________________
પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ દેહમાંથી ચેતનની ઉત્પત્તિ થાય છે, તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવ વશ છે? અર્થાત્ એમ કોણે જાણ્યું ? તે આત્માના અનુભવ વશ છે. શરીરના અનુભવને વશ નથી. કોઈ બીજો જે આગળ પાછળ હયાત હોય તે જાણે. જાણનાર તો હયાત હોવો જોઈએ ને ? શરીર હતું અને ગયું, તે જાણનાર હયાત હોવો જોઈએ ને ? એ છે આત્મા, અને એ આત્મા નિત્ય છે. જન્મ પહેલાં આત્મા ન હતો અને શરીરના જવા પછી આત્મા નહિ હોય એ તારી જે વાત છે તે અનુભવ વગરની વાત છે. અજ્ઞાનયુક્ત કલ્પનાથી આ પ્રમાણે માને છે.
અમારો નિચોડ તો એ છે કે આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે, અખંડ છે. જન્મ અને મરણ તથા સંયોગ અને વિયોગ દેહમાં થાય છે. આત્મામાં થતાં નથી. આત્મા દેહમાંથી જાય છે. નવું શરીર પ્રાપ્ત થાય છે અને જીર્ણ પણ થાય છે. તેની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે, અને તેનાથી જાણનાર એવો આત્મા જુદો જ છે. આ ૬૨મી ગાથામાં પરમકૃપાળુદેવે શિષ્ય સાથે ઉપરની વાત કરી. ૬૩મી ગાથામાં આ જ વાતને વિગતવાર ઊંડાણપૂર્વક કહેશે. અત્યારે આટલી વાત.
૧૨૮
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
สติ
For Personal & Private Use Only
www.jainelibrary.org