________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૯ નથી. નિશ્ચય-વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન, જ્ઞાન-ક્રિયા, પ્રત્યક્ષ-પરોક્ષ, સદ્વ્યવહાર, આત્મબોધ, જ્ઞાનીની દશા-અવસ્થા, કર્તાભાવ, સમ્યગદર્શનની અનુભૂતિ, વૃત્તિ કઈ રીતે અંદર વળે છે તે અને કેમ વાળવી? આ ગહન બાબતો આ ગાથાઓમાં સ્પષ્ટ થઈ છે.
દુનિયાના તમામ ધર્મો લગભગ શુભાશુભ સુધી પહોંચ્યા છે. બધાએ કહ્યું કે અશુભનો ત્યાગ કરો અને શુભની સાધના કરો. સાદી ભાષામાં પાપનો પરિહાર કરો અને પુણ્યની પ્રાપ્તિ કરો. આ એટલા માટે કહેવામાં આવ્યું કે પાપથી દુઃખ મળે છે અને પુણ્યથી સુખ મળે છે. જગતના જીવોને સુખ અને દુઃખ સિવાય ત્રીજી વસ્તુનો ખ્યાલ નથી. એમને સુખ દુઃખનો ખ્યાલ છે, દુઃખથી બચવું છે, થોડી સુખની ક્ષણ આવતી હોય તો તેઓ આલાદ અનુભવે છે, તે ક્ષણ લાવવાની કોશિશ કરે છે કારણ કે દુઃખ એમને ટાળવું છે. દુઃખ પાપના કારણે આવે છે. યુર્વ પાપાત્ એ જગતના જીવોએ સ્વીકાર્યું મત: પાપં ન ર્તવ્યસ્T માટે પાપ ન કરશો. દુઃખ જોઈતું નથી ને? અશાંતિ કે અશાતા જોઈતી નથી ને? મૂંઝવણ કે ભાર જોઈતો નથી ને? વ્યગ્રતા જોઈતી નથી ને? જો આ ન જોઈતું હોય તો બળાપો ન કાઢો. અંદર જાવ, તેનાં મૂળ કારણો શોધો. મૂળ કારણ છે પાપ. પાપ જો દૂર થાય તો આ બધું દૂર થશે. પાપ છોડવા લાયક છે, હેય છે. એવું જગતનાં ઘણાં શાસ્ત્રો કહે છે.
જગતના જીવોની બીજી મૂંઝવણ છે, તેમને સુખ જોઈએ છે અને સુખ પુણ્યથી, શુભભાવથી મળે છે, સત્કર્મથી મળે છે. જગતના જીવોએ આ વાત સ્વીકારી લીધી કે સતકર્મો કરીએ, શુભભાવ કરીએ, જેથી પુણ્ય બંધાય અને પુણ્યથી સુખ મળે. તેઓ સુખથી આગળ જઈ શક્યા નથી. સુખની આગળની અવસ્થાનો એમને અણસાર મળ્યો નથી, ભણકાર આવ્યો નથી, સ્પર્શ થયો નથી, અને સુખની કોઈ આગળની અવસ્થા છે તેવું જાણવામાં આવ્યું નથી. દુઃખ જાણવામાં આવ્યું છે અને દુઃખથી બચવું છે તો સુખનો આધાર લેવો. એને ખબર છે કે સુખ પુણ્યથી મળે છે. પુણ્ય શુભભાવ, શુભકર્મ અને શુભ પ્રવૃત્તિથી બંધાય છે માટે તે કરીએ. - જ્યારે માણસ દેહ છોડતો હોય ત્યારે આપણે પૂછીએ છીએ કે “કંઈ દાન, પુણ્ય કરવું છે?' પણ શુદ્ધભાવ કરવો છે? સમાધિ લેવી છે? સ્વાનુભૂતિ કરવી છે? એમ આપણે પૂછતા નથી કારણ કે સુખ મેળવવા પુણ્ય ઉપાય છે. પુણ્ય બચાવશે અને પુણ્ય સુખ આપશે તેમ માનીએ છીએ. સુખ ક્ષણિક હોવા છતાં, કાયમ ન હોવા છતાં, દુઃખથી બચવા માટે ક્યારેક સુખદ ક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. રસ્તામાં ચાલ્યા જતા હોઈએ, બળબળતો તાપ હોય અને ઘેઘૂર વૃક્ષ આવે અને નીચે ઊભા રહીએ તો ટાઢક મળે, શાંતિ મળે. તડકામાંથી આવેલ છીએ અને ફરી તડકામાં જવાનું છે, વચમાં વૃક્ષનો થોડો આશ્રય મળ્યો. તેની જેમ આપણે દુઃખ ભોગવતા ભોગવતા આવ્યા છીએ. પછી પણ દુ:ખ ભોગવવાનું છે. વચમાં આ પુણ્યથી મળતા સુખનો ટેકો મળે છે. પુણ્ય એ વચલા વિસામા જેવું છે. શાસ્ત્રો કહે છે કે જગતના જીવોને દુઃખ પ્રત્યે અણગમો છે. અજ્ઞાનીને પણ છે, નાસ્તિકને પણ છે, મિથ્યાત્વીને પણ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org