________________
28.
પડે નહીં. તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો, તે ન્યાયયુક્ત લાગતું નથી. તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાં રહ્યું?
પંચમ પદ “મોક્ષ છે” વિશે પ્રશ્નો
જેમ જેમ શિષ્ય શ્રીગુરુનાં વચનામૃત વાગોળતો જાય છે, તેમ તેમ તેની વિવેકશક્તિ વધતી જાય છે અને પરિણામે તેને તત્ત્વનાં ગૂઢ રહસ્યો સમજાતાં જાય છે. પરમકૃપાળુદેવે મોક્ષ પદને નહીં સ્વીકારનાર પૂર્વ મીમાંસા દર્શનની પ્રચલિત દલીલને તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે.
પ્રશ્ન - ૧ આત્માનું કર્તૃત્વ અને ભોક્નત્વ દૃઢપણે ભાસે છે; પરંતુ અનંતકાળ વીત્યા છતાં કર્મબંધ થવામાં કારણભૂત એવા રાગ-દ્વેષ આદિ જે દોષો આત્મામાં છે, તે હજુ ટળ્યા ન હોવાથી જીવને કર્મબંધનથી નિવૃત્ત થવારૂપ મોક્ષ હોય એમ ભાસતું નથી.
પ્રશ્ન - ૨
જીવ અનંતકાળથી શુભાશુભ પરિણામ કર્યા જ કરે છે. જો તે શુભ કર્મ કરે તો તે દેવાદિ ગતિમાં પુણ્યરૂપ શુભ ફળ ભોગવે છે અને જો અશુભ કર્મ કરે તો તે નરકાદિ ગતિમાં પાપરૂપ અશુભ ફળ ભોગવે છે. ચારે ગતિમાં ફરતો જીવ કમરહિત દેખાતો નથી, તેથી જીવનો સર્વ કર્મના સંગથી રહિત એવો મોક્ષ થવો સંભવિત લાગતો નથી.
આ બધા પ્રશ્નોનું વિગતવાર સ્વરૂપ અને શ્રી સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવા આ ગ્રંથનું સાદંત અવગાહન કરવું જ રહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org