________________
૨૪
પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ કૂવામાં ડોલ નાખ્યા પછી એક ઝાટકો મારી ડોલને આડી કરો છો, ઝાટકો મારો એટલે ડોલ ઝૂકી અને પછી તેમાં પાણી ભરાય. પાણી આવતાં વાર નહિ લાગે પણ ડોલને ઝૂકાવતાં વાર લાગે, તેમ જ્ઞાન આવતાં વાર નહિ લાગે પરંતુ અહંકાર ગાળવામાં મહેનત છે. બરફ ઓગળી જાય, કરા ઓગળી જાય પણ આપણો અહંકાર ઓગળતો નથી. જેવો અહંકાર ઓગળ્યો તેવું જ્ઞાન પ્રાપ્ત થયું. જે જાણતો નથી તેને અહંકાર ઓગાળવાનો પ્રશ્ન નથી. જે એમ માને છે કે હું બધું જાણું છું તેને અહંકાર ઓગાળવામાં ઘણી મુશ્કેલીઓ છે. ભર્તૃહરિએ બહુ મઝાની વાત કરી છે. અજ્ઞાની છે, જે જાણતો નથી તે બહુ નમ્રતાથી વાત કરે છે કે હું કંઈપણ જાણતો નથી. અને તમારી પાસે જાણવા માટે આવ્યો છું. જે જાણતો નથી તેને સહેલાઈથી સમજાવી શકાય. પરંતુ થોડું જ્ઞાન પ્રાપ્ત કરીને હું જ્ઞાની છું તેવા અહંકારથી જે પકડાઈ ગયો છે તેને ખુદ બ્રહ્મા આવે તો પણ જ્ઞાન આપી શકે નહિ, તો જ્ઞાન મેળવવા ઝૂકવું પડે છે. અહીં શિષ્ય ઝૂકેલો છે.
ચોથી વાત - અહીં શિષ્યનું મન ખુલ્લું છે. તેના બારણાં બંધ નથી. જે સત્ય આવે તેને સ્વીકારવા તે તૈયાર છે. શિષ્ય જે બોલે છે તે એમને એમ બોલતો નથી પણ આટલી તૈયારી કરીને આવ્યો છે. એને મૂંઝવણ છે તેથી પૂછે છે કે હે, ગુરુદેવ ! આપ જે આત્માની, જે અસ્તિત્વની, જે ચૈતન્યની વાત કરો છો તે વિષયક અમને મૂંઝવણ છે, તે આપને કહીએ ? પૂછીએ ? તમે જે આત્માની વાત કરો છો તે દૃષ્ટિમાં નથી આવતો, અમારા જોવામાં નથી આવતો. તે આ આંખ-ચક્ષુ દ્વારા દેખાતો નથી. અમારે જાણવો છે, જોવો છે. શિષ્યને આંખથી આત્માને જોવો છે. તેને ખબર નથી કે તે અતીન્દ્રિય છે, તેને જોવાની ક્ષમતા આંખમાં નથી. અતીન્દ્રિય એટલે મનની, ઈન્દ્રિયોની, વિચારોની અને શબ્દોની જે પેલી પાર છે. ઉમાશંકર જોષી એક કડી કહેતા હતા કે ‘ક્ષિતિજની પેલી પાર', પેલી પાર એટલે શબ્દોની પેલી પાર, બુદ્ધિ, મન અને શાસ્ત્રોની પણ પેલી પાર એ તત્ત્વ વિદ્યમાન છે, અને જ્ઞાનીઓએ તે પ્રગટ અનુભવ્યું છે. પરંતુ જેણે આ તત્ત્વ અનુભવ્યું નથી, તેવો શિષ્ય પૂછે છે કે અમારી આંખોથી અમને દેખાતો નથી તો અમે કેમ કહીએ કે આત્મા છે ? તમારી બધાની આ જ મૂંઝવણ છે કે આત્મા દૃષ્ટિમાં આવતો નથી તો અમે કેવી રીતે કહીએ કે આત્મા છે ? તેને જાણવા માટે આકાર કે કદ હોય તો સુગમતા પડે. રૂપને આંખ જોઈ શકે અને મન પકડી શકે. જેને આકારઆકૃતિ નથી તેને જોવો કેમ ? તો એક વાત તે દૃષ્ટિમાં આવતો નથી. બીજી વાત – તેનું ‘રૂપ જણાતું નથી’ તેથી આંખ દ્વારા પણ જોઈ શકાતો નથી. ત્રીજી વાત – શબ્દોને જાણવાનું કામ કાન કરે છે. સ્વાદને જાણવાનું કામ જીભ કરે છે, નાક સૂંધવાનું કામ કરે છે, સ્પર્શેન્દ્રિય ઠંડુ, ગરમ, ખરબચડું, લીસું, હળવું, ભારે વિગેરે જાણે છે પણ આત્મા છે તેમાં આ પાંચ ગુણો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ શબ્દ નથી. એટલે સમજવામાં તકલીફ પડે છે. આ પાંચ ગુણો જેનામાં છે તેને કહેવાય જડ અથવા પુદ્ગલ. જડ કહો, પુદ્ગલ કહો, પ્રકૃતિ કહો આ બધા એકાર્થી શબ્દો છે. જડ તે નૈયાયિક દર્શનનો શબ્દ, પુદ્ગલ તે જૈનપરંપરાનો શબ્દ અને પ્રકૃતિ તે
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org