________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૭
કહેશે હા. કોઈ તેને બાપા કહેશે. કોઈ ભાઈ કહેશે. કોઈ આવીને કાકા કહેશે, કોઈ તેને મામા કહેશે, કોઈ તેને વેવાઈ કહેશે. અલ્યા, એક જ માણસ તે દીકરો પણ અને તે બાપ પણ છે. દીકરાની અપેક્ષાએ બાપ અને બાપની અપેક્ષાએ દીકરો છે. આમ નયની અપેક્ષાએ વસ્તુ તત્ત્વનો નિર્ણય થતો હોવાથી નયની વ્યવસ્થા છે. એવા નય સાત છે. નૈગમ, સંગ્રહ વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
આ જૈન દર્શનના પ્રામાણિક સિદ્ધાંતો છે. નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી, આના દ્વારા વસ્તુનો નિર્ણય થાય. તમારા મનમાં થતું હશે કે આ બધી શું કામ લમણાફોડ કરાવો છો? આ લમણાફોડ નથી. આ જૈનદર્શન છે. એનાથી દરેક અપેક્ષાથી વસ્તુનો નિર્ણય થાય.
ચોથો નય, ઋજીસૂત્ર, એ માત્ર વર્તમાન કાળને માને છે. એ ભૂતકાળને માનતો નથી. અને ભવિષ્યકાળને પણ માનતો નથી. બૌદ્ધદર્શન માત્ર વર્તમાન કાળને જ માને છે. એ ભૂત કે ભવિષ્યકાળને માનતું નથી. માટે જ તે કહે છે કે વસ્તુ ક્ષણિક છે. વસ્તુ છે ખરી પણ ક્ષણિક છે. કેમ ? તો ક્ષણે ક્ષણે પલટાય છે. પરિવર્તન, ફેરફાર, બદલવું આ જગતમાં થયા જ કરે છે. દરેક પદાર્થ પ્રક્રિયામાં છે. અને એ બદલાતો જોવામાં આવે છે. ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, એને પર્યાય કહે છે, અને તેનો નાશ પણ થાય છે. વસ્તુ છે, તે ક્ષણે ક્ષણે બદલાય છે, એ અનુભવથી અમને એમ લાગે છે કે આત્મા પણ એવો પદાર્થ હોવો જોઈએ. એ છે ખરો, પણ ક્ષણે ક્ષણે બદલાય છે. અને ક્ષણે ક્ષણે બદલાતો હોય તો કોઈવાર નાશ પણ પામી જાય. માટે અમે કહીએ છીએ કે આત્મા છે ખરો, જગતમાં વસ્તુઓ છે ખરી, પણ ક્ષણે ક્ષણે પલટાય છે એવો અમારો અનુભવ છે.
જમણવારમાં ફુલસ્કેપ કાગળ ઉપર લખાય તેવડું લાંબુ લીસ્ટ બને છે. ૫૦, ૧૦૦, ૧૫૦ વસ્તુઓ હોય અને લોકો વાંચતાં હોય કે આ છે, આ છે, આ છે. ભાણામાં તમને પીરસે તે પહેલા કાચા સીધા રૂપે હોય, પછી રસોઈઆનો હાથ અડે, તેમાંથી અનેક વાનગીઓ બને છે અને તમે કૃપા કરીને પેટમાં એ પધરાવી દો છો, પછી તેની હાલત શું થઈ ? તે તમે કહો. બદલાયું ને ? આ બહુ અદ્ભુત વાત છે. તમે શેનો મોહ અને આસક્તિ કરો છો ? શેનું મારાપણું કરો છો ? શું તમે જાળવી શકો છો ? નવા સ્લીપર લઈ આવો. પહેલા દિવસે મઝાનાં લાગશે અને છેલ્લા દિવસે તમને પહેરવાં પણ નહિ ગમે તેવાં થઈ જશે. ઘસાઈ ગયાં અને એક પટ્ટી તૂટી. પછી બીજી પટ્ટી તૂટી. વસ્તુ નવી લાવ્યા ત્યારે કેવી હતી અને ફાટી ગઈ પછી કેવી થઈ ગઈ ! આ જગતનો ઈતિહાસ, આ બધું ક્ષણે ક્ષણે પલટાય છે. તેના માટે એક નાનકડી લીટી કૃપાળુદેવે કહી છે.
શું રાચીએ ? જ્યાં ક્ષણનો પ્રસંગ.
તેઓ પોતે મનમાં મંથન કરતા હશે. આ નિરાશા કે હતાશા નથી. જ્ઞાની પુરુષોના જીવનમાં હતાશા ન હોય, નિરાશા ન હોય, એ કદીપણ બેચેન ન થાય પણ અનુભવ હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org