________________
સ્વરૂપ- સ્થિરતાની સાધનાની અધ્યાત્મ પ્રવૃત્તિઓ અને આત્મબોધદાયક પૂ.ગુરુજીની અમૃતવાણીની સૌરભ ડીસા, પાલનપુર, મહેસાણા, ખેરવા, અમદાવાદ, કોબા, મોરબી, રાજકોટ, વવાણીયા સુધી સીમિત ન રહેતાં મુંબઈ, મધ્યપ્રદેશ, બેંગ્લોર અને અમેરિકા સુધી પ્રસરી છે.
પૂ.ગુરુજીના સાંનિધ્યમાં અધ્યાત્મ જીવનનું સર્વોત્તમ શિખર સ્વરૂપ રમણતા સિદ્ધ કરવા સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા આદર્શ આધ્યાત્મિક સંકુલ અને દિવ્ય તીર્થધામ છે. પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધના દ્વારા જીવનની શાંતિ અને પરમાર્થનો માર્ગ પામવા વાનપ્રસ્થો માટે સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર છે. આત્માર્થી સાધકો માટે સાધક કુટિર, કેશર ધ્યાન કક્ષ - પાંચ કુટિરો, ભગવાન પાર્શ્વનાથનું મંદિર છે. અતિથિઓ માટે આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ છે. અધ્યયન માટે લાયબ્રેરી, ઓડિયો-વિઝયુઅલ માટે ઓડીટોરિયમ અને સુંદર ભોજનાલયની સગવડ આ પવિત્ર પરિસરમાં આવેલી છે.
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રમાં પૂ.ગુરુજી આત્મબોધ આપી વીતરાગતાને વરવા જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યનું અમૃત પીરસે છે. પ.પૂ. ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. દર રવિવારે અને સમયાંતરે નિયમિત આયોજાતી ધ્યાન શિબિરોમાં એમની નિશ્રામાં ધ્યાનની ભૂમિ ઉપર પ્રેમના પુષ્પો પાંગરી જીવન ઉત્સવ બને છે. જીવનમાં જ્ઞાન પ્રકાશનાં અજવાળાં પાથરી સાધક પૂ.ગુરુજીના સાંનિધ્યમાં પરમતત્ત્વની ઓળખાણ દ્વારા પરમ સમીપે જવા ધ્યાન સાધના કરે છે.
પૂ.ગુરુજીની પ્રેરણાથી આશ્રમની પવિત્ર ચેતનવંતી ભૂમિમાં એકાંત, અસંગ, મૌનસ્થ દશામાં સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન, ભક્તિ, ધ્યાન સાધના અર્થે સાધુ-સંતો અને આત્માર્થી મુમુક્ષુ જીવો આત્મોન્નતિ કરી શકે તે હેતુથી સગવડો આપતા આદર્શ આત્મ આરાધના કેન્દ્રની શરૂઆત અધ્યાત્મ જગતની નોંધપાત્ર ઘટના છે.
દરેક તત્ત્વજ્ઞાની અંતે તો એક “સત્” તત્ત્વની જ ખોજ કરે છે. સર્વદર્શન સભાવ અને અન્ય મત પ્રત્યે ઉદાર, અનેકાંતદષ્ટિ ધરાવનાર પૂ.ગુરુજીએ આત્માર્થી જીવ ભારતીય તત્ત્વજ્ઞાનની પ્રદર્શન વિચારધારાને જાણી અને સમજી શકે એ ઉદ્દેશ્યથી આશ્રમમાં વીતરાગ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરેલ છે. જેમાં વીતરાગ દર્શનની દૃષ્ટિએ ધર્મ, કર્મ, તત્ત્વદર્શન, મોક્ષમાર્ગ, જીવના ક્રમિક વિકાસના ૧૪ ગુણસ્થાન, અનેકાંતવાદ, બાર અનુપ્રેક્ષા, યોગ, ધ્યાન, વીતરાગ વિજ્ઞાનની માહિતીસભર સંક્ષિપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org