________________
૧૮૬
પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો,
પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી ગહીએ આપ સુહાવો ચેતન: આનંદઘનજીએ સરળ ભાષામાં કહ્યું કે હે ચૈતન્ય ! હે આત્મા ! તું શુદ્ધાત્માનું ધ્યાન કર, શુદ્ધાત્માને તું લક્ષમાં લે, શુદ્ધાત્માને તું જાણ. “પર પરચે ધામધૂમ સદાઈ” અત્યાર સુધી તારી ધામધૂમ પર પરચામાં છે, વિભાવમાં છે, તો પોતાનો પરચો તું કર. તારો પરિચય જો કરીશ તો તારો સ્વભાવ વિકાસ પામી જશે. અને કર્મો ઉપર તારો પ્રભાવ નહિ પડે. ગાથા એમ આવી કે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ.” જો ચૈતન્યને પોતાનું ભાન થાય તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા બને પરંતુ જો પોતાના ભાનમાં પોતે વર્તે નહિ તો પોતાનું ભાન ભૂલી જઈ વિભાવનો કર્તા બને. અને વિભાવનો કર્તા બનવાથી કર્મો ઉપર એનો પ્રભાવ પડે છે. કર્મો ઉપર પ્રભાવ પડે છે ત્યારે સાધક કર્મોથી અવરાય છે. પરમાર્થે આત્મા સ્વભાવનો કર્તા રહેવો જોઈએ, તે સ્વભાવનો કર્તા મટીને વિભાવનો કર્તા થાય છે, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે ચેતન પોતાના સ્વભાવમાં રહેતો નથી એના કારણે કર્મ ઉપર પ્રભાવ પડે છે. જો પોતાના સ્વભાવમાં રહે તો એ સ્વભાવનો કર્તા બને છે. સ્વભાવના કર્તા બનવું તેનું નામ ધર્મ અને વિભાવના કર્તા બનવું તેનું નામ કર્મ અર્થાત્ વિભાવના કર્તા બનવાથી બંધાય છે કર્મ. બે શબ્દો સામસામે છે. આ બાજુ ધર્મ શબ્દ, બીજી બાજુ કર્મ શબ્દ. આનંદઘનજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું, “ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ.' બહુ મૌલિક વાત છે. ધર્મ જિનેશ્વરના ચરણકમળમાં રહ્યા પછી કોઈ કર્મ બાંધતું નથી. જ્યાં ધર્મ હોય ત્યાં કર્મ ન હોય. અને જ્યાં કર્મ હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મનું શરણ જેણે ગ્રહણ કર્યું તે કર્મ ન બાંધે. ધર્મ કર્મનો છેદ કરે છે. કર્મ ધર્મ ઉપર છેદ મૂકે છે. તો એવાં જે કર્મો તેનાથી હે ચૈતન્ય તું મુક્ત બન.
આ ગાળામાં શિષ્યની શંકાનું સમાધાન થાય છે. ત્રણ બાબતો નક્કી થઈ. (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મનો કર્તા છે, આ ત્રણ વાતો તેણે સ્વીકારી લીધી. શિષ્ય માનવામાં જરાય ઉતાવળ કરતો નથી અને સમજ્યો કે ન સમજ્યો પણ તમારી વાત સાચી એમ પણ કહેતો નથી. શિષ્ય બધું બારીકાઈથી અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજે છે. ઝીણામાં ઝીણી વાત શિષ્ય પોતાના પક્ષે રજુ કરે છે. અને આ ચોથી વાત શિષ્ય ગુરુદેવ પાસે રજુ કરીને, હૃદયપૂર્વક તેની સ્પષ્ટતા પણ માગે છે.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? આ બહુ મોટી વાત છે. તમે કહો છો આત્મા કર્મનો કર્તા છે, બરાબર. તે રાગદ્વેષ પણ કરે છે તેની ના કહેવાય તેવું નથી. કષાય અંદરથી ઊઠે છે, ના કહેવાય તેવું નથી. અંતર નિરીક્ષણ કરીએ અર્થાતુ આપણે આપણામાં જોઈએ તો દેખાશે કે રાગની ધારા ઊઠે છે, દ્વેષની ધારા ઊઠે છે, ક્રોધનો અગ્નિ ઊઠે છે, અંહકારની મલિનતા ઊઠે છે, માયા લોભ આ બધું ઊઠે છે. ખરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org