________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૭
પ્રવચન ક્રમાંક - ૪૦
ગાથા ક્રમાંક - ૪૯-૫૦ અસ્તિત્વના ઈન્કારનું કારણ
આત્મા છે, તેમ સદ્ગુરુ સમાધાન કરે છે.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. (૪૯) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. (૫૦) ટીકાઃ દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ
જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે, પણ આત્મા અને દેહ બને જુદા છે; કેમકે બેય જુદા જુદા લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. (૪૯) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહજ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે, પણ જેમ તરવાર અને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદા જુદા છે, તેમ આત્મા અને દેહ બને જુદા જુદા છે. (૫૦)
સમાધાન : સદ્ગુરુ ઉવાચ - સદ્ગુરુ ઉત્તર આપતા નથી, ચર્ચામાં ઊતરતા નથી, સમાધાન જરૂર કરે છે. સમાધાન એ સાધકની સંપત્તિ છે. વેદાંતની પરિભાષામાં ચાર સાધન ચતુષ્ટય છે. (૧) આ લોકના અને પરલોકનાં સુખો પ્રત્યે વૈરાગ્યભાવ, (૨) નિત્યા- નિત્યનો વિવેક, કયો પદાર્થ નિત્ય છે અને કયો પદાર્થ અનિત્ય છે તેનો વિવેક, (૩) મુમુક્ષુતા અને (૪) અમદમાદિ ષડુ સંપત્તિ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન આ ષડૂ સંપત્તિ કહી છે. જ્યાં સુધી મનનું જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક, વિવેકપૂર્વક સમાધાન થતું નથી, ત્યાં સુધી ઊંડે ઊંડે મનમાં દ્વન્દ્ર-શંકા-સંદેહ રહે છે. મન વ્યાકુળ રહે છે. ધ્યાન માટે મન સમાધાનવાળું હોવું જોઈએ. સમાધાનનો અર્થ બાંધછોડ નહિ, પણ વસ્તુ-તત્ત્વ જેવું છે તેવું, ચારે બાજુથી જાણવામાં આવી ગયું, વાત સ્પષ્ટ થઈ ગઈ અને જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો, શ્રદ્ધા થઈ, એમાંથી જે અવસ્થા આવે છે તેને સમાધાન કહેવાય. સદ્ગુરુ સમાધાન કરે છે, અને પંડિતો ચર્ચા કરે છે. પંડિતોનું કામ ઉત્તરો આપવાનું છે. જ્યારે સદ્દગુરુનું કામ સમાધાન કરવાનું છે. સમાધાન કરવાનો પ્રારંભ સદ્ગુરુ કરે છે.
પહેલી વાત તો નવાઈની એ છે કે શિષ્ય જે પ્રશ્ન પૂછ્યો એ ભૌતિક અને તાર્કિક લેવલનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org