________________
૧૯૬
પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ બસ, નમી રાજર્ષિ ચમક્યા ! વિચારે ચડી ગયા. ચિંતનમાં ચડ્યા, બીજી ગાડીમાં ચડી ગયા. એક હોય ત્યાં અવાજ નથી આવતો, બે હોય ત્યાં અવાજ આવે. આત્મા એકલો હોય ત્યાં શાંતિ, આનંદ છે. આત્માને કર્મનો સંયોગ છે-બે છે ત્યાં સંસાર છે, અશાંતિ છે, દુઃખ છે. મારે હવે કર્મનો ક્ષય કરવો છે. મારે હવે અહીં નથી રહેવું, તેમણે દીક્ષા લીધી.
આત્મા એકલો હોય તો સવાલ નથી. પણ “વર્તે નહીં નિજ ભાનમાં જ્યારે તે પોતાના ભાનમાં નથી હોતો ત્યારે કર્તા તો છે જ, પણ વિભાવનો કર્તા છે. વિભાવનો પ્રભાવ કોના ઉપર પડે છે? કર્મ ઉપર પડે છે. આ બે શબ્દોની અદ્ભુત ખૂબી છે. એક શબ્દ સ્વભાવ અને નીચે બીજો શબ્દ છે પ્રભાવ. આ શબ્દ કોની સાથે વપરાયો છે ? ચેતન જો નિજ ભાનમાં, આત્મા જો પોતાના ભાનમાં હોય તો પોતાના સ્વભાવનો કર્યા છે, અને પોતાના ભાનમાં ન હોય તો કર્તા બને છે પણ વિભાવનો. તમે રાગદ્વેષ ટાળવાની વાત કરો છો પરંતુ તે નહિ જાય. સ્વભાવમાં જો ટકશો તો રાગદ્વેષ નહિ થાય, માટે મહાપુરુષો કહે છે કે રાગદ્વેષ અને વિકારોને જીતવાની કોશિશ કરવી તે નેગેટીવ એપ્રોચ છે, અને સ્વભાવમાં રમવું તે પોઝીટીવ એપ્રોચ છે.
નિજ ઘરમેં પ્રભુતા હૈ તેરી, પરસંગ નીચ કહાવો,
પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો. તમે તમારા ઘરમાં રહો તે તમારો સ્વભાવ અને તમે કોઈના ઘરમાં જાવ અને વિવેકપૂર્વક ન રહો તેમાં તમારી શોભા નહિ, અને તમારો મોભો નહિ. પોતાના સ્વભાવમાં રહો તો તમારી શોભા. કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે આત્મા પોતાના સ્વભાવમાં રહે તો આત્મા શોભે. એ વિભાવમાં જાય ત્યારે સારો લાગતો નથી. જ્યારે તે વિભાવનો કર્તા બને છે ત્યારે કાર્પણ વર્ગણા ઉપર પ્રભાવ પડે છે. પ્રભાવ પડ્યા પછી કાશ્મણ વર્ગણામાંથી કર્મ નામનું તત્ત્વ તૈયાર થાય છે. જ્ઞાની પુરુષોએ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નથી.
એમણે એમ કહ્યું કે સ્વભાવમાં હો તો કર્મ ઉપર પ્રભાવ પડતો નથી અને કર્મ વિદાય લે છે, પરંતુ તમે જ્યારે નિજભાવમાં નથી હોતા અને વિભાવમાં હો છો ત્યારે કાશ્મણ વર્ગણા ઉપર પ્રભાવ પડે છે અને એમાંથી કર્મ બને છે. એ કર્મો આત્મા ઉપર આવરણ રૂપે ચોટે છે ત્યારે સંસાર ચક્રમાં પરિભ્રમણ શરૂ થાય છે. લોકો કહેતાં હોય છે કે હે ભગવાન ! અમને શિવસુખ આપો, મોક્ષ આપો, પરંતુ ભગવાન કહે છે કે તું તારા ભાનમાં રહે, અને ચૈતન્યનું બિળ વધાર તો તારો સ્વભાવ ખીલતો જશે અને જો વિભાવનું બળ વધારીશ તો ઉપર આવરણ આવશે. આ લાખ વાતની એક વાત છે.
તમે પૂછવાની શરૂઆત ૨૦ વર્ષની ઉંમરે કરી. અમારે મોક્ષ મેળવવા શું કરવું? અને ૬૦ વર્ષના થાવ ત્યારે પણ એ જ વાત હોય છે. એ પૂછતો જ જાય, પૂછતો જ જાય. અમે નાના હતા ત્યારે વિહાર કરતા હતા. દસ માઈલ ચાલવાનું હતું. રસ્તામાં કોઈને પૂછીએ કે આ ફલાણું ગામ કેટલું દૂર છે? ચાર પાંચ માઈલ દૂર છે તેમ દર વખતે જવાબ મળે. એક ડાહ્યો
જ નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org