________________
૧૮૮
પ્રવચન ક્રમાંક - ૫૭, ગાથા ક્રમાંક - ૭૮-૧
પ્રવચન ક્રમાંક - ૫૭
ગાથા ક્રમાંક - ૦૮-૧ સ્વભાવના કર્તા બનો
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. (૭૮) જૈનદર્શનનાં શાસ્ત્રો ચાર ભાગમાં વહેંચાયેલાં છે, દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ.
દ્રવ્યાનુયોગમાં આધ્યાત્મિક પદાર્થ વિજ્ઞાન છે. સમગ્ર સાધનાની આધાર શીલા પદાર્થ વિજ્ઞાન છે અને પદાર્થ વિજ્ઞાન પ્રમાણે સાધકની આચાર સંહિતા નક્કી થાય છે. મોટા ભાગે આપણને આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ છે, તત્ત્વજ્ઞાન સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ ઓછો હોય છે. આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ હોવો જરૂરી છે અને અનિવાર્ય પણ છે. આપણે અહિંસા, સત્ય, નીતિ, સદાચાર, અપરિગ્રહ, સરળતા, નમ્રતા, સામાયિક, પ્રતિક્રમણ, અનુષ્ઠાન, તપ, જપ, ધ્યાન વિગેરેની સાધના કરવી છે. આ સાધનાનો આધાર કોણ? શેના ઉપર સાધના થાય? કેવી રીતે આ થાય? કોના આધારે આ થાય? તે સાધના સંબંધી કોઈપણ સાધક આચાર સંહિતાનું અધ્યયન કરે, તેનો આધાર દ્રવ્યાનુયોગ છે.
દ્રવ્યાનુયોગમાં દ્રવ્યનું વર્ણન છે. વર્ણન એટલે જગત જેમ છે તેમ, અને જેવું છે તેવું. સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં તેમણે જેવું જોયું, તેમાંથી જેટલું કહી શકાય તેટલું તેમણે કહ્યું, અને તેમાંથી ઘટતું ઘટતું જ રહ્યું તે આપણી પાસે આવ્યું. છતાં આજે આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. આજે પણ શાસ્ત્રોનો ભંડાર એકત્રિત કરવામાં આવે તો મોટો હોલ પણ તેને રાખવા માટે નાનો પડે, એટલાં બધા શાસ્ત્રો આજે ધરતી ઉપર હાજર છે, તે બધા શાસ્ત્રોમાં એક વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે અને તે વર્ણન દ્રવ્યાનુયોગ સંબંધી છે. જગતમાં રહેલ પદાર્થોને સર્વજ્ઞ પુરુષોએ પોતાના જ્ઞાનમાં જોયાં, તેનું વર્ણન આ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં છે.
સર્વજ્ઞ પુરુષોને જોવું નથી પડતું. એમના જ્ઞાનમાં જણાઈ જાય છે. જોવું એમાં પ્રયત્ન છે, પ્રયાસ છે, કંઈક સાધનોનો ઉપયોગ કરવો પડે છે, કંઈક પ્રેસર-દબાણ છે, પણ જણાવું તે સાચી ઘટના છે. દર્પણ પાસે તમે ગયા, તો તેમાં તમારું મોઢું દેખાયું, તે જોવા દર્પણને પ્રયાસ કરવો પડતો નથી પણ જણાઈ જાય છે. દર્પણ સામે પચાશ વ્યક્તિઓ આવે તો તેને જાણવા માટે પરિશ્રમ કે મહેનત કરવી પડતી નથી, એ થાકતું નથી. ભાર અને ટેન્શન હોય તો થાક લાગે ને ! આ ભાર જે કંઈ આવે છે તેના મૂળમાં બે પરિબળો કામ કરે છે, એક અહંકાર અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org