________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
ખપાવવાના છે, એટલા માટે જૈનદર્શને કહ્યું કે સમ્યગ્દર્શન, સમયજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે સાથે મળે, જ્યારે ત્રણની એકતા થાય ત્યારે મોક્ષની ઘટના ઘટી શકે છે. એ વિના મોક્ષની ઘટના ઘટતી નથી. આજે સમ્યગ્દર્શન, પછી સમ્યજ્ઞાન અને પછી સમ્યચારિત્ર એમ નહીં. ત્રણે સાથે મળે ત્યારે મોક્ષની ઘટના ઘટશે. લાડુ બનાવો ત્યારે ઘી, ગોળ અને લોટની એકતા જોઈશે. આજે ઘી નાખો, કાલે ગોળ નાખો, પંદર દિવસ પછી લોટ નાખો તેમ લાડુ ન બને. ઘી-ગોળ અને લોટ ત્રણેની એકતા, તે એક સાથે જોઈશે. એક ટાઈમમાં - એક સમયમાં, સપ્રમાણમાં અને અનિવાર્યપણે જોઈશે. સમ્યગ્દર્શન પછીની બહુ મહત્ત્વની ઘટના સમ્યક્ચારિત્ર્યની છે. એક વાત ફરી યાદ કરવા જેવી છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સાધના દ્વારા જે કંઈ પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થ પરિણામ લાવનારો છે. જ્ઞાની તેને સંમત કરે છે. અને એ પુરુષાર્થ તેમના જીવનમાં કર્મનો ક્ષય કરે છે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે તેમ સમ્યગ્દર્શન સમ્યક્ચારિત્ર્યને ખેંચી લાવે છે. અને સમ્યક્ચારિત્ર્ય આવે ત્યારે જ સર્વકર્મના ક્ષયની અથવા મોહના ક્ષયની, રાગદ્વેષના ક્ષયની ઘટના ઘટી શકે છે. આટલી વાત લક્ષમાં લઈ હવે મૂળ ગાથાઓ જોઈએ.
પહેલી વાત, શિષ્ય ટોટલ પોઝીટીવ એટલે વિધેયાત્મક છે, એ પ્રશ્નકાર નથી પણ જીજ્ઞાસુ છે. પ્રશ્નકાર અને જીજ્ઞાસુ બે વચ્ચે ફ૨ક છે. જેને જાણવું છે, સમજવું છે, જેને વેદના છે, પીડા છે, મૂંઝવણ છે તે જિજ્ઞાસુ છે. તેને પોતાના અજ્ઞાનમાંથી, ગેરસમજણમાંથી બહાર આવવું છે. જેવું છે તેવું સમજવું છે. સમજાવનાર મળ્યાં નથી તેથી તેને વાત સ્પષ્ટ થતી નથી. તેને મૂંઝવણ છે માટે પૂછે છે. જીવને સાધના કરવી નથી ને ઊંઘમાંથી ઊઠી પ્રશ્ન પૂછે કે સિદ્ધશીલા ક્યાં આવી ? અરે ભાઈ ! તું ક્યાં છો ? તે પહેલાં પૂછ. બીજી વાતો પછી. બીજી વાત એ છે કે તેને જાણવું છે તેથી પૂછે છે. તેનામાં નમ્રતા છે, વિનય અને વિવેક છે. તે તત્ત્વનો ગ્રાહક છે. તે દલીલ અને તર્ક કરશે પણ યોગ્ય રીતે, યથાર્થ રીતે અને વિવેકપૂર્વક ક૨શે. તેને સમજાતું નથી એટલે પોતાની વાત સ્પષ્ટ કરવા દલીલ અને તર્ક કરશે. ત્રીજી વાત એ છે કે તેને સામા જીવને મૂંઝવણમાં મૂકવો નથી, સામનો કરવો કે હરાવવો નથી, તેને વાદવિવાદ કરવા નથી પણ તત્ત્વ સમજાય તે માટે પ્રશ્ન પૂછવા છે.
વારંવાર નમ્રતાપૂર્વક પૂછવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ભગવદ્ ગીતામાં એક મહત્ત્વનું વાક્ય છે. ‘તવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા’. તમારે તત્ત્વને જાણવું છે ને ? તો આ પ્રક્રિયા છે. તવિદ્ધિ એટલે પ્રથમ તું આત્માને જાણ, તે અસ્તિત્વને જાણ, સ્વરૂપને જાણ, પરમાત્મા અને અતીન્દ્રિય તત્ત્વને જાણ, એ પરબ્રહ્મને જાણ. પણ જાણીશ કઈ રીતે ? તારી પાસે મૂડી જોઈશે, શું લઈને જાણવા જઈશ ? તે માટે કઈ ભૂમિકા અને અવસ્થા હોવી જોઈએ ? ભગવદ્ ગીતામાં મહર્ષિ વ્યાસે અદ્ભુત વાત કરી છે. પ્રણિપાતેન એટલે અહંકાર છોડી ઝૂકવું. તમે પાણી લેવા ડોલ કૂવામાં નાખો છો, ડોલ સીધી રહેશે તો તેમાં પાણી આવશે નહિ, પણ
Jain Education International
૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org