________________
૨૩૮
પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ વખતે અશાતા થાય છે. આરામદાયક જીવન અને કષ્ટ ભર્યું જીવન આ બે શબ્દો છે. આવું જીવન જીવો ત્યારે જેમ શુભની પ્રવૃત્તિ થાય છે અને અશુભની પ્રવૃત્તિ થાય છે, એમ છે સુજાણ ! હે વિચક્ષણ ! શુભની નિવૃત્તિ પણ થાય છે અને અશુભની નિવૃત્તિ પણ થાય છે. બહુ મહત્ત્વની વાત, શુભ પ્રવૃત્તિ તમારે કાયમ કરવી પડે તેવું કંઈ દબાણ નથી, પ્રેસર નથી. શુભ પ્રવૃત્તિ જેમ શરૂ કરો છો તેમ તેને બંધ પણ કરી શકો છો. જે કર્મ કરી શકે છે તે કર્મ છોડી પણ શકે છે. જે ક્રિયા કરી શકે છે, તે ક્રિયા બંધ પણ કરી શકે છે. જે બંધ કરી શકે છે, તે મુક્ત પણ થઈ શકે છે. આ મોટો સિદ્ધાંત છે. પ્રવૃત્તિ કરી શકાય તો નિવૃત્તિ પણ લઈ શકાય. બહુ બચાવ ન કરશો. તમારે પ્રવૃત્તિ છોડવી ન હોય તો મારે નથી છોડવી તેમ કહો, પરંતુ ભગવાન છોડાવે ત્યારે છોડીએ તેમ કહેવાની જરૂર નથી. પરમકૃપાળુ દેવ કહે છે કે “જેને બંધાવું છે તેને છોડાવનાર કોણ છે?” જેમ અશુભ પ્રવૃત્તિ થાય છે, તેમ તેનાથી નિવૃત્તિ પણ થાય છે. જેમ શુભ પ્રવૃત્તિ થાય છે તેમ તેનાથી નિવૃત્તિ પણ થાય છે. બે ધારાઓ છે. જેમ પ્રવૃત્તિની ધારા છે તેમ નિવૃત્તિની પણ ધારા છે. જેમ શુભ અશુભ કર્મનું ફળ આવે છે, તેમ શુભ અશુભ કર્મની નિવૃત્તિનું પણ ફળ આવે છે અને તેનું નામ મોક્ષ છે.
અશુભ કર્મથી, અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિની જેમ, શુભ કર્મથી, શુભ પ્રવૃત્તિથી નિવૃત્તિની પણ એક અવસ્થા જગતમાં છે. જગતે માત્ર પ્રવૃત્તિની વાત જાણી છે, નિવૃત્તિની વાત જાણી નથી. જગતે માત્ર શુભ અને અશુભને જાણ્યું છે પણ શુદ્ધને જાણ્યું નથી. આપણું સદ્ભાગ્ય છે કે આપણને વીતરાગ પરમાત્મા મળ્યા છે, તેમનું દર્શન મળ્યું છે. વીતરાગ પરમાત્માના પરમ આગમો મળ્યાં છે, તેમની આજ્ઞામાં રહેનારા સાધુઓ અને સંતો પણ મળ્યા છે. તેમણે ત્રીજું દ્વાર ઉઘાડ્યું. શુભનું એક દ્વાર, અશુભનું બીજું દ્વાર અને ત્રીજું દ્વાર જે બંધ છે, તે શુદ્ધનું દ્વાર, તેને ખોલી શકાય છે. જ્યાં શુભ ભાવ પણ નથી અને જ્યાં અશુભ ભાવ પણ નથી પણ તેનાથી રહિત એવી પણ અવસ્થા છે, જ્યાં ઉપયોગ અશુભ કે શુભ તરફ જતો નથી પણ ઉપયોગ સ્વરૂપ તરફ જાય છે, અને જે ઉપયોગ પોતાના સ્વરૂપમાં ઠરે તેવી અવસ્થાને કહેવાય છે શુદ્ધ અવસ્થા.
ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે. ધીમે ધીમે ધીમે તે વિરામ પામ, વિરામ પામ, વિરામ પામ. બાહ્ય પ્રવૃત્તિઓથી, સંસારથી, ભોગોથી, વિકારોથી, વાસનાઓથી, વૃત્તિઓથી, આરંભથી, પરિગ્રહથી, બિનજરૂરી પંચાતથી વિરામ પામ. ક્યાં સુધી અને કેટલાં પાછળ દોડીશ? સમજીને તું વિરામ નહિ પામે તો મૃત્યુનો ક્રૂર કાયદો તારા ઉપર કામ કરશે.
શુભ અશુભ ભાવો જેમ થાય છે તેમ શુભ અશુભ વગરની એક અવસ્થા આત્મામાં, ચૈતન્યમાં થાય છે તે શુદ્ધ અવસ્થા છે. તે વખતે જ્ઞાનમાં અશુભ ભાવ પણ નથી કે શુભ ભાવ પણ નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે,
શનૈઃ શનૈપરમેહુદ્ધયા વૃતિગૃતિયા | आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि विचिन्तयेत् ॥
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org