________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૩ તૈયારી ન થાય. ચાર પાંચ જણા નક્કી કરે કે આ શ્વાસ લે છે કે નહિ? નાક પર રૂનું પૂમડું મૂકો કે, માથા ઉપર હાથ મૂકો, પછી નક્કી થઈ જાય કે આ કારખાનું બંધ થઈ ગયું. હવે શ્વાસ લેવાતો નથી. છેવટની તૈયારી પછી જ થાય. શ્વાસોચ્છવાસ પણ છેવટ સુધી ચાલશે.
(૪) કર્મ કરવાં તે આત્માનો ધર્મ છે. કર્મ જ કર્યા કરો. જગતમાં આવું દર્શન છે તેને મીમાંસા દર્શન કહે છે. વેદાંતનો એક ભાગ એમ કહે છે કે જીવોએ સતત જુદા જુદા પ્રકારનાં કર્મો કરવાં, યજ્ઞો કરવાં, વ્રતો કરવાં, અનુષ્ઠાન કરવા, પ્રવૃત્તિઓ કરવી. તેથી પુણ્ય બંધાય છે. પુણ્યથી સ્વર્ગ મળે છે. સ્વર્ગમાં સુખ મળે છે. જ્યાં સુધી ભોગવાય ત્યાં સુધી ભોગવવાનાં. ફરી મનુષ્ય લોકમાં આવવાનું. એમાં કંઈ ભૂલ થઈ જાય તો શિક્ષા ભોગવવા પશુગતિમાં આવવાનું. પરંતુ કર્મતંત્ર નિરંતર ચાલ્યાં જ કરે. માટે કર્મ આત્માનો ધર્મ છે. કર્મ આત્માનો સ્વભાવ છે. શિષ્યને આ ચાર વિકલ્પો આવે છે, તે તેણે સદ્ગુરુ સમક્ષ અહીં સુધી રજુ કરેલ છે.
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. (૭૨) માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેત જણાય;
કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. (૭૩) ટીકાઃ અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ
કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંધ છે. (૭૨). માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી, કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩) હવે આ પાંચમો વિકલ્પ બહુ જ મહત્ત્વનો છે. સમજવા કોશિશ કરજો.
અસંગ શબ્દ બહુ મહત્ત્વનો છે. જેમ કાદવમાં કમળ લેખાતું નથી અને પાણીથી ભીંજાતું નથી તેમ આત્મા સદા સંસારના કાદવમાં રહે છે, આસક્તિના જળથી એ વિકાસ પામે છે પરંતુ આત્મા સદા અસંગ છે. જેમ કમળ નિર્લેપ છે તેમ આત્મા પણ નિર્લેપ છે. આત્મા અસંગ હોવાના કારણે કંઈ કરતો નથી તો પછી કોણ કરે છે? “કરે પ્રકૃતિ બંધ.” આ જડ પ્રકૃતિ એટલે દ્રવ્ય કર્મ છે, તે કરે છે. અથવા તો જે કંઈ પણ કર્મો આત્મા કરે છે, એ પોતે કરતો નથી પણ ઈશ્વર તેને પ્રેરણા આપે છે. શિષ્ય આ છેલ્લો વિકલ્પ આપે છે. આપણે પણ કહીએ છીએ કે ઈશ્વર પ્રેરણા આપે છે. વ્યવહારમાં આપણે ખોટું કરીએ તો ઈશ્વરની મરજી એમ કહીએ છીએ, એનો અર્થ એ થયો કે તમે ખોટું કામ કરતા રહો એવી ઈશ્વરની મરજી હશે, પણ એવું હોતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org