________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૯ આપણે કંઈ પણ કરીએ છીએ તો સંપૂર્ણ ધંધાકીય પાયા ઉપર. શું મળશે આમાંથી? તે પ્રથમ સવાલ હોય છે. પહેલાં ભોયણીજી મલ્લિનાથ ભગવાનનો મહિમા હતો અને હવે શંખેશ્વરજીનો મહિમા વધી ગયો છે ! કેમ એમ ? લોકો કહે છે કે અહીં માનતા જે માનીએ છીએ તે સફળ થાય છે. તમારી માનતા સફળ થાય તે કામ ભગવાનનું છે? કલેક્ટર આપણે ઘેર આવે તો એમ કહેવાય કે લો આ સાવરણી અને વાળવા માંડો ? તીર્થંકર પરમાત્માને, વીતરાગ પુરુષોને તમારી કામનાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે ભજવાનાં છે ? આવી કામનાઓથી આપણું અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. એક મણ દૂધપાક હોય તેમાં બે તોલા ઝેર નાખો પછી એ દૂધપાક પીવાય ખરો? ના. કારણ? એ દૂધપાક ઝેર થયો. એ દૂધપાક ઝેર કેમ થયો? તેમાં ઝેર ભળ્યું. તેમ અનુષ્ઠાન પવિત્ર છે પણ આપણી પોતાની કામનાથી અનુષ્ઠાન દૂષિત થાય છે. અહંકારથી અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. તમામ શુભ પ્રવૃત્તિ કામના વગર અને અહંકાર વગર કરવી. આ થઈ પ્રવૃત્તિ. તો અશુભ પ્રવૃત્તિનો પરિહાર એટલે કે ત્યાગ કરી શુભ પ્રવૃત્તિમાં નિષ્કામ ભાવે નિરહંકાર ભાવે જોડાઈએ. આ એક ભૂમિકા છે.
બીજી વાત એ કરવી છે કે આનાથી પણ નિવૃત્તિ લેવાની છે. નિવૃત્તિ શબ્દનો સામાન્ય અર્થ કામ ન કરવું, તેનું નામ નિવૃત્તિ? પ્રમાદ કરી ખાટલામાં પડ્યા રહેવું તે નિવૃત્તિ? વ્યસનો કરી ભોગ વિલાસમાં સમય આપવો, એ બધી નિવૃત્તિ નથી. સરકારના કાયદા પ્રમાણે ૫૮ થી ૬૦ વર્ષે લોકો કામમાંથી નિવૃત્તિ મેળવે છે. પરંતુ આ નિવૃત્તિની વાત નથી. કંઈપણ ન કરવું તે નિવૃત્તિ નથી.
નિવૃત્તિનો સાચો અર્થ શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ. અશુભનો ત્યાગ કરવો એક ભૂમિકા, શુભ પ્રવૃત્તિ કરવી બીજી ભૂમિકા અને શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિની ત્રીજી ભૂમિકા. શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ એટલે સૂક્ષ્મ પ્રવૃત્તિ. શાસ્ત્રીય પરિભાષામાં કહેવું હોય તો શુદ્ધમાં ઠરવું, શુદ્ધ ચૈતન્યમાં ઠરવું, શુદ્ધ આત્મામાં ઠરવું, સહજાત્મ સ્વરૂપમાં ઠરવું.
आगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ।।
હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર નથી અરે. એવો શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચેતન તત્ત્વ તેમાં પોતાના જ્ઞાનને ઠેરવવું, પોતાના ઉપયોગને ઠેરવવો તેને કહેવાય છે નિવૃત્તિ. નિવૃત્તિ પડ્યા રહેવાની વાત નથી. શુભ પ્રવૃત્તિ કરતાં પણ આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે, સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. એને ભગવાન મહાવીર અપ્રમાદ કહે છે. ભગવાન બુદ્ધ અમૂછ કહે છે. કોઈ જાગરણ કહે છે. કૃષ્ણમૂર્તિ એને ટોટલ અવેરનેસ કહે છે. | નિવૃત્તિ શબ્દનો અર્થ આપણે ઘણો ખોટો કરીએ છીએ. નિવૃત્તિ શબ્દ આવે ત્યારે આપણને થાય કે આ શુભ પણ ગયું અને અશુભ પણ ગયું, સારું થયું. પરંતુ એવું નથી. અશુભની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org