Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 321
________________ ૨૭૦ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ અને જેણે ધર્મ જાણ્યો નથી તેને પણ દુઃખ પ્રત્યે અણગમો છે. સુખ પ્રત્યેનો રાગ ભલભલા શાસ્ત્રજ્ઞોને પણ છે, પરંતુ સુખનો રાગ જેને છૂટ્યો છે તે ધર્મ તરફ ડગલા માંડી શકશે. બધાંને સુખ જોઈએ છે. સુખ પ્રિય છે. સુખની લાલસા છે પણ સુખનો રાગ છોડવો પડશે. અહીં પરમકૃપાળુ દેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દુઃખ તમને ગમતું નથી. પાપ તમને ગમતું નથી. ઠીક વાત છે. દુઃખ ન આવે તેથી બચવા માટે પાપ કરતા નથી, ઠીક વાત છે. પાપ થઈ જાય તો પશ્ચાત્તાપ કરો છો તે ઠીક વાત છે પરંતુ તમને સુખ ગમે છે ને? સુખ ગમતું હશે ત્યાં સુધી સુખની મીઠાશ છે. સુખની મીઠાશ છે માટે પુણ્યની મીઠાશ છે. પુણ્યની મીઠાશ હશે ત્યાં સુધી જીવ જે કંઈ કરશે તે પુણ્ય મેળવવા કરશે. તેનાથી પુણ્યબંધ થશે, સુખ મળશે, સુખ ભોગવશે અને સુખ પૂરું થઈ જશે. સુખ પૂરું થશે ત્યાં દુઃખ આવીને ઊભું રહેશે. આ સંસાર, આ ચાર ગતિઓ અને પરિભ્રમણ કેમ ઊભું છે? તો “શુભ કરે ફળ ભોગવે'. અને તેને ભોગવવાની જગ્યા, સ્થાન, સ્વર્ગ આદિ જગતમાં છે. “અશુભ કરે નરકાદિ ફળ.” અને તેને ભોગવવાની જગ્યા નરક આદિ સ્થાન પણ જગતમાં છે, પરંતુ તેનાથી રહિત એવી અવસ્થાનું ભાન હજુ જીવને થયું નથી. જરા કઠિન વાત છે. પરંતુ સમજવી અત્યંત જરૂરી છે. જ્ઞાની પુરુષોએ શુભ-અશુભથી પર એક ત્રીજી અવસ્થાની વાત કરી, સંસારની ચાર ગતિઓ ઉપર એક પાંચમી ગતિ પણ છે. અને એ અવસ્થા એવી છે કે જ્યાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. શુભ પણ નથી અને અશુભ પણ નથી. ત્યાં પુણ્ય પણ નથી અને પાપ પણ નથી. આ અવસ્થાનો ખ્યાલ જીવને આવી શકતો નથી. એને એમ થાય છે કે દુઃખ તો નહિ પણ સુખ પણ નથી તો ત્યાં શું મઝા આવે ! દુઃખ હોય તો કલેશ થાય, દુઃખી થવાય, રડી શકાય, કોઈના પર દોષ ઢોળી શકાય, કોઈ સામે આંગળી ચીંધી શકાય કે તમે અમને દુઃખ આપ્યું, લડી પણ શકાય, પરંતુ જ્યાં દુખ કે સુખ કંઈ જ નથી ત્યાં જીવન જીવવાની શું મઝા આવે ? એવું જીવન જોઈએ કે જ્યાં કભી સુખ, કભી દુ:ખ એમ પરંપરા ચાલ્યા કરે, અને એ અશાતા, અશાંતિમાં જીવનયાત્રા આપણી પૂરી થાય. જ્ઞાની પુરુષો કહે છે કે એક અવસ્થા એવી પણ છે કે જે અવસ્થામાં દુઃખ પણ નથી, સુખ પણ નથી અને જ્યાં સુખની મીઠાશ પણ ટળી ગઈ છે ને પરમ આનંદ છે, તેને મોક્ષ નામ આપ્યું છે. મોક્ષનો સંબંધ સ્થળ સાથે નથી, કાળ સાથે નથી, કોઈ ગતિ સાથે નથી. કોઈ ઘટના સાથે નથી. મોક્ષનો સંબંધ કોઈ પરિસ્થિતિ કે સંયોગ સાથે નથી. મોક્ષનો સંબંધ નિજ સ્વભાવ સાથે છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” એ સ્વભાવ પૂરેપૂરો પ્રગટ થાય, એવી અવસ્થામાં દુઃખ પણ ન હોય, સુખ પણ ન હોય પરંતુ પરમ આનંદ હોય. આવો પરમ આનંદ જીવ લીધો નથી માટે તેને ખબર નથી. એક રાજા ભૂલો પડીને આદિવાસીઓના વિસ્તારમાં પહોંચી ગયો. ભીલે રાજાને ભોજન આપ્યું અને રાજાને બહુ આનંદ થયો. રાજાએ કહ્યું કે તમે પણ અમારે ત્યાં આવજો. મને આનંદ થશે. ભીલે કહ્યું કે તમારે ત્યાં આવીએ તો ખરા, પણ તમારે ત્યાં આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328