________________
૧૩૮
પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ જ્ઞાનમાં જોયા. તેમણે એક વાત કરી છે કે પુનર્જન્મ છે અને એ માટે અમારે કોઈ શાસ્ત્રોનો આધાર લેવાની જરૂર નથી. અમને પોતાને અનુભવ છે. સાત વર્ષની ઉંમરે નાની ઘટના ઘટી. ગામમાં અમીચંદભાઈનું મૃત્યુ થયું. વવાણિયામાં તેમને અગ્નિદાહ દેવાનો હતો. તેમને મૃત્યુ એટલે શું તે જાણવાની ઈંતેજારી થઈ. બાળકોને ના પાડો તો એ કામ કર્યા વગર રહે નહીં. ફ્રોઈડ પોતાની પત્ની સાથે ફરવા ગયેલા. તેમની સાથે બાળકો પણ હતાં. તેમણે પત્નીને કહ્યું આ જગ્યા અવાવરૂ છે, બાળકોને ત્યાં જવાની ના પાડજો. છોકરાઓએ તે સાંભળ્યું અને તેજારી થઈ કે આ જગ્યા કેવી હશે કે પપ્પાએ ના પાડી? બાળકોને ના પાડો તો તેઓ તેમની લીલા કર્યા વગર રહે જ નહિ. તેઓ અભ્યાસ કર્યા વગર રહે જ નહિ. એ છાનીછૂપી રીતે જગ્યા જોવા ગયાં. કૃપાળુદેવને જોવાની ઇતેજારી થઈ. આજે પણ એ બાવળિયો છે જેના ઉપર ચડી તેઓ બધું જોતા રહ્યા. એ સાત વર્ષની ઉંમરનો બાળક જોવા ગયો અને જોતાં જોતાં પડળ ખસી ગયું. અભુત ઘટના ઘટી, પડળ ખસી જતાં જોયું કે ગયા જન્મમાં અમે અહીં હતા, ત્યાર પહેલાં અહીં હતા. તેમ ઘણાં ભવોનું જ્ઞાન થયું.
રાજપુત્રી સુદર્શના રાજસભામાં બેઠી છે. અને કોઈ ધનવાન શ્રેષ્ઠી રાજાને ભેટ ધરવા આવ્યા, તેવામાં તેને છીંક આવી અને નમો અરિહંતાણં બોલ્યા. એ સુદર્શનાએ સાંભળ્યું. તેને થયું કે આવું મેં ક્યાંક સાંભળ્યું છે. પૂર્વનું પડળ ખસી ગયું અને યાદ આવ્યું કે ભરૂચમાં હું સમળી હતી, કોઈ પારધીએ મને બાણ માર્યું, તેવામાં કોઈ મુનિ નીકળ્યા અને મને નવકાર સંભળાવ્યો. મારો દેહ છૂટી ગયો. હું મૃત્યુ પામી રાજપુત્રી તરીકે જન્મી. આ ઉપરથી નક્કી થાય છે કે પૂર્વ જન્મ છે. ત્યાંના સંસ્કાર લઈ બીજા જન્મમાં આપણે જઈએ છીએ. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કોઈપણ સંસ્કાર પ્રગાઢ પાડશો નહિ. સારા સંસ્કાર પાડજો. નબળાં સંસ્કાર પાડશો તો તેને ભૂસી નાંખતાં નાકે દમ આવી જશે. રામકૃષ્ણ કહેતા હતા કે ઊંડા ખીલા ન નાખશો. બહુ જો ઊંડા ખીલા નાખશો તો કાઢતાં મુશ્કેલી પડશે. તમારા સંસ્કાર એટલા મજબૂત ન પાડશો કે જ્યારે સાધના કરવી હોય ત્યારે તમને તકલીફરૂપ તે બને. સાધનાનો પ્રારંભ કરવા જશો ત્યારે તમને કોણ નડશે? પોષેલા સંસ્કાર નડશે. ક્રોધના, અહંકારના, ઈર્ષા કે કામવાસના વિગેરેના સંસ્કાર દઢ હશે તો તેનો ક્ષય કરતાં તમને ઘણી મુશ્કેલી પડશે, નાકે દમ આવી જશે. ઘણા લોકો કહે છે સાહેબ ! ક્રોધ કરવો નહિ તે અમે જાણીએ છીએ પણ ક્રોધ અમને છોડતો નથી. અરે ! ક્રોધ તને છોડતો નથી કે તું તેનો છેડો છોડતો નથી ?
ક્રોધાદિ તરતમ્યતા એટલે ક્રોધનું ઓછું વધતું પ્રમાણ, સર્પ વિગેરે પ્રાણીઓમાં જન્મથી જ જોવામાં આવે છે. સાપનો કણો હોય તો પણ જોખમી. વાંદરાનું બચ્ચું ભલે હોય, તેને પણ ગુલાંટ મારતાં વાર નથી લાગતી. તેને શીખવવું પડતું નથી. કેમ? પૂર્વજન્મના સંસ્કાર. વાંદરાઓ શિબિર કરતાં નથી અને તેમને શીખવવું પડતું નથી કે ગુલાંટ કેમ મારવી? આવું જોયું નથી. આપણે ત્યાં ક્રોધ ન કરવો તે માટે સાત સાત દિવસની શિબિર થાય છે, પરંતુ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org