________________
૨૪૬
પ્રવચન ક્રમાંક
93
Jain Education International
પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦
ગાથા ક્રમાંક- ૯૦
પારમાર્થિક નિવૃત્તિ
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦)
પાંચમું પદ ‘મોક્ષ છે’ તે વાત ચાલી રહી છે. આ વાતના પાયામાં મહત્ત્વની વાત એ કરવી છે કે મોક્ષ એ મેળવવાની ચીજ નથી પણ મોક્ષ તો આત્માનો સહજ સ્વભાવ છે. મોક્ષ કોઈ બીજી દુનિયા છે કે કોઈ ખાસ વ્યવસ્થા છે તેમ નથી, પરંતુ તે આત્માનો સ્વભાવ છે પણ આજે એ સ્વભાવનું વિસ્મરણ થયું છે, તેનું આપણને ભાન નથી. એ ભાન જો થાય તો આપણને ખ્યાલ આવે કે મોક્ષ છે અને મોક્ષ સ્વભાવ કઈ રીતે પ્રગટ કરવો ? એ માટે એક લીટીમાં માર્ગ આપ્યો. મોક્ષ આત્માનો સ્વભાવ છે, પણ તે દબાયેલો છે, અવરાયેલો છે. સ્વભાવ છે પણ તિરોભૂત છે. વારંવાર કહેવામાં આવે છે કે બીજમાં વૃક્ષ તો છે પણ દેખાતું નથી. છે વાત નિશ્ચિત પણ એ ખીલવું જોઈએ, વિકસવું જોઈએ, બીજ ધરતીમાં જવું જોઈએ, એને અનુકૂળ સામગ્રી સાધનો મળવાં જોઈએ, એને સાહસ કરવું જોઈએ. તેને ખતમ થવું જોઈએ, નષ્ટ થવું જોઈએ, ત્યારે એમાંથી વડલો બને છે, વૃક્ષ બને છે.
જ્યારે સર્વકર્મનો ક્ષય થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે મોક્ષ પ્રાપ્ત થયો એટલે સહજ સ્વભાવ પ્રગટ થયો તેમ કહેવાય. કર્મ તેને આવરણ કરે છે અને આવરણ હંમેશા બહારથી આવે છે. આવરણ દૂર કરી શકાય છે, દા.ત. સૂર્ય ઊગ્યો, બપોરના બાર વાગ્યા છે. સૂર્યના કિરણો રેલાય છે, પણ અચાનક અષાઢ મહિનામાં કાળા ડિબાંગ વાદળાં થયાં અને સૂર્યને ઘેરી વળ્યાં, સૂર્ય ઢંકાઈ ગયો, વાદળનું આવરણ તેના ઉપર છવાઈ ગયું. પ્રકાશ થોડો થોડો દેખાય છે પણ સૂર્ય દેખાતો નથી. સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ પણ છે. આડાં વાદળો આવ્યાં છે. તો અહીં કામ એક જ કરવાનું કે વાદળો દૂર કરો. સૂર્યમાં કંઈ કરવાનું નથી. પ્રકાશમાં કશું કરવાનું નથી. જે કરવાનું છે તે વાદળામાં કરવાનું છે, વાદળાં જો દૂર થાય તો સૂર્યનો પ્રકાશ તમને નૈસર્ગિક રીતે મળે, તેમ આત્મા પરથી કર્મોરૂપી વાદળાં ખસી જાય તો જીવનો જે સહજ સ્વભાવ મોક્ષ છે તે પ્રગટ થાય. અહીં બહુ મથામણ કે મહેનત કરવાની જરૂર નથી, આમાં મોટું જોખમ ખેડવાનું નથી. હિમાલયનો પહાડ ચડવાનો કે કોઈ દરિયો તરવાનો નથી. આવરણ જ દૂર કરવાનું છે. અને આવરણ દૂર થઈ શકે છે. ડબ્બાનું ઢાંકણું ગમે તેટલું મજબૂત રીતે બંધ હોય તો પણ ખોલી શકાય છે, પરંતુ આવડત અને કૌશલ્ય જોઈએ. જેમ વાદળો દૂર થઈ શકે છે, તેમ
For Personal & Private Use Only
www.jainelibrary.org