________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૫
તેનું નામ સત્. જે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે. ત્રણે કાળ તમે છો કે નહિ ? તમે છો એમ કહો તો એમાં જોખમ છે. તમે છો કે નહિ અત્યારે ? કેવી રીતે છો ? હતા માટે છો ને ? જો ન હોત તો અત્યારે ક્યાંથી હોત ? અને છો તો હશો કે નહિ ? એમ તો બોલો કે હોઈશું. મઝાથી કહો કે અમે હતાં, છીએ, અને હોઈશું. આ ત્રણ કાળ ભૂત, વર્તમાન અને ભવિષ્ય થયાં ને ? ત્રણે કાળ હોવાપણું જેનું છે તેવો અવિનાશી આત્મા છે.
પરંતુ શિષ્ય કહે છે, ના. ત્રણે કાળ હોય તેવો આત્મા નથી. આત્મા છે ખરો, પણ ત્રણે કાળ નથી. એક વર્તમાનકાળ પૂરતો જ છે. અને કેવો છે ? દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે. આ પંચમહાભૂત તે પાંચ પદાર્થો છે, અને પાંચનું મિશ્રણ થાય તેમાંથી આત્મા ઉત્પન્ન થાય છે. શીરો શું ચીજ છે ? તો કહે ઘી, ગોળ અને લોટનું મિશ્રણ તેને કહેવાય શીરો. દાળ શું ચીજ છે ? તો કહે દાળ વત્તા પાણી અને વત્તા મસાલો અને સરસ મિશ્રણ તૈયાર થાય એટલે સબડકો મારવાની મઝા આવે. આને કહેવાય મિશ્રણ. આ કેમેસ્ટ્રી છે. અમુક પદાર્થો અમુક પ્રમાણમાં અમુક રીતે જો તૈયાર કરવામાં આવે તો તેમાંથી અમુક વસ્તુઓ તૈયાર થાય. એને રસાયણશાસ્ત્ર અથવા કેમેસ્ટ્રી કહે છે.
અહીં કહે છે, આ પંચમહાભૂતનાં તત્ત્વો અમુક પ્રમાણમાં મિશ્રણ થાય અને એમાંથી એક નવું તત્ત્વ ઉત્પન્ન થાય તેને કહે છે આત્મા. પણ દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે તેનો અર્થ એ થયો કે જો દેહ ન હોય તો એ પણ ન હોય. માટે એમ કહેવા દો કે દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે તે આત્મા છે અને દેહના વિયોગથી તે નાશ પામે છે. માટે આત્મા છે ખરો, પણ આત્મા વિનાશી છે. આ એક અપેક્ષાએ શિષ્યે વાત કરી.
ન
હવે શિષ્ય બીજી દલીલ અને તર્ક રજુ કરે છે કે વસ્તુ ક્ષણિક છે. તમે જગતમાં નજર નાખો તો બધું ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. ભગવાન બુદ્ધ કહેતા હતા કે ‘સર્વ ક્ષળિક્’. ભગવાન મહાવીર કહેતા હતા કે બધુ નાશવંત છે. શંકરાચાર્યજી પણ કહેતા આવ્યા છે અને આપણે પણ કહીએ છીએ કે ભાઈ ! ક્યાં કોઈ વસ્તુ કાયમ છે, સૌ એક દિવસ જવાનાં. સૌ જવાનાં પણ મારા સિવાય, એમ આપણે વર્તીએ છીએ. જગતમાં વસ્તુ છે, પદાર્થો છે, પણ પદાર્થો બદલાયા કરે છે. વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે. હાફુસ કેરી બજારમાંથી બહુ ચકાસીને લાવ્યા. કેવી સરસ સુગંધી છે ? કેવો દેખાવ છે ? વાહ ! પણ બે દિવસ પડી રહી તો શું થયું ? બગડી ગઈ, કોહવાઈ ગઈ. પછી એ કેરી હાથમાં લેવી ન ગમે. લોકો એમ કહેતા હોય છે કે દાંત તો દાડમની કળી જેવા છે. પછી દાંત સડી જાય, ડૉક્ટર પાસે જાવ અને દાંત કાઢી તમને કહે કે લો, આ દાડમની કળી. તમને હાથમાં લેવી ગમશે ? તમે કહેશો કે ફેંકી દો. શું થયું ? દાડમની કળી ક્યાં ગઈ ? બદલાઈ ગઈ, પલટાઈ ગઈ. આ જગતને શાંતિથી જુઓ. ક્ષણે ક્ષણે કોનો ભરોસો કરવો ? ક્ષણે ક્ષણે પ્રત્યેક વસ્તુ બદલાઈ રહી છે. ‘માડી જાણે મોટો થાય, જમડો દહાડા ગણતો જાય’. મા એમ જાણે કે મારો ગગો મોટો થઈ રહ્યો છે, એને ખબર નથી કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org