________________
૭૪
પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬
-
આ જગતમાં કંઈપણ સ્થિર નથી. તમે ગમે તેટલી મહેનત કરો પણ કાયમ રહેશે નહિ. એક ભાઈ મકાન બનાવતા હતા, ત્યારે કડિયાને કહેતા હતા કે ‘તું પાંચ રૂપિયા વધારે લેજે પણ પ્લાસ્ટર એવું કરજે કે કાંકરી પણ ખરવી ન જોઈએ.’ આમ ભલામણ કરતા હતા ત્યાં એક મુનિ ત્યાંથી નીકળ્યા અને ભલામણ સાંભળી મુનિ સહેજ હસ્યા ! શેઠે કહ્યું કે હું મારા મહેલ માટે ભલામણ કરું છું તેમાં આપને હસવું કેમ આવે છે ? મુનિ કહે, ભાઈ ! મને આશ્ચર્ય એ થાય છે કે આ પ્લાસ્ટરની કાંકરી નહિ ખરે પણ તારી કાંકરી ખરી જશે તેની તને ચિંતા નથી. સીમેંટની જાહેરાત આવે છે કે કદી પણ ન ખરે અને વર્ષો સુધી ચાલે તેવી સીમેંટ, દીકરાના દીકરા આવે ત્યાં સુધી મકાન એવું જ રહે, તેવું જોયું છે ? આ અવસ્થાઓ બદલાયા જ કરે છે. એક બીજ હતું, તેને વાવ્યું તો તેમાંથી અંકુર ફૂટ્યો, છોડ થયો, કળીઓ આવી, ફૂલો ખીલ્યાં, ફળ આવ્યાં અને ફળ ખવાઈ ગયાં કે ખરી ગયાં. શાસ્ત્રોને કહેવું છે કે જગતમાં આવી અનંત અવસ્થાઓ પુદ્ગલમાં થાય છે અને તે પુદ્ગલ એ અવસ્થાને કે પોતાને જાણતું નથી. પુદ્ગલને ખબર નથી કે આ અવસ્થા કેવી છે ? કોની છે ? કેવા પ્રકારની છે ? જગતમાં જેટલા પદાર્થો છે તે બધા જ રહેવાના અને જુદી જુદી અવસ્થાઓમાં બદલાઈને રહેવાના. નરસિંહ મહેતાએ એમ કહ્યું કે સોનામાંથી ક્યારેક હાર થાય, ક્યારેક તેમાંથી કુંડળ થાય, તે ભાંગીને તેમાંથી બંગડીઓ પણ થાય, તેમાંથી ક્યારેક ઝાંઝર પણ બનાવી શકાય. નવા નામોની અમને ખબર નથી. સોનામાં વિવિધ ઘાટ ઘડાય છે.
ઘાટ ઘડિયા પછી, નામ રૂપ જાજવાં; અંતે તો હેમનું હેમ હોયે.
આ ઘાટ ઘડ્યા પછી નામ જુદાં જુદાં, રૂપ જુદાં, આકૃતિઓ પણ જુદી જુદી, પણ છે તો સોનું જ. મૂળમાં સોનું, તેમાંથી બધું બન્યા કરે. પુદ્ગલની, જડ પદાર્થોની વાત કરી.
ધર્માસ્તિકાય દ્રવ્ય સમગ્ર જગતમાં છે પણ તે દેખાતું નથી, અધર્માસ્તિકાય દ્રવ્ય પણ દેખાતું નથી. આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય પણ દેખાતાં નથી. આત્મા નામનું દ્રવ્ય પણ દેખાતું નથી. આ પાંચ દ્રવ્યો દેખાતાં નથી. દેખાય છે માત્ર પુદ્ગલ દ્રવ્ય. જાતજાતની બનાવટો પુદ્ગલમાંથી બને છે. કાકાસાહેબ કાલેલકરે એક અનુભવ નોંધ્યો છે. તેઓ દક્ષિણ ભારતમાં ગયેલા, ત્યારે એક યજમાને તેમને ભોજન લેવા નિમંત્ર્યા. યજમાન ભક્તિભાવવાળા હતાં, તેમને કાકાસાહેબ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેમણે જમવાની વાનગીઓ પચાસ જેટલી બનાવી અને કેળના પાન ઉપર પીરસી. કાકાસાહેબ જોઈ રહ્યા. બેનને પૂછ્યું કે તમે આટલી બધી વાનગીઓ શેમાંથી બનાવી ? બેન કહે, કાકાસાહેબ ! આ બધી વાનગીઓ માત્ર ચોખામાંથી જ બનાવી છે. વાનગીઓ પચાસ, પણ બનાવી છે માત્ર ચોખામાંથી જ. અહીં એમ સમજવાનું છે કે દ્રવ્ય એક જ છે પણ તેની પર્યાય, અવસ્થા અલગ અલગ. અવસ્થાઓ અનેક છે. વસ્તુ એક જ, અવસ્થા અનેક. જેમ એક જ દ્રવ્યમાંથી, એક જ ચોખામાંથી આટલી બધી વાનગીઓ બને છે એમ જગતમાં જે આટલી વાનગીઓ છે, રચના છે, આકૃતિઓ છે તે એક જ પદાર્થમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org