________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્માની વાત કરો છો તે દેખાતો નથી, પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી માટે આત્મા નથી. આવું અમને લાગે છે.
શિષ્યના આ નિર્ણય પાછળ તેનો અનુભવ છે, સમજ છે, તેને પણ બુદ્ધિ છે, તેનું પણ ગહન ચિંતન છે. આત્મા નથી આટલું જ નક્કી થઈ જાય તો આયલને મોટી નિરાંત થય. કેમ? ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, સદ્ગુરુ શોધવા, એમના ચરણોમાં જવું, પ્રત્યક્ષ સદ્ગુરુ છે કે નહિ? છે તો ક્યાં છે, કેવા હોવા જોઈએ? નથી તો કેમ નથી? ક્યારે મળશે? કેવા સ્વરૂપમાં હશે? આ બધી પંચાતમાંથી આપણો છૂટકારો થઈ જાય. રોજ સવારે ચાર વાગ્યે ઊઠો. કડકડતી ઠંડીમાં આસન વાળી બેસો, આટલા બધા નિયમો, વ્રતો, પ્રતિજ્ઞાઓ, આટલી બધી પ્રચંડ સાધનાઓ આ બધું કરવું પડે છે. આત્મા છે એમ માનીએ તો કરવું પડે ને? આત્મા જ નથી એમ માનીએ તો બહુ નિરાંત થઈ જાય.
__ हत्था गया इमे कामा, कालिया जे अणागया।
को जाणइ परे लोओ, अत्थि वा णत्थि वा पुणो ॥ ભગવાન મહાવીર કહેતા હતા કે જગતમાં આત્માનો ઈન્કાર કરનારા એવા અનાત્મવાદીઓ, એટલે ભૌતિકવાદીઓ કહે છે કે શરીર છે, પણ તેનાથી વિશેષ કંઈ નથી, માટે આ કામભોગનાં સાધનો આપણા હાથમાં આવ્યાં છે, આપણને મળ્યાં છે, એ કામભોગનાં સાધનોમાં સુખ છે, એ ભોગવવા જેવાં છે. તેનો આસ્વાદ કરવા જેવો છે. જીભ સ્વાદ લેવા માટે છે, આંખ રૂપે જોવા માટે છે, કાન સંગીત સાંભળવા માટે છે. સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવા માટે છે. આટલી બધી વિરાટ દુનિયા અને આટલાં બધાં વિરાટ સાધનો જે આપણને પ્રાપ્ત થયાં છે તેને ભોગવી લો. કાલની કોને ખબર છે? આપણને આનંદ થાય અને ગમે તેવી આપણા પક્ષની વાત છે.
એક બીજી વાત પણ રજૂ કરી કે “ો ગાઈફ પરે રોમે’ આ બધા લોકો કહે છે કે સ્વર્ગ છે, નરક છે, મૃત્યુલોક છે. પાતાળલોક છે. મરણ પામી લોકો જુદી જુદી ગતિઓમાં જાય છે, આવી અવસ્થામાં જાય છે, પણ કોણ ક્યાં જાય છે તે કોઈ આપણને કહેવા આવતું નથી. કેશીકુમાર પરદેશી રાજાને બોધ આપવા ગયા હતા, ત્યારે પરદેશી રાજા કહે છે કે, તમે જે કહો છો તે પ્રમાણે સાચું જ હોય તો મારા દાદા બહુ પાપી હતા, વ્યસની અને દુરાચારી હતા, હિંસક હતા, શિકાર કરતા હતા, મદિરા પાન પણ કરતા હતા. તો તમારા કહેવા પ્રમાણે તેઓ મરણ પામીને નરકગતિમાં જ ગયા હોવા જોઈએ. પરંતુ એક વાત છે કે તેમને મારા પ્રત્યે બહુ જ પ્રેમ હતો, લાગણી અને સ્નેહ હતો, બહુ વાત્સલ્ય હતું. તેથી મને થાય છે કે હું તેમને યાદ આવતો હોઈશ તો તેઓ મને કહેવા ન આવે કે બેટા, તું આવું કરીશ નહી, અમે બહુ દુઃખી થઈ રહ્યા છીએ. પણ તેઓ એવું કંઈ કહેવા આવ્યા નથી. માટે નરકની વાત ખોટી છે. વળી મારા દાદીમા તો ખૂબ જ ધાર્મિક હતાં. પૂજા પાઠ કરે, સ્વાધ્યાય કરે, મંદિરમાં જાય, સાધુસંતની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org