________________
ૐ મર્દ નમ: શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમ પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ૭૧મી પાટે તપાગચ્છમાં શ્રી સંઘસ્થવિર પંન્યાસજી મણિવિજયજી મહારાજ થયા. તેઓશ્રીની ચોથી પાટે (શ્રી મહાવીરસ્વામીની ૭૫મી પાટે) યોગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ થયા. પાળીયાદના વતની આ યોગીપુરુષનો જન્મવિ.સં.૧૯૩૩ પોષ સુદ-૧૫ ના રોજ પાલિતાણા મુકામે થયો હતો. ૧૭ વર્ષની ખીલતી વયે વિ. સં. ૧૯૫૦ના માગશર સુદ દશમના વડોદરા મુકામે પૂ.આ.વિ. કમલસૂરીશ્વરજી મ. ના ચરણોમાં જીવન સમર્પિત કરી કેશવજીભાઈમાંથી તેઓશ્રી મુનિશ્રી કેશરવિજયજી મહારાજ બન્યા. - પૂજ્યશ્રીએ ગુરુચરણોમાં રહી જૈનદર્શનનો ગહન અભ્યાસ કર્યો, યોગધ્યાનના માર્ગે આગળ ડગ ભરવાનિયમિત રીતે સતત નવ કલાક ધ્યાન કરતાં, એકાંત સ્થળે તથા તળાજા, તારંગા, આદિની ગુફાઓમાં બેસી યોગ તથા ધ્યાનની સાધના તરફ સ્વચેતના વાળી. પરિણામે જીવનમાં સમ્યમ્ અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ થઈ. એકાંત, મૌન અને અસંગના ચાહક ગુરુદેવનું હૈયું નિષ્કારણ અને નિષ્કામ કરુણાથી છલકતું હતું. ગુરુદેવે અનેક રાજાઓ અને રાજપૂતોને અભક્ષ્ય ભક્ષણ અને વ્યસનોથી મુક્ત કરી અહિંસક બનાવ્યા તથા કસાઈ, મોચી, ઘાંચી આદિ અનેક કોમની વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આપ્યું. સામાન્ય જનસમૂહ સમજી શકે એવી સરળ ભાષામાં, પ્રારંભથી માંડીને અધ્યાત્મના સર્વોચ્ચ વિકાસમાં સહાયક ૧૮ આધ્યાત્મિક ગ્રંથોની રચના કરી જગતને અદ્ભુત તત્ત્વજ્ઞાન પીરસ્યું, જે આજે પણ અનેક આત્માઓનું તારણહાર બની જગતમાં તેઓશ્રીના શબ્દદેહે જયવંત વર્તે છે. ગુરુદેવશ્રીનું છેલ્લું ચાતુર્માસ અમદાવાદ વાઘણપોળ, ઉજમફઈની ધર્મશાળામાં થયું. વિક્રમ સંવત ૧૯૮૭ શ્રાવણ વદ-૫ ના સૌની સાથે ક્ષમાપના કરી સમાધિપૂર્વક સાંજે ૬ ક. ૪૫ મિ. એ અમર આત્મા પદ્માસનમાં જ દેહપિંજર છોડીને ચાલ્યો ગયો.
પૂ.ગુરુદેવશ્રી દ્વારા આલેખિત પુસ્તકો, પાલિતાણાગિરિવિહારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આધ્યાત્મિક માર્ગની રુચિવાળા જીવો તે પ્રાપ્ત કરી, વાંચીને આત્મશ્રેયને સાધે, એ મંગલ ભાવના.
યોગ દિવાકર પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મ.સા. રચિત તત્ત્વજ્ઞાન સભર પુસ્તકોની યાદી..
૧. નીતિમય જીવન ૨. ગૃહસ્થ ધર્મ ૩. સમ્યગ્દર્શન ૪. શાંતિનો માર્ગ ૫. આત્મ વિશુદ્ધિ ૬. ધ્યાન દીપિકા ૭. આત્મજ્ઞાન પ્રવેશિકા ૮. નીતિવિચાર રત્નમાળા ૯. ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન
૧૦. મહાવીર તત્ત્વ પ્રકાશ ૧૧. શ્રી યોગશાસ્ત્ર ભાષાંતર ૧૨. પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ ૧૩. શ્રી આનંદ અને પ્રભુ મહાવીર ૧૪. શ્રી પ્રબોધ ચિંતામણિ ૧૫. શ્રી દશવૈકાલિક સૂત્ર ભાષાંતર ૧૬. આત્માનો વિકાસક્રમ અને મહામોહનો પરાજય ૧૭. શ્રી મહાબલ મલયાસુંદરી ચરિત્ર ભાષાંતર ૧૮. શ્રી સુદર્શના ચરિત્રયાને સમળી વિહાર ભાષાંતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org