ્યું કે મૂળનો જ સ્વીકાર ન કરવો. મૂળનો જો ઈન્કાર કરશો તો તમારા માથે કશી જ જવાબદારી નહિ રહે. આત્માનો સ્વીકાર કરશો તો મોક્ષ મેળવવો પડશે. અને મોક્ષ મેળવવો હશે તો ધર્મ કરવો પડશે. ધર્મ કરવા બાહ્ય પદાર્થો છોડવા પડશે. બાહ્ય પદાર્થો છોડવા હશે તો તે નશ્વર છે તેમ જાણવું પડશે.
આત્મા છે' એ સ્વીકાર જે ક્ષણે તમે કરશો, તે ક્ષણથી આત્મા મેળવવા માટેની સાધનાનાં દ્વાર તમારા માટે ખુલ્લાં થાય છે. તો શિષ્ય ખૂબ જ નમ્રતાપૂર્વક કહે છે, હે ગુરુદેવ! આત્માના અસ્તિત્વના પ્રકાર આપે સમજાવ્યા. ખરેખર ધન્યવાદ છે, આપનો ઉપકાર છે. આ પ્રકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org