________________
૧૧૪
પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ થોડું તેજ, થોડું આકાશ અને થોડો વાયુ નીકળે. આ પાંચેના મિશ્રણમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે, તેનું નામ છે આત્મા. આ વાત સમજી લો. ગોટાળો કે ગરબડ ન કરશો.
જેમ જુદા જુદા તત્ત્વમાંથી દારૂ બને છે. અલગ અલગ વસ્તુમાંથી જેમ એક વસ્તુ તૈયાર થાય છે, તેમ પંચમહાભૂતમાંથી એક સરસ તત્ત્વ આત્મા ઉત્પન્ન થાય છે. તો આત્મા દેહના યોગથી ઉત્પન્ન થાય અને દેહ વિયોગે નાશ પામે અને દેહથી જુદો આત્મા છે એ વાત કહેવાની જરૂર જ ક્યાં છે ? અલગ અલગ પદાર્થો ભેગા થાય, તેમાંથી નવી નવી વસ્તુ બની જાય. એ પંચમહાભૂતમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે જાણે છે, જીવે છે અને કાર્ય પણ કરે છે. આત્મા પાંચ તત્ત્વમાંથી બનેલું એક રાસાયણિક તત્ત્વ છે, એ શરીરમાં હોય ત્યારે જીવતો કહેવાય અને એ પાંચમહાભૂત વિખરાઈ જાય ત્યારે આત્મા મરી જાય તેમ કહેવાય. માટે કંઈ કહેવાની જરૂર નથી કે આત્મા નિત્ય છે. બીજી શંકા અમને એવી થાય છે કે આત્મા તો છે પણ તે અવિનાશી નથી, નિત્ય નથી, શાશ્વત નથી, આ તર્કબદ્ધ વાત છે.
શાસ્ત્રો કહે છે આત્મા નિત્ય, અજર, અમર, અવિનાશી છે. અહીં જેટલાં બેઠાં છે તેમને ખબર હશે અને બોલતાં પણ હશે કે આત્મા નિત્ય છે, અજર અમર અને અવિનાશી છે. કોઈનું મરણ થયું હોય ત્યાં બેસવા જાય તો કેવી ડાહી ડાહી વાતો કરે છે ! અરે ભલા માણસ, આ શરીર ક્યાં કાયમ રહે છે અને શરીરમાંથી આત્મા નીકળે તે ક્યાં મરે છે ? આ મર્યો નથી. આ શરીર પડ્યું છે તેનો શોક કરવા જેવો નથી. એમ બધી વાત તો કરે છે, પરંતુ પોતા ઉપર જ્યારે વીતે ત્યારે ખબર પડે, ક્યા હોતા હૈ ? અત્યારે તો બીજાને ઘેર ડહાપણ ડોળે છે.
આ ચાર્વાક દર્શન એમ કહે છે કે આ પાંચે મહાભૂતમાંથી એક નવું તત્ત્વ કાયમ માટે નહિ પણ ટાઈમબિઇંગ પેદા થયું. શાશ્વત નહિ. અને પાંચમહાભૂત હશે ત્યાં સુધી રહેશે. પચીસ માળનાં મકાન હોય કે પચાસ માળનાં, આજે જોયાં હશે, ફોટા પાડ્યા હશે. અને બસો વર્ષ પછી કોઈ માણસ મુંબઈ આવે અને ફોટા પ્રમાણે જોવા જાય, અને પછી પૂછે આ મકાન ક્યાં ગયું ? એ ગયું. એ તો જમીનદોસ્ત થયું હશે. તેમ પંચમહાભૂતમાંથી આ આત્મા ઉત્પન્ન થાય છે અને પંચમહાભૂતનું મિશ્રણ રહે ત્યાં સુધી આત્મા રહે છે. અને દેહનો વિયોગ થતાં તેનોઆત્માનો નાશ થાય છે, માટે અમે કહીએ છીએ કે આત્મા છે ખરો પણ આત્મા અવિનાશી નથી. સમજાય છે ? આ વાત ઠીક લાગે છે ? આત્મા અવિનાશી છે એમ કહો તો બધું વળગે. હું મઝાકમાં કહું છું કે છોકરી જ્યારે પરણે છે, તે પતિને પરણે છે. પણ પતિ સાથે કેટલાં બધાં વળગે છે ? સાસુ વળગે, નણંદ વળગે, જેઠાણી વળગે અને વડસાસુ પણ વળગે. અલ્યા, આ ઝૂમખું શું કામ વળગાડો છો ? એ પરણી માટે. એમ આત્મા જો નિત્ય છે તેમ માનીએ તો બધું વળગશે. આત્મા છે ખરો પણ નિત્ય નથી. તો છુટકારો થાય.
ઘણાએ છુટકારો મેળવ્યો છે પણ એ છુટકારો ખોટો છે, કારણ આત્મા છે, એ અવિનાશી છે. આ વાત શાસ્ત્રને કરવી છે. આત્મા ત્રણે કાળમાં છે તેમ શાસ્ત્રો કહે છે. ત્રણે કાળ હોવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org