________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૧ સજા નિશ્ચિત છે. જૈન પરંપરામાં દ્રવ્યાનુયોગ છે, તેમ કર્મ ફીલોસોફીનું પણ વર્ણન છે. જુદી જુદી ગતિઓ છે, જુદા જુદા ભાવો અને અધ્યવસાયો છે. આવા ભાવો અશુભ, આ પ્રકારના શુભ અને આ પ્રકારના ભાવો મધ્યમ કહેવાય છે. આ ચોક્કસ ભાવનું આ ચોક્કસ પરિણામ આવે છે. તેના ફળ ભોગવવાં પડે છે, અને ફળ ભોગવા માટે જગતમાં કાયમી વ્યવસ્થા છે. નરક કે સ્વર્ગ નવું બનાવવું પડતું નથી. તે અનાદિકાળથી છે. ત્યારે ચાર ગતિઓ પણ અનાદિકાળથી છે. તો ગણિત શું આવ્યું? આપણે અનાદિકાળથી, ગતિઓ અનાદિકાળથી, સંસાર પણ અનાદિકાળથી, ફળ ભોગવવાનું અનાદિકાળથી, આપણા ભાવો, કર્મરચના, ક્રિયાઓ, સુખ દુઃખ જે ભોગવીએ છીએ તે બધું જ અનાદિકાળથી છે. આ રીતે દરેક જીવ અનંતકાળ કાઢી રહ્યો છે, માટે અમે કહીએ છીએ કે આ વિજ્ઞાન ઘણું ગહન છે.
એટલી વાત સમજી લેજો કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી શુભ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાથી અશુભ ગતિ અને શુભ અશુભ મધ્યમ અધ્યવસાયથી મનુષ્ય કે પશુગતિ મળે. ચાર ચાર ગતિઓમાં અને ચોર્યાશી લાખ જીવાયોનિમાં અલગ અલગ અવસ્થામાં આ જીવ યાત્રા કરતો આવ્યો છે. આ વખતે મુંબઈમાં આવ્યો છે. અહીં ખેલ ચાલુ કર્યો છે. હવે આવતો ખેલ ક્યાં થશે તે ખબર નથી. યાદ કરજો કે તમે કેવા કેવા ભાવો કર્યા છે. જગતમાં કોઈના ઉપર પ્રગાઢ રાગ કર્યો હશે તે અવસ્થા જુદી હશે, કોઈના પ્રત્યે પ્રગાઢ ષ કર્યો હશે તે અવસ્થા જુદી હશે, ભાન ભૂલીને ક્રોધ કર્યો હશે, ક્યારેક અહંકારથી ઉન્મત બન્યા હોઈશું. આમ અલગ અલગ અવસ્થા થાય છે તેથી તેના પરિણામો પણ જુદા જુદા મળે છે. બીજી વાત, ઉત્કૃષ્ટ શુભ ગતિ થાય તો ઊર્ધ્વ આરોહણ થાય. અશુભ ગતિ જો થાય તો નીચે જવાનું થાય અને મધ્યમ ગતિ જો થાય તો મધ્યમ ક્ષેત્રમાં રહેવાનું થાય. હે શિષ્ય ! સાવ સંક્ષેપમાં અમે તારી પાસે ગહન વાત કરી છે, અને શિષ્યને પણ સમાધાન થાય છે કે આત્મા છે, નિત્ય છે, અને તે કર્મનો કર્તા પણ છે. અને કર્મનો ભોક્તા પણ છે. આ ચાર બાબતો સ્પષ્ટ થઈ.
આત્મસિદ્ધિમાં ૮૫થી ૧૪૨ સુધી જે ગાથાઓ છે તે અત્યંત ગંભીર ગાથાઓ છે. પારમાર્થિક, પરમ ગંભીર અને રહસ્યમય પણ છે. નમ્ર બનીને, સરળ બનીને, અમારામાં તીક્ષ્ણ બુદ્ધિ છે તેવું માન્યા વગર, વાત જેવી છે તેવી સમજવા પ્રયત્ન કરજો. આ બધી ગાથાઓમાં ઘણી વાતો કૃપાળુદેવે સ્પષ્ટ કરી છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, જુદા જુદા ભેદો વિષે, સાધનો વિષે મતભેદ, જ્ઞાન, ક્રિયા, નિમિત્ત-ઉપાદાન વિગેરે વાતો પરમકૃપાળુદેવે દીવા જેવી કરી છે. તેના અર્થો યથાતથ્ય થાય તો બરાબર છે. તેના અર્થો બદલી પોતાને ગમે તેવા અર્થો જો થતાં હોય તો મૂળભૂત શાસ્ત્રોને આપણે ન્યાય નથી આપતા. મહાપુરુષોએ કહ્યું છે કે પાંચમું પદ મોક્ષ છે, પણ શિષ્ય પોતાની શંકા વ્યક્ત કરે છે.
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. (૮૭)
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org