________________
૯૬
પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - પ૭-૧ પૂ. જીવવિજયજી મહારાજે સાદી ભાષામાં કહ્યું કે, “રાગ ને રીસા, દો ય ખવીસા, એ હૈ દુઃખકા દિશા.” રાગ અને દ્વેષ એ ખવીસ છે. માથું ન હોય, એકલું ધડ હોય અને જરા હલતું હોય તો તમને શું થાય? ત્યાં જ કોઈને હાર્ટફેઈલ થઈ જાય, ગતિ અટકી જાય. માથું નહિ અને શરીરનું હોવું તેને કહેવાય છે ખવીસ. એ ખવીસ હોય કે નહિ પણ આ માન્યતા છે. “રાગ ને રીસા દો ય ખવીસા' ખવીસને જોઈને જેમ મોત થાય છે, તેમ રાગ અને દ્વેષથી ભાવ મૃત્યુ થાય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” આ શરીરનું મૃત્યુ તો એક જ વખત થાય છે, પણ ભાવ મૃત્યુ તો જીવનમાં અનેક વખત, અસંખ્યાતવાર થાય છે. ક્ષણે ક્ષણે રાગ દ્વેષ થાય છે તેને કહેવાય છે વિભાવ, અથવા તો વિકાર. વિભાવ કેવી રીતે થાય? જ્ઞાન આત્માનો સ્વભાવ છે એ જ્ઞાને પુદગલને જાણ્ય, પુગલને જોયું, પછી સારું છે, નરસું છે, સુંદર કે અસુંદર છે, સુગંધ કે દુર્ગધ છે, પ્રિય છે, અપ્રિય છે એમ જાતજાતનાં વિકલ્પો કર્યા, એ વિકલ્પને કારણે અંદર ભાવ થયો, આ ભાવને કારણે વિભાવ થયો. એ વિભાવને કારણે વિકાર થયો. અને પરિણામે થાય છે રાગ, દ્વેષ.
રાગ અને દ્વેષ જો થાય તો કર્મનો બંધ થાય. આ નાટકમાં કર્મોનો પ્રવેશ ઘણો મોડો થાય છે. પહેલાં ખાનગી ખાનગી આ બધું થઈ જાય છે. પછી જ કર્મો આવે છે. અને કર્મો લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આખા જગતમાં – આપણે જ્યાં છીએ ત્યાં કામણ વણા રહેલી જ છે. કર્મ પણ એક પુદ્ગલની જાત છે. અનાજની દુકાનમાં ચોખા હોય, મગ હોય, ઘઉં હોય, જાર અને બંટી હોય અને તેનાં અલગ અલગ કોથળા પણ હોય, છતાં કહેવાય બધું અનાજ. તેમ જગતમાં અનેક જાતની પુદ્ગલની વર્ગણાઓ છે પણ તેને કહેવાય છે પુદ્ગલ, તેની જાત અલગ અલગ. અને અલગ અલગ જાતમાંથી આ બધું બને. જગતમાં રહેલી કામણ વર્ગણામાંથી કર્મરચના થાય છે. કર્મરચના થવામાં કાચો માલ જે જોઈએ તે કાર્મણ વર્ગણાના પરમાણુઓ છે. આપણું સ્થૂળ શરીર જેમાંથી બન્યું તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર જેમાંથી બને તે વૈક્રિય વર્ગણા, ભાષા બને ભાષા વર્ગણામાંથી, એમ કર્મ જેમાંથી બને તે કાર્મણવર્ગણા છે. કાર્મણ વર્ગણા સીધી તમારી પાસે આવતી નથી. તેને બોલાવવાની, આપણી સાથે જોડવાની, તન્મય કરવાની, પાસે રાખવાની કળા છે અને એ કળા છે રાગદ્વેષ. આત્માએ રાગ દ્વેષના ભાવો કર્યા નથી કે કાશ્મણ વર્ગણા આવી નથી.
કાર્મણ વર્ગણા કહે છે કે તમે સો વર્ષ સાથે રહેશો, પણ ભાવ નહિ કરો તો તમારે અને અમારે સંબંધ નહિ થાય. સિદ્ધો જ્યાં છે ત્યાં પણ અમે (અનંતી કાર્મણ વર્ગણાઓ) છીએ, પરંતુ તેમને અમે ચોટતાં નથી. કારણ કે કર્મ બંધાય તેવા ભાવો તેમનામાં નથી. આ ધરતી ઉપર તેરમા ગુણસ્થાને, બારમા ગુણસ્થાને વીતરાગ પુરુષ છે તેમને મોહ, રાગ, દ્વેષ નિમિત્તે બંધાતા કર્મ વળગતાં નથી. આપણને કર્મો વળગે છે. આપણે સારા નરસા ભાવો કરીએ છીએ, પુગલ સાથે ખેલ કરીએ છીએ. આપણી પાસે કર્મોથી બંધાવાની કળા છે. હવે તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org