________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૭૧ છે. જુદો છે તો કોને જીતવા હેડ્યો? ગુંચવાડો થશે પણ ગુંચવાડો કરશો નહિ પણ એટલું જાણી લો કે આ અવસ્થા તમારાથી જુદી છે. તમારા કપડાં ધોબીને ત્યાં ગયા અને પાછા લેવા ગયાં તો ભૂલથી બીજા કોઈનાં કપડાં તમારે ત્યાં આવ્યાં. તમારા નામને બદલે બીજાનું નામ અને નિશાની જોઈ. તમે તુરત જ ધોબી પાસે જઈને કહો છો કે ભાઈ આ કપડાં મારાં નથી. તરત જ સોંપી દો છો ને? અને તમારી નિશાનીવાળા કપડાં આવે તો કહો છો ને કે આ મારાં કપડાં છે. આ કપડાં બીજાનાં, મારા છે જ નહીં, હક કોના ઉપર કરું? તેવી રીતે ક્રોધ મારો નથી. રાગ મારો નથી, દ્વેષ મારો નથી , અહંકાર મારો નથી, હું અંદર ભળું છું અને તેમને મારા માનું છું એટલે બંધાઉં છું. કર્મ મને વળગે છે. આ ગાથા પ્રચંડ સાધનાની છે. તમે જુદાં જ છો. “સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” બધી અવસ્થાઓમાં એ હાજર હોવા છતાં એ જુદો રહ્યાં કરે છે. એ એ રૂપે થતો નથી અને એ અવસ્થા વ્યતીત થઈ જાય તો પણ તેની હાજરી તો હોય જ. બાળપણ ગયું, પરંતુ તમે રહ્યા કે નહિ? કહો ને કે અમે તો છીએ. પછી આમાં તમને શું મૂંઝવણ થાય છે ? યુવાવસ્થા ગઈ પણ તમે રહ્યાં ને ? વૃદ્ધાવસ્થા ગઈ. તમે રહ્યા કે નહિ ? મરશો ત્યારે તમે રહેશો કે નહિ ? રહેશો. હિંમતથી હા કહો ને કે રહીશું. બીજું શરીર મળશે.
દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી, હમ સ્થિરવાસી, ચોખે બેંનિખરેંગે,
અબ હમ અમર ભયે ન મરેંગે. અભુત ગાથા છે આ ! આ સાધના છે. એક વખત નક્કી કરી લ્યો કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે. સૌથી અળગો અને ન્યારો છે. એ સર્વમાં છે. સૌથી અળગું એવું આત્મતત્ત્વ છે. તમામ અવસ્થાઓમાં એ હાજર છે, તેનું હોવાપણું છે. પરંતુ એ અવસ્થાઓ બદલાય છે અને પોતે કાયમ રહે છે, પોતે કદીપણ બદલાતો નથી. આવું જેનું હોવાપણું છે એને કહેવાય છે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા. જરા વિચાર તો કરો કે તમે અનાદિકાળથી સંસારમાં છો અને સંસારમાં કેટલાંયે પરિભ્રમણ કર્યા. કેટલી જુદી જુદી ગતિઓમાં રહ્યાં, દેવગતિમાં હતાં; પશુગતિમાં હતાં, નરકગતિમાં પણ હતાં, મનુષ્યગતિમાં હતાં, પુરુષ તરીકે થયા, એકેન્દ્રિય થયા, બે ઈન્દ્રિય થયા અને પંચેન્દ્રિય પણ થયાં. સંજ્ઞી અને અસંજ્ઞી પણ થયાં. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ થયાં. આ બધાં થયાં. આજે કાંઈ પણ છે? એ બધું ગયું. બધામાં રહ્યાં છતાં આ બધાથી અળગા છે. આ બધાથી અળગો, “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” બધી અવસ્થાઓમાં એ સદા ન્યારો છે, તે જુદો છે, અલગ છે. સ્વતંત્ર છે. અને હંમેશા એ બધી અવસ્થાઓથી જુદો રહ્યા જ કરે છે. તે અવસ્થાઓ વ્યતીત થઈ, તે અવસ્થાઓ બદલાઈ ગઈ, ચાલી ગઈ, પણ તમે રહ્યાં. ભગવદ્ ગીતામાં એક નાનકડી કડી મૂકી છે..
वासांसि जीर्णानि यथा विहाय
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org