________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ૭ અનુભૂતિ કરવા માટેની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે સમ્યગુચારિત્ર. સમ્યગ્દર્શન થયા પછી સમ્યફચારિત્ર્ય તરફ વલણ ન થાય એવું કદી પણ બનતું નથી. એક વખત દીકરીનું સગપણ થયું એટલે બે ભાગ પડી ગયા. એક ભાગ જ્યાં ઊભી છે ત્યાં અને એક ભાગ જ્યાં જવાનું છે ત્યાં. તેને વધારે ચિંતા જ્યાં જવાનું છે તેની છે. સમ્યગૃષ્ટિને ખ્યાલ આવી ગયો છે કે આ સંસાર મારું પિયર છે, તે છોડીને મારે મોક્ષમાં જવાનું છે. સમ્યગ્દષ્ટિ મહાત્માને એવી તાલાવેલી જાગી હોવાના કારણે તે પોતાની તમામ તાકાત વાપરીને, આત્માને જે કર્મનું વળગણ વળગ્યું છે તે દૂર કરવા પ્રચંડ પુરુષાર્થ કરે છે.
આત્મદ્રવ્ય શુદ્ધ છે, આત્માના ગુણો શુદ્ધ છે, પરંતુ તેની વર્તમાન પર્યાય અશુદ્ધ છે, આ વર્તમાન અશુદ્ધ પર્યાય શુદ્ધ બન્યા સિવાય દ્રવ્યની અનુભૂતિ થઈ શકતી નથી. દ્રવ્ય પોતા પાસે હાજર છે, પોતે જ આત્મદ્રવ્ય છે, પરિપૂર્ણ છે, તેમાં જે ભર્યું છે તે પર્યાયમાં ઉલ્લસી આવવું જોઈએ, પર્યાયમાં એ ઝળકી ઊઠવું જોઈએ, પર્યાયમાં એ પ્રગટ થવું જોઈએ પર્યાયમાં એ ઊતરી જવું જોઈએ અને જ્યારે એ ઊતરશે ત્યારે સમગ્ર દ્રવ્યનો અનુભવ થશે. અને તે વખતે તેના જીવનમાં ચાર શબ્દો હશે. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ખજાનો મળી ગયો. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં'. એને એવી સમાધિ મળી કે જેનો હવે અંત આવવાનો નથી. આ વાત એટલા માટે સ્પષ્ટ કરીએ છીએ કે તમે કદાચ ભ્રમણામાં ન રહો કે સમ્યગદર્શન થાય પછી કંઈ કરવાની જરૂર રહેતી નથી, અને સદ્ગુરુ મળે પછી પણ અમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી. તમારે તો એવી અવસ્થા જોઈએ છે કે તમારે કશું કરવું જ ન પડે. બીજા કોઈ કરી આપે. તમારે બાદશાહી જ ભોગવવી છે. ગુરુ એમ કહે છે કે મા રસોઈ કરે, પ્રેમથી ભાણામાં પીરસે, બહુ વ્હાલ કરે તો કોળિયો મોઢામાં મૂકે. પણ ચાવવું કોને પડશે? જો માને ચાવીને આપવાનું હોય તો મા ચાવીને આપવા પણ તૈયાર છે મા કોળિયો મૂકી શકે છે. ચાવવાનું કામ વ્યક્તિએ કરવું પડે છે. સદ્દગુરુ માર્ગ આપી શકે છે, ચાલવાનું કામ તમારે કરવાનું છે. નહિ ચાલો તો યાત્રા ત્યાં ને ત્યાં રહેશે. સમ્યગુદર્શન પછીની સાધના ચારિત્ર્ય મોહના ક્ષય માટે કરવાની છે. ચારિત્ર્યમોહના ક્ષયની ઘટના જેના જીવનમાં ઘટે છે, તે પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
આ બધી જ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આધારભૂત તત્ત્વ તે આત્મતત્ત્વ છે. જૈનદર્શનમાં બે તત્ત્વો કહ્યાં છે. જડ અને ચેતન. પુદ્ગલ અને આત્મા. પરંતુ જ્યારે વિસ્તૃત વિવેચન કર્યું ત્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને કાળ એમ વિભાજન કર્યું. તો યે સ્પષ્ટ સમજાયું નહિ. તેથી કહ્યું કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્ત્વો જાણવાં પડશે. આ નવતત્ત્વનું અધ્યયન કરવું પડશે. નવ તત્ત્વોનું ચિંતન, મનન, મંથન કરવું પડશે. લોકો કહે છે કે આટલું બધું માથું ખરાબ કરવા કરતાં માળા ગણીએ તો શું ખોટું ? આ માથું ખરાબ કરવાની વાત છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org