________________
८४
પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ જુદાં જુદાં, શરીરની આકૃતિ જુદી, સંયોગો જુદા, ટેવો જુદી, વિચારો જુદા, પ્રવત્તિ પણ જુદી અને ક્રિયાઓ જુદી છે. આ બધું જુદું જુદું આપણને દેખાય છે, આ બધા જુદા જુદા પ્રકારો જે આપણને દેખાય છે, તે બધા પાછળ કોઈ એક રચના કામ કરે છે. તે કેવી રીતે થાય છે, અને તેમાં કયા દ્રવ્યો ભાગ ભજવે છે, તેનું વર્ણન જેમાં આવે છે તેને શાસ્ત્રો દ્રવ્યાનુયોગ કહે છે.
દ્રવ્યાનુયોગમાં પાયાના ત્રણ શબ્દો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ શબ્દો જુદા જુદા છે, પણ વસ્તુ જુદી જુદી નથી. જેમ સાકરના વર્ણનમાં સાકર, સફેદ અને ગળપણ ત્રણ શબ્દો આવે પણ તે બધું એક જ સાકરમાં સમાઈ જાય છે. સાકર કેવી છે તો ગળી છે, એનો રંગ કેવો તો સફેદ છે, તેની સુગંધ સારી છે, તેનો સ્પર્શ કેવો ? તો મુલાયમ છે. તો આ ચારે ચાર બાબતો એક જ વસ્તુમાં આવી. તો આ ચાર બાબતો વર્ણવી તે તેના ગુણો છે અને જેમાં આ ચાર બાબતો આવી તે વસ્તુ પુદ્ગલ દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્ય હર સમયે, હર ક્ષણે અલગ અલગ અવસ્થામાં પરિવર્તિત થાય છે. સાકર ચા માં નાખો તો આકાર જુદો, લાડવામાં ખાંડીને નાખો તો સાકરનો આકાર જુદો. ગાંગડો રાખો તો પણ આકાર જુદો, પણ છે તો સાકર જ અને ગળપણ રહેવાનું જ. અવસ્થાઓ બદલાય છે. વસ્તુ, ગુણો અને અવસ્થા એ ત્રણેનું હોવું તેને કહેવાય છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. સાકર એ દ્રવ્ય છે, ગળપણ એ ગુણ છે અને અવસ્થાઓ, આકાર બદલાયાં તે પર્યાય છે. દરેક પદાર્થમાં તેના ગુણો અને પર્યાયો હોય છે.
આ વાત એટલા માટે સમજવી અનિવાર્ય છે કે સમગ્ર સાધનાનો પાયો આ ત્રણ શબ્દો ઉપર છે. દ્રવ્ય જ્યારે બોલીએ ત્યારે વસ્તુ અથવા પદાર્થ સમજીએ. સામાન્યત: આ જગતમાં કેટલી વસ્તુઓ હશે? શાસ્ત્રોનું કહેવું છે કે મૂળભૂત વસ્તુ છ છે. પાંચ પણ નથી અને સાત પણ નથી. વસ્તુઓ એટલે પદાર્થો છ જ છે અને જગતની એક તેના માટે નિયત વ્યવસ્થા છે. તેના નામો આ પ્રમાણે છે. આત્મા (ચૈતન્ય પદાર્થ), મુગલ (રૂપી જડ પદાર્થો), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આમ છ પદાર્થો છે.
આ જગતમાં જે કાર્ય પદ્ધતિ છે તેમાં એક દ્રષ્ટા એટલે જોનાર જાણનાર છે, તે કરનારો છે, તે જ ભોગવનારો છે, તે જ સમજનારો છે. આવું એક તત્ત્વ જગતમાં છે. તે આત્મતત્ત્વ છે. તે અરૂપી છે, દેખાતું નથી, તેની સામે આપણને આખું જગત દેખાય છે. જગતમાં જે કંઈ આપણને દેખાય છે તે પુદ્ગલ દ્રવ્ય દેખાય છે. એટલે કે રૂપી જડ પદાર્થો દેખાય છે. પુલ શબ્દ બહુ સરળ છે. પૂરન અને ગલન આ જેનો સ્વભાવ છે તેને કહેવાય છે પુદ્ગલ. ભેગા થવું અને વિખરાઈ જવું આ પ્રક્રિયા નિરંતર જેનામાં ચાલે છે તેને કહેવાય છે પુગલ. તમે જગતમાં દરેક પદાર્થને જોજો, પદાર્થ કંઈ એની મેળે બનતો નથી. ભેગું થાય છે અને પછી વિખરાઈ જાય છે. દા.ત. એક માણસે ઘણા રૂપિયા ખર્ચી સરસ મકાન બનાવ્યું. તેણે ઇટ, સીમેંટ, રેતી, ચૂનો બધું ભેગું કરી મકાન બનાવ્યું. અને એક દિવસ ધરતીકંપમાં પડી ગયું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org